પાનના આ ઉપાય ધનવાન બનવાની ઈચ્છા કરશે પૂર્ણ, ગણેશજી બધા વિઘ્નો કરશે દૂર.

0
723

જો કોઈ દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે, તો તેમની પૂજામાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, સનાતન પરંપરામાં દેવી દેવતાઓના શૃંગાર, ભોગ વગેરે માટે ઘણા પ્રકારની વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે, એવું જણાવવામાં આવે છે કે આ વસ્તુના ઉપયોગથી આપણા જીવનની સમસ્યાઓ દુર થઇ શકે છે અને આપણી પૂજા પૂર્ણ થાય છે, તે બધી વસ્તુઓમાંથી ભગવાનની પૂજામાં પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તમે લોકોએ જોયું હશે કે કોઈ પણ શુભ કાર્ય કે પૂજા પાઠમાં પાનના પાંદડાનો ઉપયોગ થાય છે.

પાનના પાંદડા તમારી પૂજાને માત્ર સફળ જ નથી કરતા પરંતુ તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓને દુર કરીને તમારી ઇચ્છાઓની પુરતી કરી શકે છે, જો પાનના થોડા ઉપાય કરવામાં આવે તો તેનાથી વ્યક્તિનું નસીબ પણ ઉજ્વળ થઇ શકે છે, આજે અમે તમને પાનના પાંદડા સાથે જોડાયેલા થોડા ઉપાય જણાવવાના છીએ. જો તમે આ ચમત્કારીક ઉપાય કરો છો, તો તેનાથી તમારા જીવનની ઘણી બધી અડચણો દુર થશે.

આવો જાણીએ પાનના આ ઉપાયો વિષે :-

જેમ કે તમે લોકો જાણો છો કે ભગવાન ગણેશજીને જીવનમાં તમામ અડચણો દુર કરવા વાળા માનવામાં આવે છે, ભગવાન ગણેશજીની પૂજામાં પાનનો ઉપયોગ તમામ પ્રકારની સિદ્ધી પૂરી પાડવા વાળા માનવામાં આવે છે, જો તમને તમારા પ્રયાસ કરવા છતાંપણ સફળતા પ્રાપ્ત થતી નથી, તો તમે બુધવારના દિવસે ભગવાન ગણેશજીના મંદિરે જઈને પાનના પાંદડા સાથે સોપારી અને ઈલાયચી અર્પણ કરો, આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ અડચણો દુર થશે અને તમારા તમામ કાર્યો પુરા થશે, લગ્નજીવનમાં પણ મીઠાશ આવે છે.

હંમેશા જોવામાં આવે છે કે ઘર પરિવારમાં કોઈને કોઈ વાતને લઈને તનાવ જળવાયેલો રહે છે કે પછી ઘર પરિવારના લોકોના મન કોઈપણ કામમાં લાગતું નથી, ઘર પરિવારના લોકો કોઈને કોઈ બીમારીથી પીડિત રહે છે, જો એવી તકલીફો તમારા જીવનમાં પણ ચાલી રહી છે, તો તમે પાનના ઉપાય જરૂર કરો, તેની તમને તરત અસર જોવા જોવા મળશે.

તેના માટે તમે તમારા ઘરની સાફ સફાઈ સાથે પ્રવેશ દ્વારને શુદ્ધ જળથી પવિત્ર કરી દો અને તેની પાસે લીલા પાંદડા, રોલી વગેરેથી પૂજા કરીને ટીંગાડી દો, તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દુર થશે અને ધનમાં પણ વધારો થાય છે, પરંતુ તમારે એ વાતનું ધ્યાન આપવાનું રહેશે કે પાનના આ પાંદડા સુકાયા પછી તમે તેના સ્થાન ઉપર ટીંગાડી દો, સુકાયેલા પાનના પાંદડાને લટકતા રહેવા દો.

જો ઘર પરિવારમાં કોઈની ઉપર નજર લાગી જાય છે, તો તેને કારણે જ સુખ સમૃદ્ધીમાં ખામી આવવા લાગે છે અને તમારા ઘર ઉપર પણ નકારાત્મક ઉર્જાની અસર વધુ થવા લાગે છે, એવી સ્થિતિમાં પાનના પાંદડા નજર દોષમાંથી છુટકારો અપાવી શકે છે, તમે તમારા ઘરના વડીલો કે પછી નજર લાગેલા વ્યક્તિને પાનમાં ગુલાબ સાથે પાંખડીઓ મુકીને ખવરાવી દો. તેનાથી નજર દોષ દુર થાય છે.

संकट कटै मिटै सब पीरा, जो सुमिरै हनुमत बलवीरा, હનુમાનજીની આ ચોપાઈનું સ્મરણ કરીને મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીને મીઠા પાન અર્પણ કરો, તેનાથી તમારા જીવનની તમામ અડચણો દુર થશે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધી આવશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.