તમારા બાળક માટે ઝેર છે પેકેટ બંધ ચિપ્સ, મોટાપો–કેન્સર સાથે આ ગંભીર બીમારીઓ થઇ શકે છે.

0
1855

આજના સમયમાં લોકો બજારમાં મળી રહેલા પેકેટના નાસ્તા ખાવાનું ખુબ પસંદ કરે છે. પરંતુ તેનાથી આરોગ્ય ઉપર થતા નુકશાન વિષે કોઈ વિચારતું નથી. બાળકો પણ પેકેટ બંધ ચિપ્સ ખુબ પસંદ કરે છે. ઘરેથી બહાર નીકળતા જ બાળકો સૌથી પહેલા ખાવા માટે પેકેટ બંધ ચિપ્સ જ માંગે છે. લાગણીવશ થઈને આપણે પણ હંમેશા બાળકો માટે ઘરમાં ચિપ્સના પેકેટ લાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે, આ ચિપ્સ તમારા બાળકોના આરોગ્ય ઉપર નુકશાનકારક અસર કરે છે.

આ પેકેટ બંધ ચિપ્સ ન માત્ર તમારા બાળકોનો મોટાપો વધારે છે, પરંતુ એનાથી બાળકોને બીજી પણ ઘણી બીમારીઓ થઈ શકે છે. તેમાં ડાયાબીટીસથી લઈને કેન્સર સુધીની બીમારીઓ રહેલી છે. એટલું જ નહિ તે ચિપ્સ તમારા બાળકોને હ્રદય સાથે જોડાયેલી બીમારીઓ પણ આપી શકે છે. જુદી જુદી શોધોમાં એ વાતોની ખરાઈ કરવામાં આવી છે. આવો જાણીએ કેટલી ખતરનાક છે બાળકો માટે પેકેટ બંધ ચિપ્સ?

પેકેટ બંધ ચિપ્સમાં ચરબી અને કેલેરીનું પ્રમાણ ઘણું વધુ હોય છે. તેનાથી વજન વધવા અને મોટાપાની સમસ્યા થઇ શકે છે. ૨૮ ગ્રામ બટેટાની ચિપ્સ કે ૧૫ થી ૨૦ ચિપ્સમાં ૧૦ ગ્રામ ચરબી અને ૧૫૪ ગ્રામ કેલેરી હોય છે. ૨૦૧૫માં થયેલી એક શોધમાં જણાવવામાં આવ્યું હતું કે, તળેલા બટેટાની ચિપ્સ મોટાપાનું મુખ્ય કારણ છે. પેકેટ બંધ ચિપ્સથી ડાયાબીટીસ અને હ્રદય સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ રહે છે. શોધોમાં ત્યાં સુધી સામે આવ્યું છે કે, વધુ ચિપ્સ ખાવાથી કેન્સર સુધીની બીમારીઓ થઇ શકે છે.

જો તમારું બાળક સતત ચિપ્સ ખાય છે, તો તેમાં પોષણની કમી થઇ શકે છે. ચિપ્સમાં વિટામીન અને મિનરલ ઘણું ઓછા પ્રમાણમાં હોય છે અને એનાથી બાળકોના શરીરને વધુ પોષણ નથી મળતું. ચિપ્સમાં સોડીયમનું પ્રમાણ વધુ હોય છે, જે આરોગ્ય માટે નુકશાનકારક છે. સોડીયમનું વધુ પ્રમાણ શરીરમાં જવાથી ઘણી બીમારીઓ થઇ શકે છે. તેમાં ઊંચા લોહીના દબાણથી લઈને સ્ટ્રોક, હાર્ટ અને કીડનીની બીમારી રહેલો છે. ૨૮ ગ્રામ બટેટાની ચિપ્સમાં ૧૨૦ મિલીગ્રામથી લઈને ૧૮૦ મીલીગ્રામ સોડીયમ હોય છે.

અમેરિકામાં ૨૦૧૦માં ડાયટ ગાઈડલાઈન બહાર પડી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, દિવસ આખામાં કેટલા પ્રમાણમાં મીઠું લેવું જોઈએ. આ ગાઈડલાઈન મુજબ દિવસ આખામાં ૨,૩૦૦ મિલીગ્રામથી વધુ મીઠું બિલકુલ લેવું જોઈએ નહી. જો તેમ કરવામાં આવશે તો ઊંચા લોહીના દબાણથી લઈને કીડની સુધીના ઘણા ગંભીર રોગ થઇ શકે છે.

પેકેટ બંધ ચિપ્સ તમારા બાળકના કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારી શકે છે. ચિપ્સમાં એટલા પ્રમાણમાં ચરબી હોય છે જે શરીરના કોલેસ્ટ્રોલ સ્તરને બગાડી શકે છે. મોટાભાગની ચિપ્સ ડીપ ફ્રાઈ કરેલી હોય છે, જે શરીરમાં ખતરનાક ટ્રાન્સ ફેટ ઉત્પન્ન કરે છે. એ ટ્રાન્સ ફેટ બાળકોના શરીરના આરોગ્ય માટે ઘણું નુકશાનકારક હોય છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.