શિયાળાની ઋતુમાં બનાવો પાલક રોલ, સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ રાખે છે ફિટ.

0
381

સ્વાદની સાથે સ્વાસ્થ્યની પણ છે ચિંતા, તો ઘરે એકદમ સરળ રીતે બનાવો ટેસ્ટી અને હેલ્ધી પાલક રોલ. શિયાળામાં લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ઘણું લાભદાયક માનવામાં આવે છે. પાલક પણ તે પાંદડાવાળા શાકભાજીમાં શામેલ છે. પાલકમાં આયરનની માત્રા મળી આવે છે, જે આપણા શરીરમાં લોહીની અછતને પૂરી કરે છે. અમુક લોકોને પાલકનો સ્વાદ જરા પણ પસંદ નથી હોતો. પણ પાલકને ઘણી રીતે ખાઈ શકાય છે. શિયાળામાં પાલક ઘણી ફાયદાકારક સાબિત થાય છે. આવો જાણીએ શિયાળામાં પાલક ખાવાના ફાયદા.

પાલકના ફાયદા : ડાયટીશિયન જણાવે છે કે, ઠંડીની ઋતુમાં દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી થઈ જાય છે. પાલક બીટા-કેરોટીનથી સમૃદ્ધ હોય છે, તેમાં જરૂરી એંટીઓક્સીડેન્ટ અને વિટામિન સી ની પણ સારી માત્રા મળી આવે છે. એવામાં પાલક તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે.

જો તમારા શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર ઓછું છે અને તમે તેને કુદરતી રીતે વધારવા માંગો છો, તો તમારે પોતાની ડાયટમાં પાલકને જરૂર શામેલ કરવી જોઈએ. આંખોનું ધ્યાન રાખવા માટે પણ તમે પાલક જરૂર ખાવ. તેમાં જેક્સેન્થિન, લ્યૂટિન અને બીટા-કેરોટીન જેવા તત્વ મળી આવે છે. તે દરેક તત્વ આંખોનું તેજ ઉત્તમ બનાવવામાં મદદ કરે છે.

પાલક રોલની રેસિપી :

જરૂરી સામગ્રી :

250 ગ્રામ પાલક

100 ગ્રામ કરકરો દળેલો ઘઉંનો લોટ

3 મોટી ચમચી સુજી

2 મોટી ચમચી બેસન

1 મોટી ચમચી તીખી લસણની ચટણી

2 મોટી ચમચી ખાટું દહીં

સ્વાદ અનુસાર મીઠું

1 મોટી ચમચી ઝીણું સમારેલું આદુ અને લીલા મરચા

1 નાની ઝીણી સમારેલી ડુંગળી

1/4 નાની ચમચી હળદર પાવડર

1 નાની ચમચી અજમો

તળવા માટે તેલ

બનાવવાની રીત :

પાલકને સારી રીતે કાપીને ધોઈ લો. પછી તેને એક ગરણીમાં કાઢી લો.

હવે એક બાઉલમાં ઘઉંનો લોટ, સુજી અને બેસન નાખો. પછી તેમાં અજમો, હળદર પાવડર, લસણની ચટણી, ઝીણા સમારેલા લીલા મરચા અને લસણ નાખો.

હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, દહીં અને થોડું પાણી મિક્સ કરીને લોટને સારી રીતે ગૂંથી લો અને 15 મિનિટ માટે છોડી દો.

15 મિનિટ પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને પાલક નાખીને સારી રીતે મિક્સ કરો. પછી લોટમાંથી એક સમાન રોલ બનાવી લો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. પછી તેમાં તમે બનાવેલા રોલ નાખો.

રોલને થોડા કાચા જ બહાર કાઢી લો, પછી તેને ઠંડા થવા દો.

રોલ ઠંડા થઈ જાય પછી તેને બીજીવાર તળો. આ વખતે તળતા સમયે તેલ સારી રીતે ગરમ હોવું જોઈએ.

તળેલા ક્રિસ્પી પાલક રોલ્સને એક સર્વિંગ પ્લેટમાં કાઢીને મીઠા દહીં અથવા ચટણી સાથે સર્વ કરો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.