જોક્સ 1 :
પરણેલા પુરુષોનું જીવન સરકારી બસ જેવું હોય છે,
આખો દિવસ ક્યાંય પણ ફરો,
પણ રાત્રે ડેપોમાં જમા થવું જ પડે છે.
જોક્સ 2 :
પત્ની : હું રોજ પૂજા કરું છું,
એક દિવસ શ્રીકૃષ્ણના દર્શન થઇ જાય તો મોક્ષ મળી જાય.
પતિ : એકવાર મીરાબાઈ બનીને ઝેર પી લે,
શ્રીકૃષ્ણ શું બધા ભગવાનના દર્શન થઈ જશે.
હવે પતિ હોસ્પિટલમાં બેઠો બેઠો જલ્દી પોતાના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરે છે.
જોક્સ 3 :
દીકરો : પપ્પા આ સાઢુ ભાઈ કયો સંબંધ હોય છે?
પપ્પા : જયારે બે અજાણ્યા વ્યક્તિને એક જ કંપની દ્વારા ઠગવામાં આવે,
તો તે એકબીજાના સાઢુ ભાઈ કહેવાય છે.
જોક્સ 4 :
ડોક્ટર : તમને શું બીમારી છે?
દર્દી : પહેલા તમે વચન આપો કે તમે હસસો નહિ.
ડોક્ટર : Ok હવે કહો શું બીમારી છે?
દર્દીએ ડોક્ટરને પોતાના શેરડી જેવા પાતળા પગ દેખાડ્યા,
આ જોઈને ડોક્ટર હસી પડ્યો.
દર્દી : તમે ના હસવાનું વચન આપ્યું હતું.
ડોક્ટર : અચ્છા સોરી, હવે જણાવો બીમારી શું છે?
દર્દી : પગમાં સોજા આવી ગયા છે.
ડોક્ટર : તમે અહીં હસાવવા માટે જ આવ્યા છો.
જોક્સ 5 :
ભારતમાં જો રસ્તા પરથી જાન જઈ રહી હોય,
અને સામેથી બસ અથવા કાર આવી જાય,
તો જાનમાંથી 15 લોકો તરત ટ્રાફિક પોલીસની ભૂમિકામાં આવી જાય છે.
અને તે એવા લોકો હોય છે, જે પોતે કયારેય ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.
જોક્સ 6 :
પતિ તે પ્રાણી છે જે ભૂતપ્રેતથી ભલે ન ડરે,
પણ પત્નીના ‘4 missed call’ ખોફ પેદા કરવા માટે પૂરતા છે.
જોક્સ 7 :
ડોક્ટર : તમારું વજન ઘણું વધી રહ્યું છે,
તમારે ભોજન પર થોડું ધ્યાન આપવું પડશે.
દર્દી : ડો. સાહેબ, ફક્ત ભોજન પર ધ્યાન આપવાને કારણે જ તો આ હાલત થઈ છે.
હવે તમે ગમે એટલો ફોર્સ કેમ ન કરો, હું તેના પર ધ્યાન નહિ આપું.
હવે ડોક્ટરને ક્લિનિક બંધ કરવાના વિચાર આવે છે.
જોક્સ 8 :
કેટલી વિચિત્ર છે આ દુનિયા,
જ્યાં મહિલાઓ બીજી મહિલાઓની ચુગલી કરતા નથી થાકતી,
અને પુરુષો બીજી મહિલાઓની પ્રશંસા કરતા નથી થાકતા.
પુરુષ ખરેખર મહાન છે.
જોક્સ 9 :
પપ્પુ પોતાની પ્રેમિકાને કહે છે,
તારી યાદોને ભૂલવા માટે દિલ પર રાખ્યા હતા જે પથ્થર,
તે સરકીને કિડનીમાં જઈને પથરી બની ગયા છે.
હવે પહેલા કરતા વધારે દુઃખાવો થાય છે.
જોક્સ 10 :
સાંજનો સત્સંગ સમાપ્ત કરીને ઘર તરફ પ્રસ્થાન કરી રહેલા સુખકારી બાબાને છગને પ્રણામ કર્યા અને કહ્યું,
છગન : સ્વામીજી પાય લાગુ.
સુખકારી બાબા (આશીર્વાદ આપતા) : સુખી રહો.
છગન : સ્વામીજી મારે એક પ્રાયશ્ચિત કરવું છે.
સુખકારીબાબા : બોલ વત્સ, શેનું પ્રાયશ્ચિત કરવું છે? નિર્ભય થઈને વાત કર.
છગન : આજે બપોરે મેં ચાર ડઝન હાફૂસ કેરીના કરંડિયાની ચોરી કરી છે.
સુખકારીબાબા : હરિ હરિ, હરિ હરિ હવે શું કરવા માંગે છે?
છગન : હું એ કરંડિયા આપને આપવા માંગુ છું.
સુખકારીબાબા : હરિ હરિ, હરિ હરિ, મને એ બિલકુલ ના ખપે. એમ કર જેના છે એને પાછા આપી દે.
છગન : મેં કોશિશ કરી પણ એમણે લેવાની ના પાડી.
સુખકારીબાબા : જો એમજ હોય તો તારું પ્રાયશ્ચિત થઈ ગયું સમજ. હવે તું જ ખાઈને મજા કર.
છગન : જેવી આજ્ઞા બાબાજી.
બાબા જયારે ઘરે પહોંચ્યા ત્યારે તેમના પત્ની બારણાં પાસે રાહ જોઈને ઉભા હતા.
બાબાની પત્ની : સ્વામી આજે બપોરે હું વામકુક્ષી કરતી હતી ત્યારે ખૂણામાં પડેલો કેરીનો કરંડિયા કોઈ ચોરી ગયું.
બાબા બેભાન થઈ ગયા.
જોક્સ 11 :
ડોક્ટર : ચશ્મા કોના માટે બનાવવાના છે?
પપ્પુ : ટીચર માટે.
ડોક્ટર : પણ કેમ?
પપ્પુ : કારણ કે હું તેમને હંમેશા ગધેડો જ દેખાઉં છું.
જોક્સ 12 :
પપ્પુ : તમારી પત્ની દેખાઈ રહી નથી.
બોસ : હું તેને પાર્ટીમાં લાવતો નથી.
પપ્પુ : કેમ સર?
બોસ : તે ગામની છે એટલે.
પપ્પુ : ઓહ, માફ કરજો સર, મને લાગ્યું કે તે ફક્ત તમારી છે.
બોસ બેભાન.