ઓક્સફોર્ડની કોરોના વૈકસીનનું ભારતમાં ઉત્પાદન શરુ, આ રીતે લાખો ડોઝ થશે તૈયાર

0
173

ખુશખબર : ભારતમાં ઓક્સફોર્ડની કોરોના વૈકસીનનું ઉત્પાદન શરુ, આ રીતે તૈયાર થશે લાખો ડોઝ

બ્રિટનની દવા કંપની એસ્ટ્રાજેનેકાએ કહ્યું કે, તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી તૈયાર કરેલી કોરોના વાયરસ વેક્સીનના લાખો ડોઝનું નિર્માણ શરૂ કરી દીધું છે. કંપનીએ જણાવ્યું કે, બ્રિટન, સ્વિટ્ઝરલેંડ, નોર્વેની સાથે સાથે ભારતમાં પણ વેક્સીનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ AZD1222 નામથી કોરોનાની વેક્સીન તૈયાર કરી છે. શરૂઆતી ટ્રાયલમાં વેક્સીનનું રિઝલ્ટ સારું રહ્યું છે અને આગલા રાઉંડનું ટ્રાયલ પણ શરૂ છે.

એસ્ટ્રાજેનેકાના સીઈઓ પૈસ્કલ સોરિઅટે બીબીસી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, અમે વેક્સીનનું નિર્માણ શરૂ કરી રહ્યા છીએ. રિઝલ્ટ આવવાના સમયે અમારી પાસે વેક્સીન તૈયાર હશે. જોકે, તેમાં રિસ્ક પણ છે કે વેક્સીન કામ નહિ કરે તો તે બેકાર થઈ જશે. તેમણે કહ્યું કે, કંપની વેક્સીનના નિર્માણથી નફો નહિ કમાય જ્યાં સુધી WHO મહામારી ખતમ થવાની ઘોષણા નહિ કરે.

પૈસ્કલ સોરિઅટે કહ્યું કે, તેમણે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી એક અરબ વેક્સીનના ડોઝના ઉત્પાદન માટે કરાર કર્યો છે. 2021 સુધી એક અરબ વેક્સીનના ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય છે. તેમજ, 2020 ના અંત સુધી 40 કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે.

બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનેકાએ કહ્યું છે કે, સપ્ટેમ્બર સુધી આખી દુનિયાની ફેક્ટરીમાં વેક્સીનના લાખો ડોઝ તૈયાર થઈ જશે. તેમજ 2021 ના મધ્ય સુધી 2 અરબ ડોઝ તૈયાર થશે.

એસ્ટ્રાજેનેકા કંપનીએ અમેરિકાને 40 કરોડ વેક્સીન સપ્લાઈ કરવા માટે કરાર કર્યો છે. તેમજ, કંપની બ્રિટનને 10 કરોડ વેક્સીન આપશે. જોકે, વેક્સીનની સપ્લાઈ ઓક્સફર્ડની સફળતા પર નિર્ભર છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓગસ્ટ સુધી વેક્સીનનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરી શકે છે. શરૂઆતમાં AZD1222 વેક્સીનનું પરીક્ષણ 18 થી 55 વર્ષના 160 સ્વસ્થ લોકો પર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા અને ત્રીજા ચરણનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું.

ત્રીજા ચરણમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી વેક્સીન ટેસ્ટમાં બાળકો અને વૃદ્ધોને પણ શામેલ કરી રહી છે. આ દરમિયાન કુલ 10260 લોકો પર વેક્સીનનું પરીક્ષણ કરવાનું છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.