આ વ્યક્તિ નસીબનો મોટો ધની છે, ગયા વર્ષે 6 કરોડ રૂપિયા જીત્યો, આ વર્ષે મળ્યો દટાયેલો ખજાનો

0
969

માણસનું નસીબ ક્યારે બદલાઈ જાય તેનો અણસાર કોઈને નથી થઈ શકતો. કોઈ એક પળમાં જ રાજા તો કોઈ રંક બની જાય છે. તેવું જ ગયા વર્ષે જાન્યુઆરીમાં બન્યું હતું તિરુવનંતપૂરમના રહવાસી રત્નાકરન પિલ્લઈ સાથે, જયારે તેને લોટરીમાં ૬ કરોડ રૂપિયા જીતવાની જાણ થઈ. પિલ્લઈએ લોટરીમાં જીતેલા થોડા પૈસામાં આ વર્ષે શાકભાજી માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો, અને તેમાં પૈસા રોકાણ કરી દીધા.

૬૦ વર્ષના પિલ્લઈ ઉપર એક વખત ફરી તેનું નસીબ મહેરબાન થયું અને જે જમીનને તેમણે ખરીદી હતી તેમાં પણ તે માલામાલ થઇ ગયો. ખાસ કરીને જે જમીનને તેમણે ખતી માટે ખરીદી હતી, તેમાંથી મોટા પ્રમાણમાં ખજાનો હાથ લાગ્યો, જેમાં ઘણા કિંમતી સિક્કા અને અલગ અલગ મુદ્રાઓ હતી.

અહેવાલ મુજબ જયારે પિલ્લઈ પોતાની જમીન ઉપર વાવણી માટે તેને ખેડી રહ્યો હતો, તો તે સમયે તેને પાવડા સાથે જોરદાર અવાજ આવ્યો જેથી તેને શંકા ગઈ કે નરમ માટીની નીચે કોઈ વસ્તુનો કડક ભાગ છે. જયારે તેણે ખોદકામ કર્યું તો તેને એક બોક્સ મળ્યું જેની અંદર તાંબાના હજારો સિક્કા હતા.

આ સિક્કાને લઈને જાણકારી સામે આવી કે ત્રાવણકોરના તત્કાલીન સામ્રાજ્યનું ધન હતું, જે તે ખેતરમાં માટીની નીચે દટાઈ ગયું હતું. જમીનના જે ટુકડામાંથી આ ખજાનો પિલ્લઈને હાથ લાગ્યો, તે એક જુના કૃષ્ણ મંદિરની બાજુમાં આવેલું છે, જેને થીરુપળકદલ શ્રી કૃષ્ણ સવાની ક્ષેઠામના નામથી ઓળખવામાં આવે છે.

તે બોક્સમાં રહેલા સિક્કા અને મુદ્રાઓની જયારે ગણતરી કરવામાં આવી તો તેનું વજન ૨૦ કિલો ૪૦૦ ગ્રામ હતું જયારે પ્રાચીન સિક્કાની સંખ્યા ૨,૫૯૫ હતી. આટલા વર્ષો માટીની નીચે દટાયેલા રહેવા છતાં પણ લગભગ બધા સિક્કાની ઓળખ ત્રાવણકોરના બે મહારાજાના શાસન કાળની કરવામાં આવી.

આ બે રાજા શ્રી મૂલમ થીરુનલ રામ વર્મા અને ચીથીરા થીરુનલ બાલા રામ વર્મા હતા. શ્રી મૂલમ થીરુનલે ૧૮૮૫ અને ૧૯૨૪ વચ્ચે શાસન કર્યું અને શ્રી ચીથીરા ર્હીતું નલ બાલા રામ વર્માએ ત્રાવણકોરના છેલ્લા શાસક તરીકે ૧૯૨૪થી ૧૯૪૯ સુધી શાસન કર્યું, અને ૧૯૯૧ સુધી સામ્રાજ્યના મહારાજા બની રહ્યા.

પીલ્લઈના જણાવ્યા મુજબ તે આ સિક્કાને રાજ્ય સરકારને સોંપી દેશે. કેમ કે કેરળ ટ્રેજર એક્ટ, ૧૯૬૮ની કલમ 3 હેઠળ તેને તેમ કરવું પડશે. આ નિયમ હેઠળ કોઈ પણ ખજાનાના શોધકર્તાને ૨૫ રૂપિયાની રકમ કે તે કિંમતથી વધુ કે એતિહાસિક, પુરાતાત્વિક કે કલાત્મક વ્યાજની વસ્તુ મળે છે, તો તેને સરકારી ખજાનામાં જમા કરાવવું પડશે. આ સિક્કાની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.