ઘરે પાણીપુરીના સ્વાદની મજા લેતા લોકો માટે પાણીપુરીનો રગડો બનાવવાની સરળ રીત.

0
3739

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. પાણીપુરી તો ઘણા બધા લોકોને ભાવતી વાનગી છે. પણ બહાર મળતી પાણીપુરી કેટલી અશુદ્ધ હોય છે એ કોઈને જણાવવાની જરૂર નથી. એટલા માટે આજે અમે તમારા માટે ઘરે જ પાણીપુરીનો રગડો બનાવવાની સરળ રીત લઈને આવ્યા છીએ.

રાગડા વાળી પાણી પુરી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતી હોય છે. અને રગડો ગરમ ગરમ સર્વ થાય છે એટલે એ પાણી પુરી ખાવાનું ખુબ જ મજા આવે છે. અને એ રગડો ઘરે કેવી રીતે બનાવવો તે અમે તમને જણાવીશું. અને આ રેસીપીમાં ચણા-બટાકા અને રગડો બન્ને પ્રિફર કરતા હોય, તો ચણા અને વટાણાને બંને સાથે કેવી રીતે બાફવા એ પણ અમે જણાવવાના છીએ. તો ચાલો આને શરૂ કરીયે.

જરૂરી સામગ્રી :

1 કપ બાફેલા સફેદ વટાણા

2 કપ બાફેલા અને છૂંદેલા બટાકા

1 મોટી ચમચી લાલ ચટણી

1 મોટી ચમચી લીલી ચટણી

1/2 મોટી ચમચી પાણી પુરી મસાલો

1 નાની ચમચી કાળું મીઠું

1 નાની ચમચી હળદર પાવડર

તાજા ધાણાનાં પાંદડા

સ્વાદ અનુસાર મીઠું (સાદું)

બનાવવાની રીત :

સૌથી પહેલા તો ચણાને 4 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દેવાંના છે. અને 4 કલાક બાદ તેમાંનું પાણી છે તેને નીકાળી લેવાનું છે. હવે એક કુકર લઇને તેમાં ચણા એડ કરી દેવાના છે. અને એમાં 3 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. હવે એમાં થોડું મીઠું અને થોડો ખાવાનો સોડા એડ કરી એને મિક્ષ કરી લેવાનું છે.

સાથે સાથે સૂકા સફેદ વટાણાને પણ ગરમ પાણીમાં 4 કલાક માટે પલાળી દેવાના છે. અને 4 કલાક પછી એક સ્ટ્રેનરની ઉપર એક કોટનનું કપડું પાથરી દેવાનું છે. ત્યારબાદ જે વટાણા છે એને એડ કરી દેવાના છે. હવે એની ગાંઠ બાંધીને પોટલી જેવું બનાવી દેશું. આ રીતે વટાણા બાફવાથી વટાણા આખા રહેશે, અને તે બફાઈ પણ સરસ જશે. હવે જે કૂકરમાં ચણા એડ કરેલા તેની ઉપરજ તે પોટલી મૂકી દેવાની છે. ત્યારબાદ એને મીડીયમ ગેસ ઉપર 5 સીટી વગાડી લઈશું.

આ કામ પૂરું થયા પછી ગેસ ઉપર એક કઢાઈમાં બાફેલા બટાકા અને છૂંદેલા બટાકા લઇ લેવાના છે. અને હવે એમાં આપણે વટાણા અને ચણા એડ કરી દેવાના છે. ત્યારબાદ એમાં પાણી એડ કરવાનું છે, અને એને સરસ રીતે મિક્ષ કરી દેવાનું છે. હવે એમાં થોડી હળદર, મીઠું, સંચળ, પાણી પૂરીનો મસાલો, સ્વાદ પ્રમાણે લાલ પેસ્ટ, લીલી પેસ્ટ એડ કરી તેને સારી રીતે હલાવી દેવાનું છે.

મિત્રો, જો તમારે કોઈ એક પેસ્ટ એડ કરવી હોય તો કોઈ એક એડ કરી શકો છો. પણ જો આ બંને મિક્ષ કરશો તો રગડાનો ટેસ્ટ ખુબ જ સારો લાગશે. હવે ગેસને મીડીયમ રાખીને આને 4 થી 5 મિનિટ ગરમ થવા દેશું. આ રગડો ગરમ જ સર્વ થતો હોય છે. એટલે જયારે તે ઉકળવાનું શરુ થાય એટલે ગેસ બંધ કરી લેવાનો અને જયારે તમને સર્વ કરવાનું હોય ત્યારે સર્વ કરી શકો છો. ત્યારબાદ તે ઉકળવાનું શરુ થઇ જશે. હવે આમાં થોડી સમારેલી કોથમીર એડ કરી લેવાની છે. વટાણા છે એટલે ઠંડો થઇ જાય એટલે તે ઠીક થઇ જાય છે એટલે ગેસને બંધ કરી દેવાનું છે.

ત્યારબાદ આ રાગડાને એક બાઉલમાં કાઢી લેવાનો છે, અને તેની ઉપર ગાર્નીસિંગ કરવા માટે થોડી કોથમીર એડ કરી દેવાની છે. તમે જયારે પણ રગડાને સર્વ કરો ત્યારે એને ગરમ સર્વ કરવાનો છે. આ રીતે રગડો ટેસ્ટમાં ખુબજ સરસ લાગતો હોય છે. જયારે પણ સર્વ કરવો તેને ગરમ સર્વ કરવો ત્યારે તે ટેસ્ટી લાગે છે.

જુઓ વીડિઓ :