પહાડો પર મળતી આ શાકભાજીમાં છુપાયું છે પીએમ નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્યનું રહસ્ય

0
3069

દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય વિષે વિચારે છે, કારણ કે કહેવાય છે ને કે ‘જાન છે તો જહાન છે.’ પણ આ વાત આપણે બધા જાણીએ છીએ કે, આજકાલ જે રીતે ખાવાના સામાનમાં ભેળસેળ થઈ રહી છે એના કારણે લોકોને ઘણા પ્રકારની બીમારી સામે ઝઝૂમવું પડે છે. આમ તો લીલા શાકભાજી અને ફાળોને ખાવાથી ઘણા પ્રકારના વિટામિન અને પ્રોટીન મળે છે, છતાં પણ 10 માંથી 8 લોકોમાં વિટામિનની કમી જોવા મળી શકે છે.

આ અનોખા શાકથી દરેક કમી થઈ શકે છે પુરી :

સામાન્ય રીતે જયારે પણ શાકભાજીઓના ભાવ માર્કેટમાં વધી જાય છે, તો સામાન્ય જનતા ઘરણા પર બેસી જાય છે અને સરકારને માંગ કરે છે કે, આ તંગીમાં ઓછામાં ઓછા આ શાકભાજી તો એમને સસ્તા મળી શકે. તેમજ જે શાકભાજી વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, એનો ભાવ સાંભળ્યા પછી તમે કહેશો કે, નથી જોઈતું અમને વિટામિન અને પ્રોટીન. તમે જોયું હશે કે જે લોકો પહાડો પરથી હોય છે, તે ઘણા સ્ફૂર્તિલા અને સ્વસ્થ હોય છે. એ લોકોના સ્વાસ્થ્યનું રહસ્ય પણ આ અનોખી શાકભાજી છે.

સ્પંજ મશરૂમના નામથી ફેમસ છે :

આ શાકભાજીને ગુચ્છી કહેવામાં આવે છે અને એનું ઐષધીય નામ True morels છે. તેમજ એને છતરી, ટટમોર, ડુંઘરૂ અને સ્પંજ મશરૂમના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શાકભાજી ચંબા, કુલ્લુ, શિમલા અને મનાલી સહીત ઘણા પહાડી ક્ષેત્રોમાં મળી આવે છે.

દેશના પીએમના સ્વાસ્થ્યનું રહસ્ય છે આ શાકભાજી :

આજના સમયમાં મોટાભાગના લોકો એના ગુણોથી અજાણ છે. એટલા માટે લોકોને એનો ફાયદો નથી મળી શકતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ભારતના પ્રધાનમંત્રી પણ આ ગુચ્છીનું સેવન કરે છે. એમને આ સ્પંજ મશરૂમ ઘણું પસંદ છે. મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ પોતાના સ્વાસ્થ્યનું રહસ્ય જણાવતા એનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદી એક કાર્યકર્તાના રૂપમાં હિમાચલમાં રહી ચુક્યા છે. તે આને હિમાચલ પ્રદેશનું મશરૂમ કહે છે. મોદીજીએ આ મશરૂમને પોતાના સ્વાસ્થ્યનું રહસ્ય જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે રોજ આ ગુચ્છીનું સેવન કરવાથી હૃદયના રોગો થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.

25-30 હજાર રૂપિયે કિલો છે આની કિંમત :

પણ એક સામાન્ય માણસ રોજ આ ગુચ્છીનું સેવન નથી કરી શકતા. કારણ કે આનો ભાવમાં એક સામાન્ય નાગરિકના મહિનાના પગાર કરતા પણ વધારે છે. જણાવી દઈએ કે ગુચછનો ભાવ 25-30 હજાર રૂપિયા કિલો છે. આ ફક્ત પહાડોમાં મળે છે એટલા માટે આની કિંમત આટલી વધારે છે. આ કારણ છે કે, મોટાભાગના લોકો આજે પણ તેનાથી અજાણ છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.