આ સાંસદનો યુવાન છોકરો દારૂના રવાડે ચડ્યો, પછી જે થયું તે દરેક યુવાન અને માં-બાપે વાંચવુ જોઈએ.

0
327

કમળો થઇ જવાથી અને લીવર ડેમેજ થઇ જવાના કારણે 28 વર્ષની ઉંમરમાં ઘટના 19 ઓક્ટોબર 2020ના રોજ બની ગઈ. મારો પુત્ર તેની પાછળ તેની પત્ની અને 2 વર્ષના બાળકને છોડી ગયા છે. અમે ઘણા પ્રયત્નો કર્યા કે દીકરા આકાશ કિશોરને નશો છોડાવી દઈએ, ઘણી વખત નશામુક્તિ કેન્દ્રોમાં દાખલ પણ કરાવ્યો તેણે નશો છોડ્યો પણ પરંતુ અમુક લોકો તેની પાછળ પડેલા હતા. જયારે હું કોરોના પોઝેટીવ થઈને દાખલ થઇ ગયો તો પછી તેણે દારૂ પી લીધો જેના કારણે લીવર ડેમેજ થઇ ગયું અને છેવટે તેનું મૃત્યુ થઇ ગયું.

અમે અને અમારુ આખું કુટુંબ ઘણા આઘાતમાં સરી પડ્યું છે. અમારા બાળક પત્ની ભાઈ અને ભત્રીજા ઘણા જ દુઃખી છે. અમે નક્કી કર્યું છે કે નવી પેઢીના છોકરાઓને કોઈને કોઈ તો પહેલી વખત દારૂ પીવરાવે છે, કોઈ પોતાની જાતે નશો નથી કરતા તેને કોઈને કોઈ તો નશો કરવા માટે પ્રેરિત કરે છે. મારો દીકરો પણ તેનો ભોગ બન્યો મેં ઘણા લોકોના નશા છોડાવી દીધા દારુ, બીડી, સિગરેટ, મસાલા છોડાવી દીધા, પરંતુ મારો પોતાનો દીકરો દારૂ ન છોડી શક્યો, મને એ વાતનું ઘણું દુઃખ છે.

એટલા માટે મેં નિર્ણય લીધો છે કે નવી પેઢીના લોકો નશાથી દુર રહે મારા દીકરાની જેમ કોઈ તેમનો દીકરો કે દીકરી નશાનો ભોગ બનીને નાની ઉંમરમાં તેમનો જીવ ન ગુમાવી બેસે એટલા માટે નવી પેઢીને અમે નશાથી બચાવવા માટે આંદોલન કરવું પડશે અને તેના માટે 3 ડીસેમ્બર 2020ના રોજ લખનઉના ગાંધી ભવન સભાગારમાં સવારે 11:00 વાગ્યાથી એક નશા મુક્ત સમાજ બનાવવાનું આંદોલન શરુ કરવાનો નિર્ણય લીધો છે.

3 ડીસેમ્બર 2020ના રોજ એક હજાર નવયુવાન આ સંકલ્પ લેશે કે અમે કોઈ પણ પ્રકારનો નશો અમારા જીવનમાં નહિ કરીએ અને અમારા મિત્રો અને સંબંધીઓને નશાથી દુર રાખવાનું કામ કરીશું. આ એક હજાર નવયુવક દર મહીને એક એક બીજા યુવકને તેમની સાથે જોડશે અને તેમને પણ સંકલ્પ કરાવશે કે તે તેના જીવનમાં કોઈ પણ પ્રકારનો નશો નહિ કરે. તેના માટે અમે નિર્ણય કર્યો છે કે સંકલ્પ લેતી વખતે અમે 100 રૂપિયા સંકલ્પ ફી જમા કરાવીશું. જેથી અમે આંદોલનને દેશવ્યાપી બનાવી શકીએ. અને થોડા વર્ષોમાં અમે લોકોને નશો છોડવા માટે વિચાર કરવા ઉપર મજબુર કરી દઈશું તે અમારો સંકલ્પ છે.

અમે તમારી મદદ ઇચ્છીએ છીએ આપણે જાણીએ છીએ કે ઘણા બધા કુટુંબો નશાના કારણે નાશ થઇ ગયા છે, લોકો બરબાદ થઇ ગયા છે. લોકોના જીવ જતા રહ્યા છે, લોકોના ઘર તૂટી ગયા છે. બાળકો નિરાધાર થઇ ગયા છે. અનાથ થઇ ગયા છે. સ્થિતિ ઘણી ખરાબ છે, સરકાર નશાબંધીના કાયદા ભલે લઇ આવ્યા પરંતુ જ્યાં સુધી પીવા વાળા લોકો રહેશે, નશો કરવા વાળા લોકો રહેશે, તો છાનામાના કાળાબજારમાં પણ નશો કરતા રહેશે. જ્યાં સુધી સમાજ તેના માટે તૈયાર નહિ થાય ત્યાં સુધી નશા મુક્ત સમાજ નહિ બની શકે, નશામુક્ત ભારત નહિ બની શકે, એટલા માટે આ આંદોલનમાં અમારી સાથે જોડાવ.

મારી હાથ જોડી વિનંતી છે કે મારા દીકરા આકાશ કિશોરને નશાના કારણે કમળો થઇ ગયો. જેના કારણે લીવર ખરાબ થઇ ગયું જેના કારણે તેનું મૃત્યુ થઇ ગયુ. તેને 2 વર્ષનું બાળક પિતા વગરનું થઇ ગયું, તેની પત્ની સૌભાગ્યવતી માંથી વિધવા થઇ ગઈ, અમે લોકોએ અમારો દીકરો ગુમાવ્યો અને મિત્રોએ તેનો મિત્ર ગુમાવ્યો તેની પ્રતિભા એક ઘણી મિલનસર હતી. હવે બીજા કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ભાઈ નશાને કારણે ન મરે એટલા માટે આ આંદોલનમાં નશા મુક્ત સમાજ બનાવવામાં તમે અમારી મદદ કરવાનું કષ્ટ લેશો.

તમારો શુભચિંતક કૌશલ કિશોર સાંસદ.