વૈકુંઠ ચૌદશ પર બન્યો પરિધ યોગ, જાણો કઈ રાશિઓને મળશે ફાયદો, કોના પર રહેશે અશુભ પ્રભાવ.

0
318

શિવ અને વિષ્ણુની કૃપાથી આ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનો વરસાદ, પણ આમના ઉપર રહેશે ખરાબ પ્રભાવ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો-નક્ષત્રોની સતત બદલાતી સ્થિતિને કારણે જ આકાશમંડળમાં ઘણા શુભ-અશુભ યોગ ઉભા થાય છે, જેની અસર તમામ 12 રાશીઓ ઉપર વધુ ઓછા પ્રમાણમાં જરૂર પડે છે. જો ગ્રહોની ચાલ વ્યક્તિની રાશીમાં સારી છે તો તેના કારણે જ માણસના જીવનમાં સુખ મળે છે. પરંતુ ગ્રહોની ચાલ સારી ન હોવાને કારણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કારતક મહિનાની શુક્લ પક્ષની ચૌદશની તિથિએ વૈકુંઠ ચૌદશ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવજીની સાથે સાથે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. આ વખતે વૈકુંઠ ચૌદશ પર પરિઘ યોગ બની રહ્યા છે, તે ઉપરાંત રવિ યોગ પણ રહેશે. તો આવો જાણીએ તમારી રાશીઓ ઉપર તેની કેવી અસર પડી શકે છે? આવો જાણીએ વૈકુંઠ ચૌદશ ઉપર બની રહેલા શુભ યોગની કઈ રાશીઓ ઉપર પડશે સારી અસર.

મેષ રાશીવાળા લોકોને શુભ યોગને કારણે જ સારા પરિણામ મળશે અને આ શુભ યોગ તમારા જીવનની ખુશીઓને કેટલાય ગણી વધારી શકે છે. તમારા પરાક્રમમાં વધારો થશે, તમારું મન ઉત્સાહથી ભરેલું રહેશે, તમે તમારા તમામ કામ સમયસર પુરા કરશો, તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્ન સફળ થશે, તમે તમારી મહેનતથી મુશ્કેલમાં મુશ્કેલ કાર્યને પણ પુરા કરવામાં સક્ષમ બની શકો છો. વેપારમાં લાભ મળવાની સ્થિતિ ઉભી થઇ રહી છે.

મિથુન રાશીવાળા ઉપર આ શુભ યોગની સારી અસર પડવાની છે. માનસિક તકલીફોમાંથી છુટકારો મળશે. તમારું વ્યક્તિત્વ ખીલશે. સામાજિક ક્ષેત્રોમાં માન સન્માનની પ્રાપ્તિ થશે. કુટુંબીજનો સાથે સારો સમય પસાર કરશો. અચાનક કોઈ સગા સંબંધી પાસેથી શુભ સમાચાર મળી શકે છે. બાળકોની પ્રગતિથી તમારું મન પ્રફુલ્લિત થશે. આર્થિક ક્ષેત્રમાં તમે સતત પ્રગતિ પ્રાપ્ત કરશો.

કર્ક રાશીવાળા લોકોના સાહસ અને પરાક્રમમાં વધારો થશે. પ્રભાવશાળી લોકોની મદદથી તમે તમારી કારકિર્દીમાં આગળ વધશો. તમે કોઈ લાભદાયક પ્રવાસ ઉપર જઈ શકો છો. દાંપત્ય જીવનની તકલીફો દુર થશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો ઉપર તેની ઘણી જ સારી અસર રહેવાની છે. તમારા પ્રેમ લગ્ન થવાની સંભાવના છે. ભાગ્યનો પૂરો સહકાર મળશે.

સિંહ રાશીવાળાને આકસ્મિક લાભ મળવાની સંભાવના છે. તમારી આવકમાં વધારો થશે. અચાનક અટકેલા પૈસા પાછા મળી શકે છે. શુભ યોગની અસરથી તમારા પરાક્રમમાં વધારો થશે. વેપારમાં લાભદાયક કરાર મળી શકે છે. તમે દરેક કામમાં ધીરજનો પરિચય આપશો. સંતાનના જવાબદારી પુરી કરશો. તમારી કોઈ અધુરી મનોકામના પૂરી થઇ શકે છે.

મકર રાશીવાળા લોકો પોતાની મહેનતથી સારા લાભ પ્રાપ્ત કરશે. દુશ્મનોથી છુટકારો મળશે. તમે તમારા વિરોધીઓને પરાસ્ત કરશો. કોઈ જુના રોકાણનો મોટો લાભ મળી શકે છે, જેથી તમારું મન પ્રફુલ્લિત થશે. આરોગ્યમાં સુધારો આવશે. કુટુંબના લોકો સાથે આનંદમય સમય પસાર કરશો. તમારો વેપાર આગળ વધશે. ભાગીદારોનો પૂરો સહકાર મળશે. પ્રેમ જીવનમાં ઘણો આનંદ મળશે. આવકની તકો વધી શકે છે.

કુંભ રાશીવાળા લોકોને શુભ સમાચાર મળવાની સંભાવના છે. તમારું નસીબ મજબૂત રહેશે. નસીબના સહારે ઘણા ક્ષેત્રોમાં લાભ મળવાની આશા છે. તમારું મનોબળ મજબુત રહેશે. સંતાનના અભ્યાસની ચિંતા દુર થશે. વિદ્યાર્થી વર્ગના લોકો શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે. પ્રેમ સંબંધો માટે આ શુભ યોગ ઘણો સારો રહેવાનો છે. તમારા પ્રેમ સંબધોમાં મજબુતી આવશે.

મીન રાશીવાળા લોકોને આકસ્મિક રીતે લાભ મળવાની સંભાવના છે. કોઈ જૂની બીમારીથી છુટકારો મળી શકે છે. માતા પિતાનો પૂરો સહકાર મળશે. લેવડ-દેવડના કામોમાં લાભ મળી શકે છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પૈસા પાછા મળશે. કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે. પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.

આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ :

વૃષભ રાશીવાળા લોકોએ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. આર્થિક નુકશાન થવાની સંભાવના જોવા મળી રહી છે. તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. વિરોધી પક્ષ તમને નુકશાન પહોંચાડવાનો પુરતો પ્રયત્ન કરશે, એટલા માટે તમારે સતર્ક રહેવું પડશે. તમે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપો. કોઈ જૂની બીમારીને લઈને તમે ઘણા દુઃખી રહેશો.

કન્યા રાશીવાળા લોકોને મિશ્રિત ફળ મળશે. આ રાશિના લોકો તેમના મહત્વના કાર્ય સમયસર પુરા કરશે. કચેરીમાં ઉપરી અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને માથાકૂટ થઇ શકે છે. દાંપત્ય જીવનમાં ઉતાર-ચડાવની સ્થિતિ જળવાઈ રહેશે. તમારું આરોગ્ય ખરાબ થઇ શકે છે. બહારનું ખાવા પીવાથી દુર રહેવું. ધર્મ કર્મના કામોમાં તમારું મન વધુ લાગશે. કોઈ મહત્વના કામ પુરા કરવા માટે મિત્રોની મદદ લેવી પડશે.

તુલા રાશીવાળા લોકો ઉપર નકારાત્મક અસર રહેવાની છે. તમારા કામ સુધરતા સુધરતા બગડી શકે છે, જેના કારણે તમે ઘણા ચિંતિત રહેશો. કુટુંબના ખોટા વાદ-વિવાદથી દુર રહો. મિત્રો સાથે માથાકૂટ થઇ શકે છે. સાસરીયા પક્ષ સાથે સંબંધ ખરાબ થવાની સંભાવના જોવા મળી રહી છે. તેમે કોઈ પણ મોટું રોકાણ કરવાથી દુર રહો નહિ તો નુકશાન થઇ શકે છે. અજાણ્યા લોકો ઉપર જરૂર કરતા વધુ વિશ્વાસ ન કરો.

વૃશ્ચિક રાશીવાળા લોકોને અચાનક કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે, જેના કારણે તમે ઘણા દુઃખી રહેશો. વાહનના ઉપયોગમાં સાવચેતી રાખવાની જરૂર છે, નહિ તો અકસ્માત થઇ શકે છે. તેમે કોઈ પણ જોખમ તમારા હાથમાં ન લેશો. ધન હાની થવાની સંભાવના જોવા મળી રહી છે. તમે કોઈને પણ પૈસા ઉધાર ન આપશો. માતા પિતાના આશીર્વાદ અને સહકાર મળશે. તમે કોઈ મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકો છો.

ધનુ રાશીવાળાને સફળતા મળી શકે છે. આ રાશીના લોકો પોતાના આયોજન ઉપર ગંભીરતાથી ધ્યાન આપે. અંગત સંબંધોમાં ઉતાર-ચડાવની સ્થિતિ ઉભી થશે. વેપાર સાથે જોડાયેલા લોકોએ ઘણું સાવચેત રહેવું પડશે, કેમ કે નુકશાન થવાની સંભાવના જોવા મળી રહી છે. ભાગીદારો સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે. બાળકોના આરોગ્યને લઈને તમે દુઃખી રહેશો. આ રાશિના લોકો કોઈ પણ લાંબા અંતરના પ્રવાસ ઉપર ન જાય, નહિ તો ઈજા કે દુર્ઘટના થવાની સંભાવના છે.

આ માહિતી ઈન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.