5 હજારમાં આ બિઝનેસ શરુ કરીને દર મહિને કમાઓ 50,000 રૂપિયાથી વધારે, ક્લિક કરી જાણો.

0
2367

નમસ્કાર મિત્રો, આજે અમે તમને પૂજામાં ઉપયોગમાં લેવાતા કપૂરના બિઝનેસ વિષે જણાવવાના છીએ. મિત્રો, તમે પણ ઓછું રોકાણ કરીને કપૂર બનાવવાનો બિઝનેસ શરુ કરી શકો છો. જણાવી દઈએ કે, આ બેઝનેસને શરુ કરવો ખુબ સરળ છે. સાથે જ આને તૈયાર કરવા અને એનું માર્કેટિંગ માટે વધારે પૈસાની જરૂર નથી પડતી.

તમે બધા સારી રીતે જાણો જ છો કે, ભારતીય સંસ્કૃતિમાં કપૂરનું ઘણું મહત્વ છે. આપણે ત્યાં પૂજા કરતી વખતે હંમેશા કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. અને અનેક આયુર્વેદીક દવાઓમાં પણ આનો ઉપયોગ થાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે, ભારતમાં જ નહિ વિદેશમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે.

મિત્રો, કપૂર એક ક્રીસ્તીલીયેર ઠોસ પધાર્થ છે. એમાંથી વિશેષ પ્રકારની સુગંધ આવે છે. અને તે કેમ્પલ નોલેન નામના ઝાડ માંથી મળે છે. કેમ્પલનું ઝાડ એશિયા મહાદીપમાં મુખ્ય ત્રણ જગ્યાએ જોવા મળે છે તે છે, ભારત, મંગોલિયા અને જાપાન દેશોમાં જોવા મળે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કપૂર બનાવવા માટેના કાચા માલ તરીકે કેમ્પલ પાઉડર વાપરવામાં આવે છે. તેને સામાન્ય રીતે કપૂર પાઉડર પણ કહેવામાં આવે છે. અને આ કેમ્પલ પાઉડરને કપૂર બનાવવા વાળા મશીન દ્વારા નાની ગોળી રૂપમાં ફેરવીને એને બજારમાં વેચવામાં આવે છે.

મિત્રો, કપૂર બનાવવાનું આ મશીન તમને મોટા શહેરના હોલસેલ માર્કેટમાં મળી જશે. તેમજ આને તમે ઓનલાઇન પણ ખરીદી શકો છો. અને તમે આનો કાચો માલ કોઈ પણ શહેરના હોલસેલ માર્કેટમાં મેળવી શકો છો. હમણાં તો તમે આને ઓનલાઇન પણ મંગાવી શકો છો. જણાવી દઈએ કે, કપૂર બનાવવા માટે પાવરથી ચાલવા વળી મશીન સારા હોય છે. આ મશીનની સૌથી ખાસ વાત એ હોય છે કે, આ મશીન ડાઇની મદદથી નાના મોટા આકારના કપૂર તૈયાર કરી શકાય છે. (કાચા માલથી લઇને વેચવા સુધીનું બધું રીસર્ચ જાતે અને પહેલા કરવું.)

જણાવી દઈએ કે, કપૂરની ગોળી બનાવવી ખુબ સરળ છે. એના માટે કપૂર બનાવવાના મશીનમાં કપૂરનો પાઉડર નાખવામાં આવે છે. આ મશીનમાં લાગેલ ડાઇની મદદથી કપૂરની ગોળી તૈયાર થાય છે. તમારે આ ગોળીને ખુબ સાવધાનીથી નાના પેકેટમાં પેક કરવાની હોય છે. આ રીતે તૈયાર થયેલ કપૂર માર્કેટમાં વેચવા માટે તૈયાર છે.

કપૂરના પેકેજીંગ પર ધ્યાન આપવાની જરૂર હોય છે. કારણ કે તે હવાના સંપર્કમાં આવે તો તે ઓગળી કે ગાયબ થઇ જાય છે. કપૂરનો મોટાભાગનો ઉપયોગ પૂજા દરમિયાન થાય છે, આથી એનું વેચાણ તહેવારોના સમયે વધી જાય છે. આનું સૌથી વધારે વેચાણ પૂજા સામગ્રીની દુકાન અને મંદિરની બહાર લાગેલ દુકાનમાં થાય છે. કપૂરને વેચવા માટે માર્કેટિંગની આવશ્યકતા નથી હોતી. તમે એને હોલસેલ માર્કેટમાં વેચી શકો છો, અને તમે ચાહો તો રિટેલ માર્કેટમાં પણ વેચી શકો છો.

મિત્રો, આ મશીનથી કપૂર બનાવની પ્રક્રિયા ખુબ સરળ હોય છે. અને આને કોઈ પણ બનાવી શકે છે. જ્યાંથી તમે મશીન ખરીદશો તે તમને જણાવી દેશે કે, કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. તમે કપૂર બનતા જોશો તો અમે એક વારમાં જ કપૂર બનાવતા શીખી જશો. અને ઘરની મહિલા પણ પોતાનું બધું કામ કર્યા પછી આ કામ કરી શકે છે.

આ બિઝનેશને શરુ કરવા માટે તમને 1000 સ્કવેર ફૂટ જગ્યાની જરૂર પડશે. તમને કપૂર બનાવવાનું મશીન 5000 રૂપિયાથી લઈને 3,00,000 સુધીની કિંમતનું મળે છે. આ મશીનની કિંમત તેની કેપિસિટી એટલે એક કલાકમાં કેટળા કપૂર બને છે તેના પર આધાર રાખે છે.

એક કલાકમાં જેટલું ઉત્પાદન વધારે કરે તેટલી તેની કિંમત વધારે, અને જેટલું ઓછું ઉત્પાદન કરે તેની કિંમત ઓછી હોય છે. તમે ચાહો તો ઓછી કિંમત વાળા મશીનથી પણ આ બિઝનેસ શરુ કરી શકો છો, અને તેના દ્વારા કમાણી કરીને મોટું મશીન લઇ શકો છો. અથવા બીજા મશીનો લગાવી પોતાનું ઉત્પાદન વધારી નફો કરી શકો છો.

જો આપણે આ બિઝનેસની આવક વિષે વાત કરીએ, તો તમે આમાં દર મહિને 50 થી 60 હજાર કમાઈ શકો છો. આ બિઝનેસ શરુ કરવા માટે અન્ય વેપારીઓની જેમ ઓથોરાઇડ લાઇસેન્સ લેવાનું આવશ્યક હોય છે. ઉદ્યોગ આધાર રજીસ્ટ્રેશન, જીએસટી લાઇસેંસ, કરન્ટ (ચાલુ) બેન્ક ખાતું અને સેલ કાર્ડ હોવું જરૂરી છે. કંપની શરુ કરવાના પહેલા એક સારું નામ લખો, જે તમારા પ્રોડક્ટ્નું નામ જ હશે.

તો મિત્રો, જો તમે ઓછા પૈસામાં કોઈ બિઝનેસ શરુ કરવા માંગો છો, તો તમે કપૂરનો ઉદ્યોગ શરુ કરી શકો છો. તમે આમાં 60 હજાર થી 1 લાખ સુધીની કમાણી કરી શકો છો. આમ કોઈ સારા નામની જરૂર પડતી નથી, કારણ કે કોઈ નામ કે કંપની જોઈને કપૂર ખરીદતા નથી જે મળે તે લઇ લે છે. તમે આને હોલસેલ કે રિટેલ માર્કેટમાં વેચી શકો છો અને તમે આને ઓનલાઇન પણ વેચી શકો છો.

આ જાણકારી તમને આંગળી ચીંધવા છે. મહત્વનું આ ધંધામાં તમે કઈ રીતે પોતાની સુઝબુઝથી આગળ વધો એ છે. એટલે આનાથી વધુ અમારી પાસે કોઈ માહિતી નથી. આગળનું તમારે તમારી આવડતથી જાતે સાચવવાનું છે. અને એક વાત રાખવી કે કોઈ પણ ધંધામાં રિસ્ક ને નુકશાન રહેલું છે જ.