પરણેલી સ્ત્રીઓ ઘરમાં એકલી હોય ત્યારે કરે છે આ કામ, પુરુષો જરૂર વાંચે.

0
1894

લગ્ન પછી એક મહિલા ઉપર ઘણી બધી જવાબદારીઓનું દબાણ આવી જાય છે. તેમ છતાં તે પોતાના જીવનમાં એટલી વધુ વ્યસ્ત થઇ જાય છે કે ઈચ્છા મુજબ કોઈ વસ્તુ કરી શકતી નથી. અને ઉપરથી સાસરિયા વાળા પોતાની વહુઓને ઘણા બંધનમાં પણ રાખે છે. લગ્ન પછી તે એવો આનંદ નથી કરી શકતી જેવો લગ્ન પહેલા પોતાના પિયરમાં કરતી હોય છે.

અહિયાં તેને રોકવા ટોકવા વાળા ઘણા હોય છે, આ સ્થિતિમાં જયારે મહિલાને એવી તક મળે છે, જયારે તે ઘરમાં એકલી હોય છે, તો તે પોતાના દરેક શોખ છાનામાના પુરા કરી લે છે. તે વખતે તમે ક્યારેય વિચાર્યું છે કે એક પરણિત મહિલા જયારે ઘરમાં એકલી રહે છે. તો શું શું કરે છે? આવો જાણીએ.

આરામ અને ઊંઘવું :-

હંમેશા પરણિત મહિલાઓને સવારે ઉઠવાથી લઈને રાત થવા સુધી કામમાં વ્યસ્ત રહેવું પડે છે. તેની ઉપર એક સાથે ઘણી જવાબદારીઓનું દબાણ હોય છે. તેથી જયારે તે ઘરમાં એકલી હોય છે, તો તેનો લાભ ઉઠાવીને ઘણો આરામ કરે છે અને આનંદથી જેટલી ઈચ્છા હોય ઊંઘ પણ લઇ લે છે.

બ્યુટી ટ્રીટમેન્ટ :-

મહિલાઓ ઘરમાં ખાલી બેઠી હોય, તો તેને પોતાની સુંદરતા વધારવાનું ગમે છે. એટલા માટે તે ઘરમાં ઘરેલું ઉપચાર જેવી કે મુલતાની માટી, માથા અને હાથ પગમાં મહેંદી વગેરે વસ્તુ લગાવે છે. ઘણી મહિલાઓ તે વખતે બ્યુટી પાર્લર જવાનું પણ પસંદ કરે છે. રોજ વ્યસ્ત દિવસોમાં મહિલાઓને પોતાના શરીર ઉપર ધ્યાન આપવાનો સમય મળતો નથી.

ફોન ઉપરણ કલાકો વાત :

એ વાત કોઈનાથી છુપાઈ નથી કે મહિલાઓને વાતો કરવાનો ઘણો વધુ શોખ હોય છે. જયારે ઘરમાં બધા હોય છે તો તે કોઈપણ સાથે વાતચીત પણ કરી શકતી નથી. આ સ્થિતિમાં તે પોતાના મિત્રો અને સંબંધિઓ સાથે ફોન ઉપર કેટલાય કલાક વાતો કરતી રહે છે.

નવા કપડા પહેરવા :

જયારે ઘરમાં કોઈ નથી હોતું તો મહિલાઓ નવા અને મોર્ડન કપડા પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને જે ઘરમાં મહિલાઓને સલવાર સુટ કે જીન્સ નથી પહેરવા દેતા તે મહિલાઓ ઘરમાં એકલી હોય છે તો આ વસ્તુ પહેરે છે.

મિત્રો સાથે પાર્ટી :

પરણિત મહિલા જયારે ઘરમાં એકલી હોય છે, તો તેને પોતાના મિત્રોને ઘરે બોલાવી સંપૂર્ણ આઝાદી સાથે પાર્ટી કરવાની તક મળી જાય છે. બીજા દિવસોમાં સાસુ સસરાને લઈને તે વધુ લોકોને બોલાવી શકતી નથી અને તેની સામે મુક્ત રીતે એન્જોય પણ નથી કરી શકતી. એટલા માટે ઘરમાં એકલી હોય ત્યારે પાર્ટી કરવાનો ઉત્તમ સમય હોય છે.

ડાંસ :

ઘણી મહિલાઓને ડાંસ કરવાનો ઘણો શોખ હોય છે, પરંતુ લગ્ન પછી સાસરિયામાં વધુ મુક્ત રીતે ડાંસ નથી કરી શકતી. એટલે જયારે ઘરે કોઈ નથી હોતું તો તે ડાંસ મસ્તી કરી મુક્ત એન્જોય કરે છે. તે દરમિયાન તે ગીતનો અવાજ પણ ફૂલ કરી શકે છે. ઘણી મહિલાઓ તો પોતાનો વિડીયો પણ બનાવી લે છે. આમ પણ હાલમાં ચર્ચાઓ ઘણી થતી જોવા મળે છે, તો ઘણી મહિલાઓ ઘરમાં એકલી હોય ત્યારે તેના માટે પણ વિડીયો બનાવે છે.

મનપસંદ ખાવાનું :

મહિલાઓ ઘરમાં એકલી હોય છે, તો પોતાનું મનપસંદ ખાવાનું બનાવીને ઘણું ખાતી પીતી હોય છે. ચાલુ દિવસે તેને બધાની પસંદનું ધ્યાન રાખવું પડે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.