પહેલા પતિ સાથે છૂટાછેડા પછી પોતાનાથી 12 વર્ષ નાના કૃષ્ણા સાથે કર્યા લગ્ન, જાણો ક્યાં અને કેવી રીતે મળ્યા બંને.

0
274

પહેલા લગ્ન નિષ્ફ્ળ ગયા પછી પોતાથી 12 વર્ષ નાના કૃષ્ણા સાથે કર્યા લગ્ન, હવે ડગલે ને પગલે આપે છે પતિનો સાથ.  બોલીવુડ અભિનેત્રી કશ્મીરા શાહ તેની બોલ્ડનેસ માટે ઘણી પ્રસિદ્ધ છે. કશ્મીરા તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા ઉપર નાખે છે, જેને તેના પ્રસંશક ઘણા પસંદ કરે છે. કશ્મીરા શાહે બોલીવુડમાં ફિલ્મો સાથે સાથે નાના પડદા ઉપર પણ ઘણી ખ્યાતી અને પ્રસિદ્ધી મેળવી છે. કશ્મીરા તેનો 49 મો જન્મ દિવસ મનાવી રહી છે. કેવી રહી કશ્મીરાની લવ લાઈફ અને કેવી રીતે થયા તેના કૃષ્ણા સાથે લગ્ન, આવો જાણીએ તેના વિષે વધુ થોડી રસપ્રદ વાતો.

કશ્મીરા શાહે હોલીવુડ પ્રોડ્યુસર બ્રેડ લીસરમૈન સાથે લગ્ન કર્યા હતા, આમ તો તે લગ્ન લાંબો સમય ન ચાલી શક્યા અને છ વર્ષમાં જ બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો. લગ્નના છ વર્ષ પછી કશ્મીરાએ બ્રેડને છુટાછેડા આપી દીધા અને ફરી ફિલ્મી કારકિર્દીમાં તેનું નસીબ અજમાવવા લાગી. છૂટાછેડા પછી કશ્મીરા શાહે તેની ફિલ્મી કારકિર્દી ઉપર વધુ ધ્યાન આપ્યું અને તેને ફિલ્મો મળવા લાગી.

કશ્મીરાની કૃષ્ણા સાથે સૌથી પહેલી મુલાકાત જયપુરમાં થઇ હતી. જયપુરમાં ‘ઔર પાપુ પાસ હો ગયા’ ફિલ્મના શુટિંગમાં તે બંને એક બીજાને મળ્યા, આમ તો તે સમયે કશ્મીરા બ્રેડથી છૂટાછેડા લઈને અલગ થઇ ચુકી હતી. શરુઆતથી જ કૃષ્ણાના મનમાં કશ્મીરા માટે એક મીઠી લાગણી હતી. કૃષ્ણા તે વાતથી ઘણો દુઃખી રહેતો હતો કે કશ્મીરા પરણિત છે પરંતુ જેવી જ તેણે કશ્મીરાના પતિથી અલગ થયાની વાત જાણી તો કૃષ્ણાનો પ્રેમ કશ્મીરા પ્રત્યે ઘણો વધી ગયો. કશ્મીરા જયારે તેના પહેલા પતિથી અલગ થઇ રહી હતી, તો તે સમયે તે ઘણી દુઃખી રહેતી હતી પરંતુ કૃષ્ણાએ કશ્મીરાને ઘણો સહકાર આપ્યો હતો.

તે સમય હતો જયારે કૃષ્ણા અને કશ્મીરા વચ્ચે સંબધો વધ્યા. તે બંને એક બીજા પ્રત્યે એ રીતે આકર્ષિત થયા કે બંનેને એ વાતથી કોઈ ફરક પડતો ન હતો કે બંનેની ઉંમર વચ્ચે દસ વર્ષથી વધારે અંતર હતું. ત્યાર પછી વર્ષ 2012 માં કૃષ્ણા અને કશ્મીરાએ લગ્ન કરી લીધા. આજે આ જોડી ઇન્ડસ્ટ્રીની જાણીતી જોડીઓ માંથી એક છે.

કશ્મીરાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો વર્ષ 1997માં શાહરૂખ ખાનની ફિલ્મ ફિલ્મ યસ બોસથી તેણે કારકિર્દીની શરુઆત કરી હતી. ત્યાર પછી કશ્મીરાએ ક્યારેય પાછુ વળીને જોયું નહિ અને એક પછી એક ફિલ્મોમાં કામ કરવા લાગી. યસ બોસ પછી કશ્મીરાએ પ્યાર તો હોના હી થા, હિન્દુસ્તાન કી કસમ, દુલ્હન હમ લે જાયેંગે, હેરાફેરી, કહી પ્યાર ના હો જાય, આશિક, મર્ડર અને વેક અપ સીડ જેવી ફિલ્મોમાં કામ કર્યું. વાત કરીએ નાના પડદાની તો કશ્મીરા શાહ બીગ બોસ સીઝન વનનો ભાગ રહી ચુકી છે. તે શો થી 51માં દિવસે એવીક્ટ થઇ હતી. ત્યાર પછી વર્ષ 2૦૦7માં તે નચ બલીએમાં કૃષ્ણા અભિષેક સાથે જોવા મળી હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.