ચોમાસામાં આ રીતે ગરમા ગરમ સ્વાદિષ્ટ પનીર પરોઠા બનાવીને સહ પરિવાર એના સ્વાદની મજા માણો, જાણો રેસિપી

0
909

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ વિશેષ લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે અવારનવાર નવી નવી વાનગીઓ બનાવવા માટે રેસિપી લાવતા રહીએ છીએ. અને તમારા તરફથી એના પર સારો પ્રતિભાવ મળતા અમને પણ બીજી રેસિપીઓ વિષે તમને જણાવવાનું મન થતું રહે છે. અને આજે અમે તમારા માટે એક નવી રેસિપી લઈને આવ્યા છીએ, અને એ છે પનીર પરોઠા.

આલુ પરોઠા તો તમે બધા બનાવીને ખાતા જ હશો. તો હવે પનીર પરોઠા બનાવીને એકવાર ટેસ્ટ કરો, તમારું દિલ આવી જશે એના પર. પનીર પરોઠા ઘણા સ્વાદિષ્ટ હોય છે, અને ખાવાના શોખીનોને તો એ ખાવાની મજા પડી જશે. આ પનીર પરોઠા બનાવવામાં ખુબજ સરળ છે. અને ખાસ કરીને તમારા બાળકોને આ પરોઠા ખુબજ પસંદ આવશે. તમે એમને નાશ્તામાં કે પછી બપોરે જમાવામાં પણ આ સ્વાદિષ્ટ પનીર પરોઠા આપી શકો છો. પનીર પરોઠા તમે લીલી ચટણી, કેચઅપ તેમજ સબ્જી સાથે ખાઈ શકો છો. તો આવો જાણીએ એને બનાવવાની રેસિપી.

પનીર પરોઠા બનાવવા માટે જરૂરી સામગ્રી :

પનીર 3થી 4 ચમચા,

લોટ 2 કપ,

બટેટા બાફેલા 2,

તેલ તળવા માટે,

આદુ લસણની પેસ્ટ એક ચમચી,

ધાણા જીરૂ,

લીલુ મરચુ જીણુ સમારેલુ,

હળદર,

લાલ મરચુ,

મીઠું સ્વાદ અનુસાર.

પનીર પરોઠા બનાવવાની રીત :

પનીર પરોઠા બનાવવા માટે સૌથી પહેલા તો લોટને મોણ નાંખી બાંધી દો. ત્યારબાદ એક બાઉલ લઈને એમાં પનીર, બાફેલા બટેટા, લીલુ મરચુ (જીણુ સમારેલુ), લાલ મરચુ, ધાણા જીરૂ, હળદર, આદુ લસણની પેસ્ટ એક ચમચી, અને સ્વાદ અનુસાર મીઠું નાખીને માવો તૈયાર કરો. ત્યારબાદ તમે પોતાની મરજી અનુસારની સાઈઝના પરોઠા બનાવવા જેટલો લોટ લઈને પરોઠા વણો. એમાં પુરણ ભરો એને તળીને પરોઠા તૈયાર કરો. વરસાદની સીઝનમાં પનીર પરોઠા ખાવાની ખુબજ મજા આવે છે.

એકવાર આ રીતે પનીર પરોઠા બનાવીને ટ્રાય કરજો. આનો સ્વાદ તમારા ઘરના લોકોને જરૂર પસંદ આવશે. અને તેઓ તમારા વખાણ પણ કરશે. અને આમ પણ એક જ પ્રકારના પરોઠા ખાઈને તેઓ પણ બોર થઈ ગયા હશે, એટલે એમને નવી વેરાયટી ઘણી પસંદ આવશે. તો આજે જ ટ્રાય કરો પનીર પરોઠા.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.