પાલનપુર બાજુના આ પ્રેમી પંખીડાને છે જાનનો ખતરો, બનાવી દીધો વિડીયો

0
932

આપણે ત્યાં ઘણા બધા લોકો હજી પણ લવ મેરેજને યોગ્ય નથી ગણતા. તેમનું માનવું છે કે અમે લોકો છોકરાઓના અરેન્જ મેરેજ કરાવીએ છીએ, એ જ યોગ્ય છે. અને એવા લોકો લવ મેરેજનો ખુબ વિરોધ પણ કરે છે. આપણે ત્યાં ઘણા એવા કેસ સામે આવ્યા છે જેમાં કોઈ પરિવારના સંતાનો લવ મેરેજ કરે, તો પરિવારના સભ્યો એમની સાથે તમામ સંબંધો તોડી નાખે છે. પણ ઘણી વાર વાત વધુ આગળ નીકળી જાય છે અને મોટા ઝગડામાં પરીણમે છે.

પાલનપુરના કાંકરેજમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એમાં પ્રેમ લગ્ન કરનારા યુવક યુવતીનો એ યુવતીના પિતાએ ખુબ વિરોધ કર્યો છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવતીના પિતા યુવકના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. અને આ વાતની જાણકારી એ યુવક અને યુવતી દ્વારા મુકવામાં આવેલા જુદા જુદા 2 વીડિયો દ્વારા મળી છે. એ વિડીયોમાં યુવકે પોતાના પરિવાર પર ખતરો હોવાનું જાહેર કર્યું છે. અને યુવતીના પિતા પરિવારજનોને હેરાન કરી રહ્યાં હોવાનો આક્ષેપો કરતો વિડીયો વાયરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, કાંકરેજના અસારવામાં રહેતા અર્જુન પ્રજાપતિ અને સોનલ રબારીએ એક મહિના અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા. પણ હાલમાં યુવતીના પરિવારના ડરના કારણે તે બંને જણા નાસતા ફરે છે. અને શુક્રવારે બંને યુવક યુવતીએ જુદા જુદા 2 વીડિયો બનાવી ઇન્ટરનેટ પર મુક્યા હતા. જેમાં યુવક એવું જણાવે છે કે, યુવતીના પિતા યુવકના પરિવારજનોને હેરાન કરી રહ્યાં છે. અને એમના દ્વારા મારા પરિવારને અસહ્ય ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને એમને ગામમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.

પોતાની મરજીથી કર્યા છે લગ્ન :

આ યુવકે પીએસઆઇને સંબોધીને વીડિયો બનાવ્યો છે. અને એમાં તે જણાવી રહ્યો છે કે, યુવતીએ તેની મરજીથી મારી સાથે લગ્ન કર્યા છે. પરંતુ યુવતીના પિતાના ડરને કારણે મારો પરિવારજનો મુશ્કેલીમાં છે, એમને ગામમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. યુવક વીડિયોમાં પોતાના પરિવારને રક્ષણ પૂરું કરવા માટે વિનંતી કરી રહ્યો છે.

આ પહેલા પણ ગુજરાતમાં અનેક જગ્યાઓ પર પ્રેમ લગ્ન કરનારાઓની હત્યા થઈ ચુકી છે. એટલે હાલમાં આ યુવક અને યુવતી પોતાની આપવીતી જણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, યુવકના પરિવારને પોલીસ દ્વારા રક્ષણ આપવામાં આવે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે “જે કોઈ આ મામલામાં ફરિયાદ આપવામાં આવશે, તેમની ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તેમને પુરતું રક્ષણ આપવામાં આવશે.”

જુઓ વિડીયો :

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.