પ્રેમી જોડાના ઘરવાળા રાજી નહોતા, પોલીસે જાતે જ પોલીસ સ્ટેશનમાં કરાવી દીધા લગ્ન

0
366

8 વર્ષનો પ્રેમ લખનઉના મહિલા પોલીસ સ્ટેશન પર પરવાને ચઢ્યો અને સોમવારે મોડી રાત્રે યુવક-યુવતીએ એક બીજાને વરમાળા પહેરાવી દીધી. એ પછી પોલીસ સ્ટેશનમાંથી છોકરી પોતાના સાસરે જતી રહી. પરિવારજનોની ભૂમિકા ઇન્સ્પેકટર અને અન્ય પોલીસ કર્મચારીઓએ ભજવી.

મહિલા પોલીસ સ્ટેશનની ઇન્સ્પેકટર શારદા ચૌધરીના જણાવ્યા અનુસાર, જુના મહાનગરની રહેવાસી કિરણ કનૌજિયાની દોસ્તી બાલાગંજમાં રહેવાસી મનીષ સાથે 8 વર્ષ પહેલા થઈ હતી. મનીષ એક ખાનગી કંપનીમાં કામ કરે છે.

મનીષનું મોસાળ જુના મહાનગરમાં કિરણની પાડોશમાં જ છે. ત્યાંજ બંનેની દોસ્તી થઈ હતી. કિરણના ઘરવાળા તેમના લગ્ન માટે તૈયાર ન હતા.

તેના પર બંને જણાએ પરિવારથી છુટા પડીને લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. આ વાતની જાણકારી કિરણના પરિવારજનોને મળવા પર તે મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ કરી.

સોમવારે મનીષના પરિવારવાળા પોલીસ કમિશનર સુજીત પાંડેયને મળવા કેમ્પ કાર્યાલય સપ્રુ માર્ગ પહોંચ્યા. પોલીસે પ્રેમી જોડાના પુખ્ત વયના હોવાના દરેક પ્રમાણપત્ર જોયા અને બંનેના પરિવારને બોલાવીને વાતચીત કર્યા પછી બંનેના લગ્ન કરાવી દીધા. અને બંને જણાએ પોતાના જીવનના મહત્વના ચરણની શરૂઆત કરી.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.