આ ફોટામાં સંતાયેલું છે એક ઘુવડ, શું તમને દેખાયું? 95 ટકા લોકો તેને શોધવામાં થયા ફેલ.

0
264

શું તમે શોધી શકશો આ ફોટામાં સંતાયેલા ઘુવડને? ફોટાને ઝૂમ કરીને જુઓ કે આડો-અવળો કરીને જુઓ પણ ચેલેન્જ પુરી કરી દેખાડો. સોશિયલ મીડિયા ઉપર હંમેશા અલગ અલગ પ્રકારના ફોટા શેયર થતા રહે છે. તેમાં ઘણી વખત માઈંડ ગેમ સાથે જોડાયેલા ફોટા પણ સામે આવે છે. આ ફોટામાં તમને એક સંતાયેલી વસ્તુ શોધવા માટે કહેવામાં આવે છે. તેનાથી તમારા મગજ અને આંખોની કસરત થઈ જાય છે.

આજે અમે તમારા માટે એવો જ એક ફોટો લઈને આવ્યા છીએ. આ ફોટો જંગલ વચ્ચે ઉભેલા એક ઝાડનો છે. આ ફોટામાં ક્યાંક ઘુવડ છુપાઈ બેઠું છે. તેથી તમારે એ ઘુવડને શોધવાનું છે. આવો પહેલા તમને ફોટો દેખાડી દઈએ.

તો તમને શું આ ફોટામાં ઘુવડ દેખાયું કે નહિ? અરે થોડું વધુ ધ્યાનથી જુવો ને. આવો અમે તમને એક હિંટ આપીએ. આ ફોટામાં ઘુવડ ઝાડ ઉપર જ છે. હવે તો તમને આ ફોટામાં ઘુવડ મળી જવું જોઈએ. આવો જ એક બીજો ફોટો પણ છે તેમાં પણ તમારે સંતાયેલા ઘુવડને શોધવાનું છે. જુવો તે ફોટો.

આ બંને ફોટાને જરા એક વખત ફરીથી ધ્યાનથી જુવો અને ઘુવડને શોધવાનો પ્રયત્ન કરો. જો તમે ફોટામાં સંતાયેલા ઘુવડને શોધી લીધું છે, તો તે ઘણી સારી વાત છે. આમ તો જો તમે એમ ન કરી શકતા હોય, તો વાંધો નહિ અમે તમને સાચો જવાન જણાવીએ છીએ. ઘુવડ ખરેખર ઝાડની ઉપર જ બેઠું છે. ઘુવડનો કલર ઝાડની ડાળી જેવો હોવાને કારણે જ તેને શોધવું થોડું મુશ્કેલ બની રહ્યું છે.

તમારી સરળતા માટે અમે ઘુવડની આસપાસ લાલ સર્કલ બનાવી દીધા છે. આવો હવે એક બીજો ફોટો જોઈ લો.

તો તમે જોયું કઈ રીતે આ ઘુવડે પોતાને વાતાવરણને અનુરૂપ ઢાળી લીધું છે. આમ તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ઘુવડ શોધવા વાળી આ ગેમ આઈપીએસ ધરમવીર મીણાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી હતી. આ ગેમના ફોટા શેયર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું હતું ‘પક્ષી શોધો’.

આઈપીએસના આ ટ્વીટ પછી ઘણા લોકોએ કમેન્ટમાં જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી ઘણા સફળ થયા તો ઘણા નિષ્ફ્ળ થઇ ગયા. આમ તો તમને આ ફોટામાં ઘુવડ શોધવામાં કેટલો સમય લાગ્યો? તમારો જવાબ અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવવો. સાથે જ આ ગેમ પસંદ આવી હોય, તો બીજા સાથે શેયર કરીને તેમનું માઈંડ પણ જરૂર ચેક કરજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.