ચોખાના પાપડ બનાવવાની સરળ રીત, આ રીતથી બનાવેલા પાપડ ફાટશે જ નહિ

0
7009

પાપડ દરેક ઘરમાં વપરાતી વસ્તુ છે. ઘણા બધા લોકો જમવાની સાથે પાપડ ખાવાનું પસંદ કરે છે. અને ગુજરાતના લોકોને પાપડ ઘણા વધારે પ્રિય હોય છે. સીઝન આવતા સોસાયટી, મહોલ્લાની મહિલાઓ ભેગી થઈને પાપડ, પાપડી, વેફર, ચકરી વગેરે બનાવવાનું શરુ કરી દે છે. તેઓ લાંબો સમય ચાલે એટલી ક્વોન્ટીટીમાં આ બધી વસ્તુ બનાવે છે.

અને આજે અમે તમારા માટે પાપડ બનાવવાની રેસિપી લઈને આવ્યા છે. જે એકદમ સરળ છે. આ રીતે બનાવેલા પાપડ ખાવામાં ઘણા સ્વાદિષ્ટ હોય છે. તો આવો તમને જણાવીએ કે કઈ રીતે બનાવવા પાપડ.

મિત્રો ઘણા લોકોની ફરિયાદ હોય છે કે જયારે તેઓ પાપડ બનાવે છે ત્યારે તેમના પાપડ વણતા સમયે તો બરાબર હોય છે. પણ જયારે તેને સુકવામાં આવે ત્યારે ઘણા બધા પાપડ ફાટી જાય છે. પણ જો તમે નીચે જણાવેલી રીતથી પાપડ બનાવશો તો તમને એવી કોઈ સમસ્યા નહિ રહે.

પાપડ માટે જરૂરી સામગ્રી :

ચોખા

મીઠું (સ્વાદ અનુસાર)

હિંગ

તેલ (પાપડ વણતા સમયે અને કૂકરમાં લગાવવા માટે જરૂરિયાત અનુસાર)

જીરું

પાપડનો ખાર

ફટકડી

બનાવવાની રીત:

પાપડ બનાવવા માટે તમારે સૌથી પહેલા ચોખા લેવાના છે. આ ચોખાને સારી રીતે સાફ કરી દો. હવે તેને ૨ થી ૩ વાર પાણીથી સારી રીતે ધોઈ લો. અને તમારે આ ધોયેલા ચોખાને એક આખા દિવસ માટે પાણીમાં પલાળીને રાખવાના છે. બીજા દિવસે તેમાંથી પાણી કાઢીને તેને નીતારી લો. હવે ચોખાને કોરા કરીને તેને દળી લો. અને તેને પાપડ બનાવવા માટે તૈયાર કરી લો.

ત્યારબાદ તૈયાર કરવાનો છે પાપડ વણવા માટેનો લોટ. એના માટે એક મોટા વાસણમાં જીરું, મીઠું, પાપડ ખાર, હિંગ અને ફટકડી નાખીને તેમાં તૈયાર કરેલો લોટ ઉમેરો. હવે જરૂરીયાત મુજબ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જવું. આ રીતે એક ઘટ્ટ મિશ્રણ તૈયાર થશે.

એ તૈયાર થઇ ગયા પછી એને બાફવાનો છે. એના માટે એક કુકરમાં તેલ લગાવો અને આ તૈયાર કરેલા ઘટ્ટ મિશ્રણને એ કુકરમાં નાખો. તેની ત્રણ સીટી વાગવા દો. ત્રણ સીટી પછી ગેસ ધીમો કરી તેને થોડી વાર ધીમા તાપે એમજ ચડવા દો.

સારી રીતે ચડી ગયા પછી તેને બહાર કાઢી લો. હવે તેના નાના નાના લુવા પાડીને નાના નાના પાપડ વણી લો. ત્યારબાદ તેને 2-3 દિવસ સુધી તડકામાં સુકવો. હવે તમારા પાપડ તૈયાર છે. તમે એની પર ચાટ મસાલો નાખીને પણ ખાઈ શકો છો. અમે પાપડ નાના બનાવવાનું એટલા માટે કીધું કારણ કે તેને જયારે તળવામાં આવે છે ત્યારે તે ફૂલીને મોટા થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.