પાકિસ્તાને કહ્યું હતું : માધુરી દીક્ષિત અમને આપીદો તો અમે કશ્મીર છોડી દેશું, પછી મળ્યો આવો જવાબ

0
4045

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિત વિષે તો તમે સારી રીતે જાણો જ છો. માધુરી દીક્ષિતનો જન્મ 15 મે, 1967 ના રોજ થયો હતો. હાલમાં તે લગભગ 51 વર્ષની થઇ ચુકી છે. છતાં પણ આ ઉંમરે તેમની સુંદરતામાં કોઈ કમી નથી આવી. આજે પણ તે ઘણી સુંદર દેખાય છે.

એ તો તમે જાણો જ છો કે માધુરી દીક્ષિત પોતાના સમયમાં બોલીવુડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી અને ડાન્સર રહી ચૂકી છે. પોતાના શાનદાર અને ઉત્તમ અભિનયથી તેમણે બોલીવુડ પર ઘણા લાંબા સમય સુધી રાજ કર્યુ છે. માધુરી દીક્ષિત સુંદરતાનું બીજું નામ છે. માધુરીની સુંદરતા દિવસેને દિવસે વધતી જઈ રહી છે.

લોકો દ્વારા તેમના વિષે કહેવામાં આવે છે કે, તેમના એક હાસ્ય પર કોઈ પણ દીવાના થઇ જાય છે. એવો જ પ્રકારનો એક કિસ્સો પાકિસ્તાને લઈને થયો હતો. કિસ્સો એ છે કે પાકિસ્તાને ભારત પાસે કશ્મીરના બદલે માધુરી દીક્ષિત માંગી હતી.

કારગિલ યુદ્ધ સમયની છે આ વાત :

એમાં કોઈ શંકા નથી કે માધુરીની સુંદરતાના દીવાના તો આજે પણ કરોડો લોકો છે. ભલે તે ઉંમરમાં 51 વર્ષનો આકડો પાર કરી ચુકી હોય, પરંતુ આજે પણ લોકો તેમને પસંદ કરે છે. તે આજે પણ બોલીવુની સફળ અભિનેત્રીઓ માંથી એક છે. આ વાત તમને કદાચ ખબર નહિ હોય કે માધુરી દિક્ષિત એક્ટ્રેસ નહિ પણ ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ, કિસ્મતે તેમને એક શ્રેષ્ઠ એક્ટ્રેસ બનાવી દીધી.

ચાલો હવે પાકિસ્તાન વાળા કિસ્સાની વાત કરીએ. તો એ કિસ્સો કારગિલ યુદ્ધ સમયનો હતો. વાત એવી છે કે કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના બદલે માધુરી દીક્ષિતને માંગી હતી. કેપ્ટન વિક્રમ બત્રા કારગિલના હીરો હતા. તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા હતા.

જણાવી દઈએ કે કેપ્ટન વિક્રમ બત્રાએ વ્યક્તિનું નામ છે, જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન પાંચ સૌથી મુખ્ય પોઇન્ટ પર જીત આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. પણ તે કારગિલ યુદ્ધમાં શહિદ થઇ ગયા હતા. કારગિલના યુદ્ધનો કિસ્સો જણાવતા કેપ્ટન વિક્રમ બત્રાના મિત્રોએ જણાવ્યું હતું કે, યુદ્ધ દરમિયાન એક પાકિસ્તાની ઘુસણખોરે બુમો પાડીને કહ્યું હતું કે “હમે માધુરી દીક્ષિત દે દો, હમ કશ્મીર પર નરમદિલ હો જાયેંગે.” વળતા જવાબમાં આપણા સૈનિકોએ પાકિસ્તાની સૈનિકોને ધૂળ ચટાડી હતી અને યુદ્ધ જીતી લીધું હતું.

તે સમયે આ કિસ્સો ખુબ પ્રખ્યાત થયો હતો. આ વાત પરથી અંદાજો લગાવી શકો છો કે તે દિવસોમાં માધુરી દીક્ષિત ભારતમાં જ નહિ પણ પાકિસ્તાનમાં પણ ખુબ પસંદ કરવામાં આવતી હતી. પાકિસ્તાને કશ્મીરના બદલે માધુરી દીક્ષિત માંગી આ કિસ્સો આજે પણ ઘણા લોકો જાણે છે.

ફિલ્મ ‘ટોટલ ધમાલ’ માં મચાવી ધમાલ :

માધુરી દિક્ષિતે બોલીવુડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી બધાને પોતાના દીવાનાં બનાવી રાખ્યા છે. ઉપરાંત તેમણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. ફિલ્મ ‘બકેટ લિસ્ટ’ થી તેમણે મરાઠી ફિલ્મોમાં પોતાનું ડેબ્યુ કર્યુ છે. આ ફિલ્મ ૨૦૧૮ માં રિલીઝ થઈ હતી. જેમાં તે હાર્લે ડેવિડસન બાઈક ચલાવતી દેખાઈ રહી છે. જો માધુરીનું લુક જોઈને કોઈ કહી શકે નહિ કે તેમની ઉંમર 51 વર્ષ થઇ ગઈ છે.

બોલીવુડમાં હાલમાં આવેલી ફિલ્મ ટોટલ ધમાલમાં તે જોવા મળી હતી. એમાં એમની સાથે અજય દેવગન, અનિલ કપૂર, રિતેશ દેશમુખ, અરસદ વારસી, જાવેદ જાફરી, જોની લીવર અને બીજા પણ અન્ય કલાકારો છે. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી છે. કપિલ શર્માના શો પર અનિલ કપૂરે એમ કહ્યું હતું, કે એમણે આ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચ્યા વગર ફક્ત માધુરી ફિલ્મમાં છે એટલું સાંભળીને આ ફિલ્મ સાઈન કરી લીધી હતી.

90 ના દશકમાં કરોડો દિલો પર રાજ કરવા વાળી માધુરી દીક્ષિતે અચાનક 1999 માં પોતાના પરિવારની મરજીથી અમેરિકામાં રહેવા વાળા ડોક્ટર શ્રીરામ નેને જોડે લગ્ન કર્યા છે. તેમના બે બાળકો છે અને તે પોતાના પરિવારમાં ખુબ ખુશ છે.