ભારત પાકિસ્તાન વચ્ચે અવાર નવાર કોઈને કોઈ બાબતે ઘર્ષણ ચાલતું જ રહે છે, ક્યારેક સરહદ ઉપર તો ક્યારેક કોઈ બીજી બાબતમાં. હાલમાં એક વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પાકિસ્તાનની સુરક્ષા ટુકડીએ એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે, અને તે ધરપકડ પણ એક સામાન્ય પુરાવાના આધાર ઉપર.
પાકિસ્તાન પોલીસે પંજાબ રાજ્યમાંથી એક ભારતીય જાસુસની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની પોલીસનું કહેવું છે કે, ધરપકડ કરાયેલ યુવક ભારતીય નાગરિક રાજુ લક્ષ્મી છે, જે પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં જાસુસી કરી રહ્યો હતો. તેને પોલીસે ત્યારે પકડ્યો જયારે તે બલુચિસ્તાન રાજ્યમાંથી ડેરા ગાજી ખાન વિસ્તારમાં ફરી રહ્યો હતો.
પાકિસ્તાની પોલીસે ધરપકડ કરેલા યુવક સાથે લક્સ કોઝી (LUX COZI) બંડીનો ફોટો પણ જાહેર કર્યો છે. જેમાં મેડ ઈન ઇન્ડિયા લખ્યું છે. જેની ઉપર પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે, ધરપકડ કરાયેલો યુવક ભારતીય છે.
આમ તો, પાકિસ્તાનના આ દાવાની ઈન્ટરનેટ ઉપર ઘણી મજાક ઉડાડવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે પાકિસ્તાને માત્ર એક ગરીબ યુવકને એટલા માટે પકડ્યો છે, કેમ કે તેણે લક્સ કોઝી બંડી પહેરેલી હતી.
લોકોનું કહેવું છે કે, લક્સ કોઝી બંડી જોઇને પાકિસ્તાની પોલીસ એ સમજી લે છે કે યુવક ભારતીય જાસુસ છે. હવે ICJ માં જઈને પાકિસ્તાન લક્સ કોઝીની સાબિતી રજુ કરશે. અને પાકિસ્તાની મીડિયા પણ યુવકને ભારતીય જાસુસ ગણાવવા ઉપર અટકી છે. તેમનું કહેવું છે કે ભારત પોતાના જાસુસ બલુચિસ્તાનમાં મોકલી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનની ખાસ પોલીસે તેને પકડી લીધો. ભારતીય જાસુસ પકડવાનો દાવો પાકિસ્તાન હમેંશાથી કરતું રહે છે, અને નિર્દોષ લોકોને પકડીને તે હંમેશાથી ત્રાસ આપતા રહે છે.
તે પહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાને જાસુસ ગણાવીને પકડી લીધો હતો. પાકિસ્તાનનો દાવો છે કે તેની સુરક્ષા ટુકડીએ કુલભૂષણ જાધવને માર્ચ ૨૦૧૬માં બલુચિસ્તાન રાજ્યમાંથી પકડ્યો હતો. હાલમાં આ કેસ આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટમાં ચાલી રહ્યો છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.