આ મંદિરમાં લકવાના દર્દી આવે છે બીજા ના સહારે પણ જાય છે પોતાના દમ પર

0
2724

મિત્રો, આપણા ભારતની ધરતી પર આવેલા મંદિરો પોતાના રહસ્ય અને ચમત્કારો માટે જાણીતા છે. અને આજે અમે એમાંથી એક મંદિર વિષેની જાણકારી લઈને આવ્યા છીએ. આવો જાણીએ કે ત્યાંના સ્થાનિક લોકો એના વિષે શું કહે છે.

રાજસ્થાનની ધરતી પર એવું મંદિર પણ છે, જ્યાં દેવી દેવતાના માત્ર આશીર્વાદ જ નથી મળતા, પણ લકવાના રોગીને એમના રોગથી મુક્તિ પણ મળે છે. આ મંદિરમાં દૂર દૂરથી લકવાના રોગીઓ બીજાના સહારે આવે છે, પણ જાય છે ખુદના સહારે. કળિયુગમાં આવા ચમત્કારને નમન છે. અહીં વિજ્ઞાન ફેલ થઇ જાય છે અને ચમત્કાર રંગ લાવે છે, એટલે ઈશ્વરમાં આસ્થા હજુ વધી જાય છે.

રાજસ્થાનમાં નાગૌરથી ચાલીસ કિલોમીટર દૂર અજમેર – નાગૌર રોડ પર કુચેરા પાસે બૂટાટી ધામ છે, જેને ચતુરદાસજી મહારાજના મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ ધામ પ્રસિદ્ધ છે લકવાથી પીડિત વ્યક્તિઓનો ઈલાજ કરવા માટે.

પ્રદક્ષિણા અને હવન કુંડની ભસ્મ છે દવા :

આ મંદિરમાં બીમારીનો ઈલાજ ન તો કોઈ પંડિત કરે છે, અને ન તો કોઈ વૈદ કે હકિમ. બસ અહીં તમારે સાત દિવસ માટે દર્દી સાથે આવવું પડે છે, અને 7 દિવસ સુધી મંદિરની પ્રદક્ષિણા કરવાની રહે છે. ત્યારબાદ હવનકુંડની ભસ્મ લગાવવાની હોય છે. આટલું કરવાથી ધીરે ધીરે લકવાની બીમારી દૂર થવા લાગે છે, હાથ પગ હલવા લાગે છે, અને જે લોકો લકવાને કારણે બોલી નથી શકતા તે ધીમે ધીમે બોલવાનું શરુ કરી દે છે.

કેવી રીતે થાય છે ચમત્કાર :

કહેવામાં આવે છે કે 500 વર્ષ પહેલા અહીં એક મહાન સંત થયા હતા જેમનું નામ હતું ચતુરદાસજી મહારાજ. એમણે ઘોર તપસ્યા કરી અને રોગોથી મુક્ત કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. આજે પણ એમની શક્તિ જ એમના માનવતાના કામમાં સાથ આપે છે. જે એમની સમાધિની પ્રદક્ષિણા કરે છે તે લકવામાં રાહત મેળવે છે.

રહેવા અને ખાવાની વ્યવસ્થા : આ મંદિરમાં ઈલાજ કરાવવા આવેલા દર્દીઓ અને એમના પરિવારના સભ્યોના રોકાવા અને ખાવાની વ્યવસ્થા મંદિર મફતમાં કરે છે.

દાનમાં આવે છે વ્યવસ્થાના રૂપિયા :

મંદિરની આ જ કીર્તિ અને મહિમા જોઈને ભક્તો દાન કરે છે અને આ પૈસા જન સેવામાં જ વાપરવામાં આવે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.