પહેલી નજરમાં જ ટીનાના દીવાના થઇ ગયા હતા અરબપતિ અનિલ, આવી રીતે થયા અંબાણી પરિવારની વહુ.

0
1231

રિલાયન્સ ગ્રુપના ફાઉંડર ધીરુભાઈ અંબાણીના નાના દીકરા અનીલ અંબાણીનો ૪ જુને જન્મદિવસ હતો. અનીલ અંબાણીની લવ લાઈફ કોઈ ફિલ્મથી ઓછું નથી રહી. દેશના સૌથી શ્રીમંત બિજનેશમેનના દીકરા અનીલ અંબાણીને પ્રેમ થઇ ગયો. બોલીવુડ હિરોઈન ટીના મુનીમ સાથે પરંતુ ટીના મુનીમના જીવનમાં હતા સંજય દત્ત. ટીના મુનીમ સંજય દત્ત સાથે એટલો પ્રેમ કરતી હતી કે તેમણે દેવ આનંદની ઘણી ફિલ્મોમાં કામ કરવાની ના કહી દીધી હતી અને સંજય દત્ત સાથે રહેવા લાગી હતી.

સંજય દત્તને ડ્રગ્સની ટેવ પડી હતી, ત્યારે પછી ઇચ્છતા ન હોવા છતાં પણ ટીના સંજય દત્તથી દુર થઇ ગઈ. સંજય દત્ત પછી ટીના મુનીમના જીવનમાં આવ્યા રાજેશ ખન્ના પરંતુ બન્નેનો પ્રેમ લગ્ન સુધી પહોચ્યો નહિ કેમ કે કદાચ ટીના મુનીમના હાથ ઉપર અનીલ અંબાણીના નામની મહેંદી લાગવાની હતી. ટીના મુનીમ અને અનીલ અંબાણીની લવ સ્ટોરી કોઈ કહાનીથી ઓછી નથી. એક લગ્નમાં અનીલ અંબાણીએ ટીના મુનીમને પહેલી વખત જોઈ હતી.

અનીલ ટીનાના પ્રેમમાં દીવાનો બની ગયો, પરંતુ તેમનું કુટુંબ ટીના સાથે લગ્નના સખ્ત વિરોધમાં હતા કેમ કે તેને ટીનાનું હિરોઈન હોવાનું ગમતું ન હતું. એટલે કે બન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયો હતો. વર્ષ ૧૯૮૯માં અમેરિકામાં ધરતીકંપ આવ્યો ત્યાર પછી ટીના અને અનીલ અંબાણી હંમેશા એક બીજાના થઇ ગયા. ખાસ કરીને અમેરિકાનાં લોસ એન્જીલ્સમાં મોટો ધરતીકંપ આવ્યો હતો.

તે દરમિયાન ટીના પણ ત્યાં હતી. એટલે અનીલ અંબાણીએ ટીના મુનીમનો નંબર શોધ્યો અને તેને ફોન કરીને તેના હાલચાલ પૂછ્યા ત્યાર પછી બન્નેની વાતચીત ફરી શરુ થઇ ગઈ. છેવટે અનીલ અંબાણીની જિદ્દ સામે પરિવારને ઝૂકવું પડ્યું. છેવટે પરિવાર લગ્ન માટે રાજી થઇ ગયા અને ૧૯૯૧માં અનીલ અંબાણી અને ટીના મુનીમના લગ્ન થયા અને કાંઈક આવી રીતે અનીલ ટીનાને અંબાણી કુટુંબની વહુ બનાવવામાં સફળ થયા. ટીનાએ ૩૫થી પણ વધુ બોલીવુડ ફિલ્મો કરી છે, પરંતુ લગ્ન પછી તેમણે બોલીવુડ અને ગ્લેમરસ લાઈફને છોડી દીધી.

ટીના ઘણા ઈન્ટરવ્યુંમાં એવું કહેતી રહી છે કે તેના પતિ અનિલે તેને આજ સુધી કોઈપણ વસ્તુ માટે ના નથી કરી અને એવું કાંઈ પણ નથી તેમના જીવનમાં જે તે મેળવવા ઇચ્છતી હોય અને ન મેળવી શકી હોય. ટીના મુનીમ અને અનીલ અંબાણીની કહાની કોઈ પરીઓની કહાનીથી ઓછી નથી. ટીના અનીલના બે દીકરા છે જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.