મધ્ય પ્રદેશના નીમચ જીલ્લામાં પબ્જી ગેમ રમતા રમતા ૧૬ વર્ષના બાળકના મૃત્યુની સંવેદનશીલ ઘટના સામે આવી છે. તે દરમિયાન બાળકની નાની બહેન તેની સામે હાજર હતી. ઘરવાળાનું કહેવું છે કે તે એ ગેમનો બંધાણી હતો અને મૃત્યુ પહેલા તેણે સતત ૬ કલાક પબ્જી ગેમ રમી.
ઘટના નીમચજીલ્લાના પટેલ પ્લાઝા વિસ્તારની છે. જ્યાં ફુરકાન કુરેશી નામના એક ૧૬ વર્ષના બાળકનું પબ્જી ગેમ રમતા અચાનક મૃત્યુ થઇ ગયું. ફુરકાનના ઘરે શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તેના પિતા હારુન રશીદ કુરેશીનું કહેવું છે કે મેં તેને ઘણી વખત ના કહી હતી, પરંતુ તે માનતો ન હતો અને સતત ઘણા કલાકો સુધી પબ્જી રમતો રહેતો હતો. તેમણે રજૂઆત પણ કરી હતી કે આવી ગેમ ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ.
હારૂને જણાવ્યું, હું નસીરાબાદમાં રહું છું, મારો દીકરો ફૂરકાન કેન્દ્રીય વિદ્યાલયમાં ૧૨માં ધોરણનો વિદ્યાર્થી હતો. મારા મોટા ભાઈની દીકરીના લગ્નનું માગુ આવવાનું હતું અને ઘરમાં પ્રસંગનું વાતાવરણ હતું. મારો દીકરો દોઢ વર્ષથી મોબાઈલ ઉપર પબ્જી રમતો હતો અને તે બે-ત્રણ કલાક સતત રમતો હતો. મેં તેને ઘણી વખત અટકાવ્યો પરંતુ તે બિલકુલ માનતો જ ન હતો. તેને ગેમ માટે ધૂન લાગેલી હતી.
તેમણે કહ્યું કે તે કાનમાં હેડફોન લગાવીને જોર જોરથી બુમો પાડતો હતો કે ધડાકો થઇ જશે. તેને મારી દો. તેને મારી દો અને પોતાના મૃત્યુ પહેલા પણ તે બુમો પાડી પાડીને રમી રહ્યો હતો. અચાનક તે બુમો પાડવા લાગ્યો કે બોમમારો કર બોમમારો કર. ત્યાર પછી ફૂરકાનનો રશીદ બે મિનીટમાં લાલ થઇ ગયો. તેને તરત જ ડોક્ટર પાસે લઇ ગયા પરંતુ તે બચી ન શક્યો અને તેનું મૃત્યુ થઇ ગયું.
ગેમ રમતી વખતે તેની સામે હાજર રહેલી તેની નાની બહેન ફિજાએ જણાવ્યું કે તે ગેમ માટે પાગલ હતો. તેને ના કહેતી હતી તો મને ખીજાતા હતા. તે જયારે પણ નવરા થતા તો તે પબ્જી લઈને બેસી જતા હતા. તે સમયે તે સાંજે જયારે સુતા સુતા રમી રહ્યા હતા તો હું નીચે જ બેઠી હતી.
અચાનક તેણે જોર જોરથી બુમો પાડવાનું શરુ કરી દીધું. મમ્મી-મમ્મીની બુમો પાડવા લાગ્યો. તે કહી રહ્યો હતો અયાન તે મને હરાવી દીધો તને રમતા નથી આવડતું હવે હું તારી સાથે નહિ રમું. તે જોઈને તેણે મને મારી નાખ્યો. ધડાકો થઇ ગયો.
ફિજાએ આગળ જણાવ્યું કે એટલું કહીને તેણે હેડફોન કાઢી નાખ્યો અને જીવ છોડી દીધો. તે બીમાર પણ ન હતો. ફિજાએ કહ્યું કે તે ગેમ રમ્યા વગર ફૂરકાન રહી શકતો ન હતો અને દિવસ આખો રમતો રહેતો હતો. જયારે તેને ગેમ ડીલીટ કરવાની વાત કરતા હતા, તો તે ખાવા પીવાનું છોડવાની ધમકી આપતો હતો.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.