PACL માં ફસાયેલા નાણાં મેળવવા માટે આ દિવસ સુધી કરી શકો છો અરજી, જાણો કેટલું મળશે વ્યાજ.

0
1355

PACLમાં પૈસા રોકાણ કરવા વાળા લાખો રોકાણકારો માટે એક સારા સમાચાર આવી ગયા છે. કેમ કે હવે તમને તમારા પૈસા પાછા મળી શકે છે. તેના માટે તમે ભારતીય પ્રતિભુતી અને વિનિમય બોર્ડ (SEBI)ની સત્તાવાર સાઈટ ઉપર જઈને આવેદન કરી શકે છે. તેના માટે તમારે ૩૧ જુલાઈ પહેલા અરજી કરવાની રહેશે. સેબીએ રોકાણકારોને રાહત આપતા તેની તારીખને ૩૧ જુલાઈ સુધી વધારી દીધી છે. તેથી અમે જણાવીએ છીએ કે તમારા પૈસા પાછા મેળવવા માટે તમારે કઈ પ્રક્રિયા નું પાલન કરવાનું રહેશે અને ક્યા સર્ટીફીકેટોની જરૂર પડશે.

જરૂર પડશે આ સર્ટીફીકેટસની :- PACL હેઠળ તમારા રોકાણના પૈસા પાછા મેળવવા માટે સૌથી પહેલા તમારે SEBI ની વેબસાઈટ ઉપર જઈને એક ફોર્મ ભરવું પડશે. તે ઉપરાંત તમારે તમારા રોકાણ સાથે જોડાયેલા થોડા જરૂરી કાગળો અપલોડ કરવાના રહેશે. તેથી તમારા માટે સારું રહેશે કે સૌથી પહેલા તમે PACL સાથે જોડાયેલા તમામ કાગળો સ્કેન કરાવી લો. જો તમે પણ PACL સાથે સંબંધિત મૂળ દસ્તાવેજ ખોઈ નાખ્યા છે કે કોઈ કારણવશ દસ્તાવેજો તમારી પાસે નથી તો ચિંતા ન કરો. તમે આ અસલ દસ્તાવેજોની જગ્યાએ મળતી રસીદ ને પણ અપલોડ કરી શકો છો.

પાન કાર્ડ હોવું જરૂરી :- અરજી કરતા પહેલા એક બીજી વિશેષ વાતને ધ્યાન આપવાનું રહેશે કે તમારી પાસે પાન કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમારી પાસે આ બંનેમાંથી કોઈ એક પણ નથી તો તમારા પૈસા નહિ મળી શકે. તે વખતે તમારા માટે જરૂરી છે કે જો પાન કાર્ડ નથી તો તે વહેલી તકે બનાવરાવી લો. સેબીએ આ પગલું ટેક્સ નિયમોનું પાલન કરવા અને સુરક્ષા કારણોને લીધે જ જરૂરી કરી દેવામાં આવ્યા છે.

ક્યા સુધીમાં પાછા મળશે પૈસા :- સમિતિ દ્વારા પૈસા પાછા આપવાનો નિર્ણય અરજી કરવા વાળા અરજદારો માટે કરવામાં આવેલા દાવાની ચકાસણી પછી જ લેવામાં આવશે. રોકાણની રકમ પછી લેતા પહેલા સમિતિ એ વાતનું પણ ધ્યાન રાખશે કે તેની પાસે કુલ કેટલા કોપર્સ છે. સમિતિ ઉપર જ એ પણ આધાર રાખશે કે પૈસા પાછા શેના આધારે કરવામાં આવશે. આ તબક્કામાં વ્યાજની ચુકવવા ઉપર કોઈ વિચાર કરવામાં આવ્યો નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.