જયારે ભારત માજ આ જગ્યાએ ઓવર બ્રિજ નીચે ફસાઈ ગયું વિમાન, વિડીયો થયો વાયરલ જાણો એની વિગત

0
743

તમે વિમાનને હજુ સુધી આકાશમાં ઉડતા જોયું હશે, પરંતુ શું તમે ક્યારે આ સાંભળ્યું છે કે કોઈ વિમાન ઓવર બ્રિજના નીચે ફસાઈ ગયું. તમારો જવાબ હશે બિલકુલ નહિ પરંતુ આવું થયું છે. હા, આવું પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયું છે જ્યાં એક વિમાન પુલ નીચે ફસાઈ ગયું છે.

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક ટ્રક ભારતીય પોસ્ટ સેવાથી મુક્ત થઇ ચૂકેલ એક જુના વિમાનને લઈને જઈ રહ્યું હતું, પરંતુ હાઇવે પર એક ઓવર બ્રિજના નીચે જતા સમયે વધારે ઉંચાઈ હોવાના કારણે વિમાન ત્યાં જ ફસાઈ ગયું.

વિમાનને પુલ નીચે ફસાયેલું જોઈને લોકો તેને જોવા માટે આવવા લાગ્યા જેના કારણે ત્યાં લોકોની ભીડ જમા થઇ ગઈ જેની અસર ટ્રાફિકમાં પણ પડી.

જણાવી દઈએ કે, આ વિમાનને ભારતીય પોસ્ટ વિભાગે જૂનું અને જર્જર થવાના કારણે સેવા મુક્ત કરી દીધુ અને તેને એક જગ્યાથી બીજી જગ્યા લઇ જઈ રહ્યા હતા, આ દરમિયાન આ નજારો જોવા મળ્યો.

હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો આના પર અલગ અલગ પ્રકારના કમેન્ટ કરી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

વિડીયો :