મહિલાઓ આદુ ખાશે તો દુઃખાવો અને પેટની તમામ સમસ્યાઓ ભૂલી જશે.

0
870

પીરિયડ્સમાં થનારા દુઃખાવાથી લઈને ખરાબ પેટને પણ સારું કરે છે આદુ, મહિલાઓ માટે છે ખુબ ફાયદાકારક

પીરિયડ્સમાં થતા દુઃખાવાને દૂર કરવાથી લઈને ખરાબ પેટને સુધારવા સુધી આદુના મહિલાઓ માટે ઘણા બધા ફાયદા છે, આવો જાણીએ કેવી રીતે.

થોડા દિવસોથી મને સાંધામાં ખૂબ દુઃખાવો રહેતો હતો. એવો દુઃખાવો કે મને મારા રોજિંદા કામ કરવામાં પણ મુશ્કેલી પડવા લાગી હતી ત્યારે મારી મમ્મીએ મને એક ખૂબ જ સરળ ટીપ્સ બતાવી. જેનાથી મારી તકલીફ થોડા જ દિવસોમાં ઠીક થઇ ગઈ. ન માત્ર દુઃખાવાની સમસ્યા દુર થઇ પણ મારા પેટની તમામ સમસ્યા પણ દૂર થઈ ગઈ. આમ તો આ ઉપાય વિશે તમે પણ જાણતા હશો અને તે તમારા રસોડામાં સરળતાથી મળી જશે. તેમ છતાં અમે તમને આજે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમે રસોડામાં રહેલા આદુની વાત કરી રહ્યા છીએ.

ખોરાકનો સ્વાદ વધારવાને કારણે આ સરળ ઉપાયને બધા પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વાદ વધારવા ઉપરાંત આદુનો ઉપયોગ તમે ઘણી બીજી રીતે કરી શકો છો. દુ:ખાવો દૂર કરવાથી લઇને ખરાબ પેટને સુધારવા સુધી આદુના ઘણા ફાયદા છે. આવો આદુથી થતા સૌથી શ્રેષ્ઠ 5 ફાયદાઓ વિશે જાણીએ.

પીરીયડ્સના દુઃખાવાને ઓછા કરે

ડિસ્મેનોરિયા – AKA પીરીયડ્સ દુઃખાવો – ગર્ભાશયની અસ્તર પડવાથી હોર્મોનના છુટા પડવાને કારણે થાય છે. આદુમાં રહેલા એંટી-ઈંફ્લેમેંટરી ગુણ આ દુઃખાવાને ઘટાડવામાં મદદ કરે છે અને ઇબુપ્રોફેનના કુદરતી વિકલ્પ તરીકે કામ કરે છે. જો તમને આગલી વખતે પીરીયડ્સમાં દુઃખાવો થાય તો તમે આદુનો ટુકડો લઈ શકો છો.

ઉબકા દુર કરે

તમે તેનો ઉપયોગ ઉબકા ઘટાડવા અને પેટની સમસ્યાઓ દૂર કરવા માટે પણ કરી શકો છો. આદુ એક અસરકારક, સલામત અને કુદરતી ઉપાય છે, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે મોર્નિંગ સીક્સેસને દુર કરવા માટે અથવા કીમોનો સામનો કરી રહેલા કેન્સરના દર્દીઓ માટે ઘણું સારું રહે છે.

મગજના કાર્યમાં સુધારો

આદુ માત્ર દુઃખાવાને દૂર જ નથી કરતો, પરંતુ તમારા મગજના કાર્યને સુધારવામાં મદદ કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આદુ પેટ ફૂલવાથી થતા સજ્ઞાનાત્મક ઘટાડા સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. તે આધેડ વયની મહિલાઓના મગજની કામગીરીમાં સુધારો કરવા માટે ઉત્તમ સાબિત થયું છે.

સ્નાયુના દુઃખાવા ઓછા કરે

કદાચ તમને એ સાંભળીને થોડુ વિચિત્ર લાગી રહ્યું હશે પરંતુ આદુમાં રહેલા એનાલ્જેસિક અને એંટી-ઈંફ્લેમેટરી ગુણ સ્નાયુમાં દુઃખાવો અને જકડાઈ જવુંને ઘટાડવામાં મદદ કરે છે. જો કે તેનાથી તમે તરત ફાયદાની અપેક્ષા નહિ રાખી શકો પણ આદુ જલ્દી સારવારને બદલે વધતો દુઃખાવાને દિવસેને દિવસે ઘટાડવા માટે વધુ અસરકારક છે.

પેટની જૂની સમસ્યાઓ માટે અસરકારક

આદુ પેટને સાફ કરવા માટે જાણીતું છે, જે ક્રોનિક અપચાથી પીડિત મહિલાઓ માટે એક મુખ્ય પરિબળ છે. આદુમાં રહેલા જીંજરોલ્સ અને શોગોલ્સ નામના તત્વ ન માત્ર આદુને એક ખાસ પ્રકારનો સ્વાદ આપે છે, પરંતુ શરીરને સુધારવા, સાથે સાથે પાચન ક્રિયાને સુધારવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે પેટના ફૂલાવાની સારવારમાં મદદ માટે પણ ઉપયોગ કરી શકાય છે.

તો તમે આ સમસ્યાઓથી બચવા માટે આદુને તમારા આહારમાં ક્યારે સમાવેશ કરી રહ્યા છો?

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.