પગથી વિમાન ઉડાડવા વાળી દુનિયાની પહેલી મહિલા બની જેસિકા

0
884

જેસિકા ફોકસ આજે વિશ્વની પહેલી એવી મહિલા બની ગઈ છે, જે હાથ વગર વિમાન ઉડાડે છે. તેનું ગિનીજ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ ગયું છે. હાથ ન હોવા છતાં પણ કાર ચલાવવી, કરાટે કરવા, ગેસ ભરવો, આંખોમાં લેન્સેસ લગાવવા, સ્કુબા ડ્રાઈવિંગ, કી બોર્ડ ઉપર ટાઈપ કરવામાં પણ તેને કોઈની મદદની જરૂર રહેતી નથી.

હાથ વગર વાલી એયર પાયલોટ જેસિકા ફોકસ કહે છે, મને એવા ભવિષ્યમાં વિશ્વાસ છે, જેનો કોઈપણ પડકાર ઉપર વિશ્વાસ સાથે પાર પાડી પોતાના સપના પુરા કરી શકાય છે. મેં પગથી વિમાન ઉડાડવાનો એટલા માટે સંકલ્પ કર્યો કે તેને કોઈપણ, ક્યારેય ભૂલી શકતા નથી, તેનાથી લોકોને પોતાનું મુશ્કેલ ભવિષ્ય સફળ બનાવવામાં પ્રેરણા મળશે. મેં એક નિર્દોષ આત્મવિશ્વાસ ઉભો કરી બતાવ્યો છે. પોતાના એક અશક્ય લક્ષ્યને પ્રાપ્ત કરી એ સાબિત કરવાની આશા વ્યક્ત કરી છે કે તેનાથી ઉત્સાહિત થઈને કોઈપણ વ્યક્તિ પોતાની આવનારી કાલ સુંદર બનાવી શકે.

જેમ કે બીજા લોકો દરરોજ કામેથી ઘરે આવે છે, કમોબેશ તેવું મારું પણ રૂટિંગ હોય છે પરંતુ તેમાં અને મારામાં એક મોટો ફરક હોય છે, તેણે પોતાના સુંદર દિવસો મારી જેમ મુશ્કેલીઓ સાધી લેવાથી નથી મળતા, તેમની જેવા તો દુનિયામાં ઘણા લોકો છે, મારી જેવા કેટલા? પોતાની રચનાત્મકતા, વિશ્વાસ ન થઇ શકે તેવી ડ્રાઈવિંગ સાથે પડકારો સાથે કેવી રીતે હિંમતપૂર્વક લડી શકાય છે. તે મેં કરી બતાવ્યું છે.

આમ તો હાથ વગર જ જન્મી હતી, પરંતુ મને લાગે છે કે માનવ શરીર કોઈપણ વિપરીત પરિસ્થિતિનો ઉકેલ કાઢી શકે છે. મેં હાથની જેમ મારા પગનો ઉપયોગ કરીને અઘરી સાધના કરી. શારીરિક અડચણો ઉપર વિજય મેળવવાનું શીખ્યું, સાથે સાથે સતત મારું માનસિક કૌશલ્ય વિકસિત કર્યું. ત્યારે આજે અદ્દભુત સફળતા મળી.

જયારે જેસિકાનો જન્મ થયો, તો તેના માતા પિતા એ જોઇને ચકિત રહી ગયા કે તેમના બાળકને હાથ નથી. તેને એ વાતનો કોઈ અણસાર ન હતો કે તે અલગ પ્રકારની જન્મ લેશે કેમ કે ગર્ભાવસ્થાના પરીક્ષણોમાં તમામ સરેરાશ પરિણામ દેખાઈ ચુક્યા હતા. આઘાત અને દુઃખદ સમાચારો સાથે, જેસિકાની માં ઇનેજને સત્યનો સ્વીકાર કરવા ઘણો સમય મળ્યો. તે ચુપચાપ જેસિકાના ભવિષ્ય વિષે દુઃખી રહેવા લાગી. ત્યાર પછી જેસિકાના માતા પિતાએ તેની શક્ય એટલી તેની શારીરિક બનાવટ મુજબ તેને ઢાળવાનો નિર્ણય કર્યો.

થોડા સમય પછી તે વિચારે તેને એક સાર્વજનિક સ્કુલમાં પ્રવેશ અપાવી દેવામાં આવ્યો કે તે પણ ભવિષ્યમાં બીજાથી અલગ ન લાગે. છેવટે જેસિકાએ તે કર્યું, જે બીજા બાળકો કરી શકે છે. સ્કુલમાંથી નવરાશના સમય દરમિયાન તે રમતના મેદાન ઉપર જુદી પડી જતી હતી. ત્યાં પણ હિંમત પૂરી પાડવા માટે માતા પિતાને સતત જાગૃત રહેવું પડ્યું. બીજા બાળકો તેને સ્લાઈડ ઉપર ચડવાથી અટકાવતા હતા. ગુસ્સો અને હતાશા છતાંપણ જેસિકા હીંચકા ઉપર હિંચકતા સાથે જ એક દિવસ પોતાના મનમાં ઉંચે ઉડવાનું સપનું બનાવી લીધું.

વર્ષ ૧૯૯૭માં જેસિકાએ પ્રોસ્થેટીક આર્મ્સનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું હતું પરંતુ દરરોજ સ્કુલ પછી તેણે ઘણી કલાકો થેરોપી સાથે અભ્યાસ કરવો પડતો હતો. આમ તો તે કૃત્રિમ અંગો સાથે વસ્તુને લઇ જઈ શકતી હતી, પરંતુ માનસિક સ્તર ઉપર તે ક્યારે પણ તેની સાથે સંમત ન થઇ અને પોતાના પગ સાથે બધું કરવાનું નક્કી કર્યું. પ્રોસ્થેટીક આર્મ્સ પહેર્યાના ૧૧ વર્ષ પછી. જેસિકાએ કૃત્રિમ હાથનો ઉપયોગ બંધ કરી દીધો. વર્ષ ૨૦૦૫માં જેસિકાએ મનોવિજ્ઞાન અને સંચારમાં ડીગ્રી સાથે એરીજોના વિશ્વવિદ્યાલય માંથી સ્નાતક કર્યું.

ત્યાર પછી તો જે પડકારો તેણે પાર કર્યા. તેનાથી તે ઘણા લોકો માટે પ્રેરણા રૂપ બની ગઈ. તેણે અનુભવ્યું કે તેના શબ્દો અને અનુભવ ઘણા લોકો માટે પ્રોત્સાહન અને આશાવાદનો એક નિર્દોષ સ્ત્રોત છે. તે દિવસોમાં તેણે પોતાના સૌથી મોટા ડરને પોતાની અંદરથી જ દુર કરવા માટે આકાશમાં ઉડવાના પાઠ શીખ્યા. તેના ત્રણ વર્ષ પછી જેસિકા એક પૂર્ણ પાયલોટ બની ગઈ અને પોતાના પગથી વિમાન ઉડાડવા વાળી દુનિયાની પહેલી મહિલાનો એવોર્ડ મળ્યો.

૧૯૮૩માં યુએસના અરીજોનામાં જન્મેલી જેસિકા ફોકસ આજે વિશ્વની પહેલી અને એકમાત્ર હાથ વગરની પાયલોટ છે. તેની પાસે દુનિયાનું પહેલું લાયસન્સ છે, જે હાથ વગરના પાયલોટને આપવામાં આવ્યું, તે કારણે જ તેમનું નામ ગિનીજ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાઈ ચુક્યું છે. જેસિકા પગથી વિમાન ચલાવવામાં જ નહિ પરંતુ કરાટે અને પોતાના નાનામાં નાના કામોમાં પણ હોંશિયાર છે.

હવે જેસિકા હાથથી થતા પોતાના તમામ કામ પોતાના પગથી જ કરે છે. એટલે કે કાર ચલાવવાથી લઈને, ગેસ ભરવો, આંખોમાં લેન્સેસ લગાવવા, સ્કુબા ડ્રાઈવિંગ અને કી બોર્ડ ઉપર ટાઈપ કરવું. એટલું જ નહિ જેસિકાની ટાઈપીંગ સ્પીડ પણ પ્રતિ મિનીટ પચ્ચીસ શબ્દ છે.

આ માહિતી યોર સ્ટોરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.