પરિવાર માટે આ અભિનેત્રીઓએ આપી પોતાના કરિયરની કુર્બાની, પ્રખ્યાત એક્ટ્રેસોના નામ છે આ લિસ્ટમાં.

0
303

આ હિરોઇનોએ એક્ટિંગના દમ પર મેળવી સફળતા, પણ પોતાના પરિવાર માટે આપી કરિયરની કુર્બાની, જાણો લિસ્ટમાં કોણ કોણ છે. ફિલ્મી પડદા સાથે સાથે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ દર્શકો એટલો જ પ્રેમ આપે છે. આજે ટીવીમાં ઘણી એવી સીરીયલ્સ છે, જેને દર્શકો રસપૂર્વક જુવે છે અને ઘણી પસંદ કરે છે. તેથી આ સીરીયલોમાં કામ કરવા વળી અભિનેત્રીઓ પણ દર્શકો વચ્ચે તેની આગવી ઓળખાણ ઉભી કરી લીધી છે.

તેમાં અમુક ફેમસ અભિનેત્રીઓ એવી છે, જે ટીવી ઇન્ડસ્ટ્રીમાં સંપૂર્ણ રીતે સક્રિય છે તો તે અમુક અભિનેત્રીઓએ પોતાના કુટુંબને કારણે જ પોતાની કારકિર્દી છોડી દીધી છે. તો આજે અમે આ લેખમાં એ અભિનેત્રીઓ વિષે જણાવવાના છીએ, જેણે તેની સફળ કારકિર્દી માત્ર તેના કુટુંબ માટે છોડી દીધી. આવો જાણીએ ખરેખર આ લીસ્ટમાં કઈ કઈ અભિનેત્રીઓના નામ સામેલ છે.

દિશા વકાણી : દિશા વકાણીને કોઈ પરિચયની જરૂર નથી. તેણે ઘણા લાંબા સમયથી ધારાવાહિક તારક મેહતા કા ઉલટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવી છે. દિશા વકાણી, તે રોલથી એટલી ફેમસ થઇ કે આજે ઘર ઘરમાં તેને દયાબેનના નામથી જ ઓળખવામાં આવે છે. તેના એ રોલની ઘણી પ્રસંશા થઇ અને તે રોલથી તેની કારકિર્દી પણ જોરદાર ચાલી રહી હતી.

વર્ષ 2015માં તેમણે મુયુર પાડીયા સાથે લગ્ન કરી લીધા અને ત્યાર પછી તેણે પ્રેગનેન્સીના કારણે સબબ મેટરનીટી લીવ લીધી. પરંતુ તે હજુ સુધી આ શો માં પાછી નથી ફરી અને આગળ પણ તેના પાછા ફરવાની આશા ઓછી છે. મીડિયા અહેવાલ મુજબ તો મયુર પાડીયા નથી ઈચ્છતા કે દિશા વકાની કુટુંબ છોડીને શો માં પાછી ફરે.

મોહિના કુમારી સિંહ : ટીવીની દુનિયાની પ્રસિદ્ધ અભિનેત્રી મોહિના કુમારી સિંહે છેલ્લા ઘણા લાંબા સમયથી ઘણી ધારાવાહિકોમાં કામ કર્યું છે અને તેની એક અલગ ઓળખ ઉભી કરી છે. મોહિનાની કારકિર્દી પણ ઘણી સારી ચાલી રહી હતી, તેવામાં વચ્ચે તેમણે ઉત્તરાખંડના કેબીનેટ મંત્રી સતપાલ મહારાજના દીકરા સુયશ રાવત સાથે લગ્ન કરી લીધા અને આ લગ્ન પહેલા તેણે એ જાહેરાત કરી દીધી હતી કે લગ્ન પછી તે અભિનય નહિ કરે. મોહિના કુમારી સિંહે ધારાવાહિક એ રિશ્તા ક્યા કહલાતા હૈ માં કીર્તિ સિંઘાનિયાનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ઘણું વખાણ્યું. મોહિના આજે પણ તેના ફેંસ વચ્ચે કીર્તિના નામથી પ્રસિદ્ધ છે.

અદિતિ શિરવાઈકર : અભિનેત્રી અદિતિ શિરવાઈકર પણ ટીવી ઇન્ડસ્ટ્રીની એક પ્રસિદ્ધ નામ છે. તેણે હાલમાં જ કોરોના લોકડાઉન વચ્ચે અભિનેતા મોહિત મલિક સાથે લગ્ન કર્યા છે. તેણે ઘણી ટીવી ધારાવાહિકોમાં સુંદર અભિનય કર્યો છે અને ઘણી ખ્યાતી મેળવી છે. આમ તો લગ્ન પછી તેણે ટીવી ઇન્ડસ્ટ્રીને હંમેશા માટે છોડી દીધું છે અને હાલના દિવસોમાં તે તેના પતિ સાથે આનંદમય લગ્નજીવન પસાર કરી રહી છે.

મિહિકા વર્મા : ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અભિનેત્રી મિહીકા વર્મા પોતાના અભિનયનો જાદુ પાથરી ચુકી છે, પરંતુ તે છેલ્લા 5 વર્ષથી ટીવીની દુનિયાથી દુર છે. મિહીકાએ ‘યે હૈ મોહબ્બતે’ માં દિવ્યાંકા ત્રિપાઠીનું પાત્ર નિભાવ્યું હતું અને આ રોલથી તેને એક અલગ ઓળખાણ મળી હતી. તેવામાં વર્ષ 2016માં તેણે આનંદ કપાઈ સાથે લગ્ન કરી લીધા અને ટીવી ઇન્ડસ્ટ્રીને હંમેશા માટે છોડી દીધું. મિહીકા હવે તેના પતિ સાથે અમેરિકા શિફ્ટ થઇ ગઈ છે અને એક આનંદમય લગ્નજીવન પસાર કરી રહી છે.

કાંચી કોલ : શબ્બીર અહલુવાલિયાની પત્ની કાંચી કોલે પણ ઘણી ટીવી ધારાવાહિકો એટલે કે, એક લડકી અંજાની સી, ભાભી ઔર માયકા વગેરેમાં કામ કર્યું છે. આમ તો હવે કાંચી છેલ્લા લગભગ 6 વર્ષથી ટીવીની દુનિયાથી દુર છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.