સ્વયં ભોલેનાથના અંશ હોય છે આ 4 અક્ષરના નામ વાળા લોકો, તમે પણ એમાંથી એક નથી ને

0
3313

મિત્રો ભગવાન શિવને ભોલેનાથ એટલા માટે કહે છે, કારણ કે તમામ ભગવાનોમાં ભોલેનાથને સૌથી વહેલા પ્રસન્ન થતા દેવતા ગણવામાં આવે છે. જો તમે શિવજીને ક્રોધિત કરવાના કામ નથી કર્યા તો તમે એમને સરળતાથી અને વહેલા પ્રસન્ન કરી શકો છો. ભોલેનાથને એમની ભક્તિ કરવા વાળા લોકો ખુબ ગમે છે. તમે એમની વધારે ભક્તિ ન પણ કરો, તો સાચા મનથી લોકોની મદદ કરતા રહો. તો ભગવાન શિવ જાતે જ તમારી ઈચ્છાઓ પૂરી કરશે. કેમ કે તે અંતર્યામી છે અને બધાના મનમાં શું છે તે જાણે છે. મિત્રો આજે અમે તમને જણાવીશું કે આ ૪ અક્ષરના નામ વાળા લોકો હોય છે ભોલેનાથના અંશ. ક્યાંક તે અક્ષરો માંથી તમારા નામનો અક્ષર તો શરુ નથી થતો.

આ ૪ અક્ષરના નામ વાળા હોય છે ભોલેનાથના અંશ :

  1. D અક્ષરના નામ વાળા :

ભગવાન શિવની કૃપાથી D અક્ષરથી શરુ થતા નામ વાળા લોકો પોતાના વેપારમાં ઘણો લાભ મેળવી શકે છે. પણ તમારે એના માટે સાચા મનથી ભોલેનાથની ભક્તિ કરવી અને તમારા ધંધામાં ઈમાનદારી સાથે મહેનત કરવી પડશે. જો તમે નોકરી ધંધા વાળા છો, તો તમારા વિકાસના તમામ રસ્તા ખુલી જશે. પણ તેના માટે તમારે મહેનત કરવી પડશે. ભોલેનાથની કૃપાથી તમે તમારા એવા સગા સંબંધીને પણ મળશો, જેને તમે ઘણા સમયથી નથી મળ્યા. ભોલેનાથની કૃપાથી મન ખુશ રહેશે અને મનની તમામ મુંજવણ દુર થશે.

2. M અક્ષરના નામ વાળા :

M અક્ષરથી શરુ થતા નામ વાળા લોકો પર પણ ભગવાન શિવજીની કૃપા જળવાયેલી રહે છે. અને તેમની ભક્તિ કરો. આમ કરવાથી તમારી તમામ મુશ્કેલીઓ ચોક્કસ પણે દુર થઈ જશે. મુશ્કેલી ભલે કેટલી પણ કઠીન કેમ ન હોય, તમને તમારા કુટુંબનો સંપૂર્ણ સહયોગ મળશે. આ શ્રાવણના તમામ સોમવાર તમે સાચા મનથી શિવજીની ભક્તિ કરો. આમ કરવાથી તમને તમારા સંતાન તરફથી કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે. જેનાથી તમારો બધો જ તણાવ દુર થઈ જશે અને મન આનંદમય બનશે.

3. R અક્ષરના નામ વાળા :

જણાવી દઈએ કે R અક્ષરથી શરુ થતા નામ વાળા લોકો ઉપર ભગવાન શંકરની વિશેષ કૃપા રહે છે. શિવજીના ઘણા નામ R અક્ષરથી શરુ થાય છે. તેવામાં જો તમારું નામ પણ R થી શરુ થાય છે અને તમારી શ્રદ્ધા પણ શિવજીની પૂજામાં સાચી છે, તો બસ તમારે કોઈપણ વાતની ચિંતા કરવાની જરૂર નથી. શિવજીની કૃપાથી તમારી સામેની તમામ કઠીન મુશ્કેલીઓનું નિવારણ થઈ જશે.

4. K અક્ષરના નામ વાળા :

K અક્ષરથી શરુ થતા નામ વાળા લોકો સ્વભાવથી થોડા શરમાળ પ્રકૃતિના હોય છે. ભોલેનાથની કૃપાથી થોડા જુના મિત્રો સાથે તમારી મુલાકાત થશે. આથી તમે આનંદથી નાચી ઉઠશો. શિવજીની સાચી પૂજા અને તેમનું ધ્યાન ધરવાથી તમામ મનોકામના પૂર્ણ થશે, અને તમે દરેક ક્ષેત્રમાં જીત પ્રાપ્ત કરી શકો છો. આ અક્ષરના નામ વાળા લોકો જો ભોલેનાથને દરેક રીતે પ્રસન્ન કરી દે, તો પછી તેમના જીવનમાંથી અંધકાર હવે દુર જ થઈ જશે.