પ્રદુષણ રોકવા સુરેન્દ્રનગરના યુવાનોએ બનાવ્યું પાણીથી ચાલતું બાઈક, ફક્ત આટલા રૂપિયામા બની ગયું

0
3796

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અને મોંઘવારીથી સારી રીતે પરિચિત છો. અને દુનિયાના બીજા દેશોની જેમ આપણે ત્યાં પણ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ વધારે થઇ રહ્યો છે. અને આ વાહનો પ્રદુષણના પ્રમાણને વધારતા જ જઈ રહ્યા છે. જેને લીધે પર્યાવરણ અને મનુષ્ય બંનેને નુકશાન થઇ રહ્યું છે. એના વિકલ્પમાં ઇલેક્ટ્રિક વાહનો મળતા થયા છે, પણ ઊંચી કિંમત અને અન્ય પરિબળોને કારણે લોકો એને ખરીદતા અચકાય છે.

એવામાં આપણા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગરના યુવાનોએ એનો એક સરસ ઉકેલ શોધી કાઢ્યો છે. એમણે એક ઇકોફ્રેન્ડલી બાઈક તૈયાર કરી છે. એમણે એક એવી સિસ્ટમ તૈયાર કરી છે જેના વડે કોઈ પણ બાઈકને પાણી વડે ચલાવી શકાય છે. અને એના માટે ખર્ચ માત્ર 15,000 રૂપિયા થયો છે.

અમે જે યુવાનોની વાત કરી રહ્યા છીએ, તે સુરેન્દ્રનગરની સી. યુ. શાહ પોલિટેકનિકના વિદ્યાર્થીઓ છે. એમના નામ પટેલ સંજય, પટેલ સાગર, જોગલ દેવાયત અને મન્સુરી આમીર છે. અને એમણે પ્રોફેસર સી. એ. પટેલના માર્ગદર્શન હેઠળ આ બાઈક તૈયાર કર્યુ છે. આ યુવાનોએ સામાન્ય લોકો દ્વારા વપરાતા બાઇકને જ પાણીથી ચાલતા હાઇડ્રોજન બાઇકમાં ફેરવી નાખ્યું છે.

આવો હવે તમને આ બાઈકની ખાસિયત વિષે પણ જણાવી દઈએ. તો પાણીથી ચાલતી આ બાઇક એક લીટર પાણીથી 40 કિ.મી સુધી ચાલે છે. એટલે કે એની એવરેજ 40 કિલોમીટર પ્રતિ લીટર છે. આ બાઇક પાણીથી ચાલે છે, એટલે કોઈ પ્રકારનો હાનિકારક ધુમાડો નથી કાઢતું. એટલે કે આ એક ઇકોફ્રેન્ડલી બાઈક છે.

આ બાઇકની કાર્ય પદ્ધતિ પણ જાણી લો. પાણીથી ચાલતી બાઈક બનાવવા માટે સામાન્ય બાઇકમાં હાઇડ્રોજન કીટની બે પ્લેટો દ્વારા હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં આવે છે. જે હાઇડ્રોજન કીટમાં ઇલેક્ટ્રોલાઇસ પ્રોસેસ કરવામાં આવે છે. તેમાં એચટુઓના અણુઓને છુટા પાડી હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. જે ઇંધણ તરીકે બાઇકમાં ઉપયોગમાં લેવાય છે. આમ હાઇડ્રોજનનો સંગ્રહ કર્યા વગર જ બાઇક ચલાવી શકાતુ હોવાથી વાહનચાલક આગ લાગવાથી પણ સુરક્ષીત રહે છે.

ઇન્ટરનેટની પણ મદદ મળી :

આ યુવાનોને એમની આ સફળતા વિષે પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું કે, અમે ઇન્ટરનેટરમાં આ બાબતે બધી વિગતો વિષે સર્ચ કરી રહ્યા હતા એ દરમિયાન આ કોન્સેપ્ટ અમારા ધ્યાનમાં આવ્યો હતો. ત્યારબાદ અમે એના પર કામ કરવાની તૈયારી કરી. અને આ કામ અમે કોલેજના લેક્ચરરની મદદથી 5 મહિનાની મહેનત પછી પૂરું કર્યુ છે. અને અમને આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે 15 હજારનો ખર્ચે થયો છે. અને હવે આ બાઈક માત્ર સાદા પાણીની મદદથી જ 1 લીટરમાં 40 કિ.મી અંતર કાપે છે.

આ રીત આપણા દેશના યુવાનો શિક્ષણમાં પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરતા રહે તો, આપણને ફરીથી દુનિયાનો ઉત્તમ દેશ બનતા વાર નહિ લાગે. આશા રાખીએ કે આપણા યુવાનો આ રીતે જ પ્રગતિ કરતા રહે અને આવનાર પેઢીને ઉજવળ ભવિષ્ય આપે.