પકડાઈ ગઈ ભારતની સૌથી સુંદર મહિલા ડોન, દેહજાળ પાથરીને કરતી હતી લોકોનો શિકાર.

0
1198

ડોન, જયારે પણ આ શબ્દ સંભળાય છે, તો મગજમાં મુંછો વાળા એક ખતરનાક લુકવાળા વ્યક્તિની છાપ સામે આવે છે. તમે લોકોએ પણ ભારતના ઘણા ડોનના કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ આ ક્ષેત્રમાં પણ માત્ર પુરુષો જ આગળ નથી પરંતુ ભારતમાં ઘણી મહિલા ડોન પણ બહાર આવી ગઈ છે. સામાન્ય રીતે આ મહિલા ડોન પણ દેખાવમાં ભયાનક લુક વાળી હોય છે

પરંતુ આજે અમે તમને એક એવી મહિલા ડોન સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેને જો ભારતની સૌથી સુંદર મહિલા ડોન પણ કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નહિ હોય. ખાસ કરીને આ મહિલા ડોનની સુંદરતા જ તેનું સૌથી મોટું હથીયાર છે. જેને લીધે તે ઘણા મોટા શ્રીમંત અને મોટા લોકોને લુંટવાનું કામ કરે છે. હાલમાં જ ગુજરાત પોલીસે આ સુંદર મહિલા ડોનની ધરપકડ કરી છે. આવો આ આખી ઘટનાને વિસ્તારથી જાણીએ.

અંગ પ્રદર્શનની જાળ પાથરીને પડાવે છે પૈસા :-

મહિલા ડોન તરીકે પ્રસિદ્ધ પાયલ બુટાની મૂળ ગુજરાતના સૌરાષ્ટ્રની રહેવાસી છે. પાયલ પોતાના અંગ પ્રદર્શનની જાળ પાથરીને હાઈપ્રોફાઈલ લોકોને ફસાવતી રહેતી હતી. તેના આ કામમાં એક મહિલા સાથી અને ત્રણ પુરુષો પણ સાથ આપતા હતા.

પોલીસે આ પાંચેની હાલમાં ધરપકડ કરી છે. આમ તો પાયલ તે પહેલા પણ ઘણા હનીટ્રેપની જાળ પાથરીને લોકો પાસેથી મોટી રકમ વસુલ કરી ચુકી છે, પરંતુ આ વખતે જયારે તેણે ધોરાજીની એક ઓઈલ મિલના માલિકને પોતાની જાળમાં ફસાવ્યો તો પકડાઈ ગઈ.

થયું એવું કે પહેલા તો પાયલે આ મિલના માલિક સાથે મિત્રતા કરવાના બહાને તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યો પરંતુ પછી તે તેને ડરાવી ધમકાવીને ૨૦ લાખ રૂપિયાની માંગણી કરવા લાગી. મિલ માલિકે પાયલને ૫૦ હજાર રૂપિયા તો આપી પણ દીધા હતા, પરંતુ જયારે તે બીજા પણ પૈસા માગવા લાગી તો તે પોલીસ પાસે પહોચી ગયો.

શું છે હનીટ્રેપ?

જે લોકોને હનીટ્રેપ વિષે ખબર નથી એમને જણાવી આપીએ કે એમાં મહિલાઓ પુરુષોને ફસાવીને બેડરૂમ સુધી લઇ જાય છે પછી તેના ફોટા પાડી એને બ્લેકમેલ કરે છે. અમુક બાબતમાં તો તે તેની આબરૂ લુંટવાના આરોપમાં ફસાવી દેવાની ધમકી પણ આપે છે. બદનામીની બીકે હંમેશા લોકો આ મહિલા ઓની જાળમાં ફસાઈ જાય છે.

પાયલ પણ કાંઈક આવી રીતે જ કામ કરી સારા એવા પૈસા કમાતી હતી. પરંતુ આ વખતે તેની ચાલ સફળ ન થઇ. પાયલ બુટાની ઉપરાંત પોલીસે તેમની ગેંગના રીન્કુ સિસોદિયા, ઈમ્તિયાઝ ગામેતી, સલીમ ઠેબા અને નિમેશ કામાણીને પણ પકડ્યા છે.

આવી રીતે બની મહિલા ડોન :-

થોડા વર્ષો પહેલા પાયલ અને તેના થોડા સાથીઓની કાર માંથી દારુ અને અશ્લીલ સીડીઓ મળી હતી. તે વખતે અડધી રાત્રે પકડાઈ જવાથી તેની ગેન્ગ સાથે ન માત્ર પોલીસ સાથે મારઝૂડ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં રહેલા પેટ્રોલ પંપમાં તોડફોડ પણ કરી નાખી હતી. પછી વર્ષ ૨૦૧૭માં તેણે એક ફ્લેટના માલિકને ખોટા રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી દીધી અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવી ભાગી ગયા હતા.

બસ આ ઘટના ઓને લઈને તે ધીમે ધીમે મહિલા ડોનમાં ગણાવા લાગી. તેની વિરુદ્ધ આ પહેલા પણ પોલીસ સ્ટેશનમાં ઘણી ફરિયાદો નોંધાયેલી છે. પાયલ હની ટ્રેપ ગર્લ તરીકે ત્યારે ઘણી પ્રખ્યાત બની ગઈ હતી, જયારે તેના એક પ્રસિદ્ધ બિલ્ડર કમલેશ રામાણી સાથે સંબંધની વાત સામે આવી હતી.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.