પગનો અંગુઠો જણાવશે કેટલું હેલ્દી છે તમારું ‘હૃદય’

0
2197

કેટલું તંદુરસ્ત છે તમારું હ્રદય? :-

તંદુરસ્તી દુનિયાની સૌથી મોટી મિલકત છે, એ વાતનો અહેસાસ તે વખતે થાય છે, જયારે આપણું આરોગ્ય વધુ પ્રમાણમાં બગડી જાય છે. ત્યારે આપણે વિચારીએ છીએ કે જો પહેલા આરોગ્યની જાળવણી ઉપર ધ્યાન આપ્યું હોત અને તેના માટે થોડી પણ કાળજી રાખવાનો પ્રયાસ કર્યો હોત, જેમ કે પોષ્ટિક આહાર લેવા અને કસરત કરવી.

તંદુરસ્ત રહેવાની ટીપ્સ :-

પરંતુ જ્યાં સુધી આપણેને એ વાતોનો અહેસાસ થાય છે, ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હોય છે. આરોગ્યની બાબતમાં આપણે આપણા હ્રદયને લઈને ઘણા ચિંતાતુર રહીએ છીએ. આપણું હ્રદય હંમેશા તંદુરસ્ત રહેવું જોઈએ, કેમ કે તેનાથી જ શરીરની બીજી કાર્યપદ્ધતિઓ જોડાયેલી હોય છે.

આપણું હ્રદય :-

આપણા રોજીંદા જીવનમાં તનાવ સામે આપણે ઝઝૂમીએ છીએ તેની સીધી અસર આપણા હ્રદય પર પડે છે. રોજનો તનાવ આપણા હ્રદયને નબળું બનાવે છે. એટલા માટે તે જરૂરી છે કે આપણે હ્રદય સંબંધી આરોગ્યને જાળવી રાખીએ.

હ્રદય સાથે જોડાયેલું આરોગ્ય :-

આપણું હ્રદય મજબુત છે કે નહિ, તેની સાથે જોડાયેલી એક સરળ ટ્રીક વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમે તમારા પગના અંગુઠાની મદદથી એ જાણી શકો છો કે તમારું હ્રદય સુરક્ષિત છે કે નહિ.

એક કસરત :-

તમારે માત્ર એટલું કરવાનું છે કે જમીન ઉપર પગ સીધા કરીને સીધા થઈને બેસી જાવ. તમારા પગની આંગળીઓ અને અંગુઠા એકદમ સીધી દિશામાં જ હોવા જોઈએ. હવે ગોઠણને વાળ્યા વગર કે હલાવ્યા વગર તમારા બન્ને હાથની આંગળીઓથી પગના અંગુઠાને પકડો.

એક કસરત :-

જો તમે એમ કરવામાં સરળતાથી સફળ થઇ જાવ છો, તો તેનો અર્થ એ થાય છે કે તમારું હ્રદય એકદમ ફીટ છે, પરંતુ જો થોડી પણ મુશ્કેલી પડી રહી છે, તો તમારા રોજીંદા આહારમાં તૈલી પદાર્થોનું પ્રમાણ ઓછું કરો અને સવાર સવારમાં કસરતની મદદ દ્વારા તમારા હ્રદયને સુરક્ષિત બનાવો.

શું તમે કરી શક્યા આ કસરત?

પરંતુ જો તમે આમ કરવામાં નિષ્ફળતા મળી રહી છે અને ઘણા પ્રયાસ કરવા છતાં પણ તમે અંગુઠો નથી પકડી શકતા તો તમારે તમારા ડોક્ટરને એ બતાવવું જોઈએ અને વહેલી તકે ઈલાજ કરાવવો જોઈએ.

શોધ :-

ઉત્તરી ટેક્સાસમાં થયેલી એક શોધમાં એક ખાસ કસરતને જોડવામાં આવી હતી. જે કરવા માટે લગભગ ૫૨૬ લોકોએ ભાગ લીધો હતો. આ શોધ દરમિયાન તે લોકો જે પોતાના હાથથી પોતાના પગના અંગુઠાને પકડી શકતા ન હતા તેનું છેલ્લે લોહીનું દબાણ ચેક કરવામાં આવ્યું અને પરિણામ સ્વરૂપે શોધકર્તાઓને લગભગ તમામમાં ઊંચા લોહીનું દબાણ અને હ્રદય સંબંધી ઘણી સમસ્યાઓ તેમાં જોવા મળી.

પરિણામ :-

તો તમે પણ આજે જ હમણાં આ કસરત કરીને જુવો, જો તમે પણ આ નથી કરી શકતા તો વહેલી તકે ડોક્ટરની સલાહ લો. હ્રદયની બાબતમાં જરાપણ મોડું કરવું સારું નથી.

આ માહિતી સ્પીકિંગટ્રીના આર્ટીકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.