પાકિસ્તાનની આ જગ્યા, જ્યાં મહિલાઓ 80 વર્ષની ઉંમરમાં પણ લાગે છે સુંદર અને જવાન.

0
728

આજના સમયમાં શુદ્ધ ભોજન ન મળવાને કારણે લોકોનું આરોગ્ય કથળતું જાય છે અને નાની ઉંમરમાં પણ ઘરડા જેવા દેખાય છે. પરંતુ આજના સમયમાં પણ એક માનવ જાતી એવી છે. જે ઘરડા હોવા છતાં યુવાન જેવા દેખાય છે.

પોતાની જાતને યુવાન અને સુંદર કોણ નથી રાખવા માગતું. આમ તો ઉંમર સાથે સાથે લોકોની યુવાની અને સુંદરતા બન્ને ઢળવા લાગે છે, પરંતુ તમને જાણીને નવાઈ થશે કે પાકિસ્તાનમાં એક એવી પણ જગ્યા છે, જ્યાં મહિલાઓ ૮૦ વર્ષની ઉંમરમાં પણ લગભગ ૩૦-૪૦ વર્ષની લાગે છે.

પાકિસ્તાનની આ મહિલાઓ દુનિયાની સૌથી સુંદર કહેવામાં આવે છે. એક તરફ જ્યાં અહીયાની મહિલાઓ ઘરડી થાય તો પણ યુવાન દેખાય છે, તો અહિયાંના પુરુષ ૯૦ વર્ષની ઉંમરે પણ પિતા બની શકે છે.

અમે વાત કરી રહ્યા છીએ હુંજા સમુદાય વિષે, જે ઉત્તરી પાકિસ્તાનની કારોકોરમ પહાડીઓમાં આવેલા હુંજા ઘાટીમાં રહે છે. કહે છે કે અહિયાંના લોકો સરેરાશ ૧૨૦ વર્ષ સુધી જીવતા રહે છે.

હુંજા સમુદાયના લોકોને બુરુશો પણ કહે છે. આ બુરુશાસ્કી ભાષા બોલે છે. કહેવામાં આવે છે કે આ સમુદાય સિકંદર મહાન સેનાના વંશજ છે, જે ચોથી સદીમાં ભારત આવ્યા હતા.

કહેવામાં આવે છે કે હુંજા સમુદાયના લોકો પાકિસ્તાનના ઈજા સમુદાયના લોકો ઘણા વધુ શિક્ષિત છે. હુંજા ઘાટીમાં તેની સંખ્યા ૮૫ હજારથી પણ વધુ છે. આ સમુદાય મુસ્લિમ ધર્મમાં માને છે અને તેમની તમામ ક્રિયાકરમ પણ મુસ્લિમો જેવા જ છે.

હુંજા ઘાટી પાકિસ્તાનના પ્રસિદ્ધ પર્યટન સ્થળો માંથી એક છે. દુનિયાભર માંથી લોકો અહિયાં પહાડોની સુદરતા જોવા આવે છે. આ સમુદાય ઉપર ઘણા પુસ્તકો પણ લખવામાં આવી ચુકી છે. ‘જેમાં દ હેલ્દી હુંજાજ’ અને ‘દ લોસ્ટ કિંગડમ ઓફ દ હિમાલયાજ’ રહેલી છે.

આ સમુદાયના લોકો શારીરિક અને માનસિક રીતે ઘણા મજબુત હોય છે. કહેવામાં આવે છે કે અહીયાના લોકોની જીવનશૈલી જ તેમના લાંબા જીવનનું રહસ્ય છે. તે લોકો સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે. અહીયાના લોકો સાયકલ કે ગાડીઓનો ઉપયોગ ખુબ જ ઓછા કરે છે અને પગપાળા ચાલે છે.

કહે છે કે અહિયાંના લોકો દિવસમાં માત્ર બે વખત જ ખાય છે. પહેલા બપોરે ૧૨ વાગ્યે અને બીજી વખત રાતના ૮-૯ વાગ્યાની આસપાસ. તેમનું ખાવાનું પણ સંપૂર્ણ રીતે કુદરતી હોય છે. એટલે કે તેમના શાકભાજી, દૂધ, ફળ, માખણ વગેરેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ નથી હોતી.

હુંજા સમુદાયના લોકો સામાન્ય રીતે જૌ, બાજરો, જુવાર અને ઘઉંનો લોટ જ ખાય છે, જે તેને શારીરિક રીતે મજબુત રાખવામાં ઘણી મદદ કરે છે. કહે છે કે આ લોકો માંસનું સેવન ઘણું જ ઓછું જ કરે છે. કોઈ ખાસ પ્રસંગ ઉપર જ અહિયાં માંસ બને છે, પરંતુ તેમાં પણ આ લોકો ખુબ જ ગણતરી પૂર્વક જ ખાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.