પાણીની ટાંકીઓ ઉપર સુતા હતા આ સુપરસ્ટાર, પોતે જણાવી પોતાની સંઘર્ષની સ્ટોરી

0
1530

કોઈ સફળ માણસ પાછળ માત્ર સંઘર્ષ અને મહેનત જ હોય છે. જેટલી વધુ તમે મહેનત અને સંઘર્ષ કરશો, એટલી જ વધુ તમને સફળતા મળશે. મિથુન ચક્રવર્તી એ પોતાના જીવનના સંઘર્ષને યાદ કરતા બધાને રડાવી દીધા. પરંતુ સંઘર્ષ પછી જે સફળતા તેમને મળી છે, તે કોઈનાથી છુપી ન હતી. મિથુન ચક્રવર્તી ભલે અત્યારે મોટા કલાકાર બની ગયા હોય, પરંતુ તે સ્થાન ઉપર પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. જેનું પરિણામ આજે સૌની સામે છે.

બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીએ હાલમાં જ ડાંસ પ્લસના કાર્યક્રમમાં પ્રવેશ કર્યો. તે દરમિયાન તેના કંટેસ્ટેન્ટની વાતો સાંભળીને પોતાની વાતો પણ રજુ કરી, જેને કારણે જ બધાની આંખો ભાવુક બની ગઈ. એટલું જ નહિ, બધાની આંખોમાં આંસુ આવવા લાગ્યા, અને દરેક વ્યક્તિ તેમના સંઘર્ષની સ્ટોરી સાંભળીને ભાવુક બની ગયા. ખાસ કરીને મિથુન ચક્રવર્તી ઘણા જ જમીન સાથે જોડાયેલા કલાકાર માનવામાં આવે છે, જેને કારણે જ તેમની ફેન ફોલોઈંગ પણ ઘણી વધુ છે. આમ તો હવે તેમણે પોતાને ફિલ્મોથી દુર કરી લીધા છે.

ટાંકી ઉપર સુઈ જતા હતા મિથુન ચક્રવર્તી :

ટેલીવિઝન ચેનલના માધ્યમથી મિથુન ચક્રવર્તીએ વીતેલા દિવસોને યાદ કરતા જણાવ્યું કે, જયારે તે પહેલી વખત મુંબઈ આવ્યા હતા, ત્યારે તેમની પાસે ન તો સુવા માટે છાપરું હતું અને ન તો ખાવા માટે પૈસા હતા. જેને કારણે જ તેમણે ઘણી તકલીફ ઉઠાવવી પડી હતી. તેમણે જણાવ્યું કે તેની પાસે ઘર ન હતું, તો તે લોકોના ધાબા ઉપર જઈણે ટાંકીની પાછળ સુઈ જતા હતા, જેથી સિક્યુરિટી ગાર્ડ તેણે જોઈ ન લે, અને ભગાડી ન દે. એટલે કે તે સુવા માટે ટાંકીનો સહારો લેતા હતા, જે સાંભળીણે બધાની આંખો ભીની થઈ ગઈ.

મને કામ મળતું ન હતું – મિથુન ચક્રવર્તી :

મિથુન ચક્રવર્તીએ આગળ જણાવ્યું કે, શરૂઆતના સમયમાં મને ઘણું જ વધુ રીજેક્શન મળ્યું. દરેક લોકો મને રીજેક્ટ કરી દેતા હતા, જેને કારણે જ એક વખત તો લાગી રહ્યું હતું કે, હવે મારું કાંઈ જ નહિ થઈ શકે. પરંતુ છતાં પણ મેં હાર ન માની અને ફરીથી રોજ ઓડીશન આપવા લાગ્યો, અને પછી ધાબાની ટાંકી ઉપર સુઈ જતો હતો. એટલે કે મિથુન ચક્રવર્તીને કામ ઘણી મુશ્કેલીથી મળ્યું હતું. પરંતુ એક વખત જયારે તેને કામ મળી ગયું, તો તેમણે પોતાની કારકિર્દીમાં પાછુ વાળીને જોયું નથી.

ડાંસની તાકાત ઉપર ઈન્ડસ્ટ્રી જીતી – મિથુન ચક્રવર્તી :

બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીએ આગળ જણાવ્યું કે, મને રીજેક્શન મારા રંગને કારણે જ મળ્યું હતું. કેમ કે તે સમયે કાળા ગોરાનો ખેલ ચાલી રહ્યો હતો. પરંતુ ત્યારે મેં નક્કી કર્યું કે, હું મારા ડાંસથી આ ઈન્ડસ્ટ્રીને જીતીશ અને પછી મેં મારું સંપૂર્ણ ધ્યાન ડાંસ ઉપર લગાવી દીધું. ત્યાર પછી હું તનતોડ મહેનતથી ડાંસ કરવા લાગ્યો, અને પછી સૌને મારો ડાન્સ પસંદ આવવા લાગ્યો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.