વાત આપણી ટેક્ષ સિસ્ટમની અને બજેટની, ઉદ્યોગપતિઓ અને મૂડીવાદીઓની

0
493

એક વાર ૧૦ મિત્ર ઢાબા ઉપર ખાવા માટે ગયા. બીલ આવ્યું ૧૦૦ રૂપિયા. ૧૦ રૂપિયાની એક થાળી હતી. માલિકે નક્કી કર્યું કે બીલની ચુકવણી દેશની ટેક્સ સીસ્ટમ મુજબ જ થશે.

પહેલા ૪ (ગરીબ બિચારા) તેમનું બીલ માફ.

પાંચમાંનું બિલ : ૧ રૂપિયો

છઠ્ઠાનું બિલ : ૩ રૂપિયા

સાતમાંનું : ૭ રૂપિયા

આઠમાંનું : ૧૨ રૂપિયા

નવમાંનું : ૧૮ રૂપિયા

એટલે દશમો : ૫૯ આપવા લાગ્યો. એક વર્ષ પછી માલિકે કહ્યું. તમે લોકો મારા આટલા સારા ગ્રાહક છો, તો હું તમારા લોકોના બીલમાં ૨૦ રૂપિયાની છૂટ આપી રહ્યો છું. હવે પ્રશ્ન એ છે કે આ છૂટનો લાભ કેવી રીતે આપી શકાય આ બધાને?

પહેલા ચાર તો આમ પણ મફતમાં જ ખાઈ પી રહ્યા હતા. એક રીત એ હતી કે, ૨૦ રૂપિયા બાકીના ૬ જણાને સરખા ભાગે વહેંચી દો. એવી સ્થિતિમાં ૪ સાથે પાંચમો અને છઠ્ઠો પણ ફ્રી માં ખાવા લાગ્યો. એટલું જ નહિ ૨.૩૩ રૂપિયા અને .૩૩ રૂપિયા ઘરે પણ લઇ જવા લાગ્યા.

એટલે માલિકે વધુ ન્યાય સંગત રીત શોધી. અને નવી વ્યવસ્થામાં હવે પહેલા પાંચ મફતમાં ખાવા લાગ્યા.

છઠ્ઠો ૩ ને બદલે ૨ રૂપિયા આપવા લાગ્યો. ૩૩% લાભ.

સાતમો ૭ ને બદલે ૫ રૂપિયા આપવા લાગ્યો. ૨૮% લાભ.

આઠમો ૧૨ ને બદલે ૯ રૂપિયા આપવા લાગ્યો. ૨૫% લાભ.

નાવમો ૧૮ ને બદલે ૧૪ આપવા લાગ્યો. ૨૨% લાભ.

દશમો ૫૯ ને બદલે ૪૯ આપવા લાગ્યો. માત્ર ૧૬% લાભ.

બહાર આવીને છઠ્ઠો બોલ્યો, મને તો માત્ર ૧ રૂપિયાનો લાભ મળ્યો. જો કે પૈસાદારને ૧૦ રૂપિયાનો લાભ લઇ ગયો.

પાંચમો જે આજે મફતમાં ખાઈને આવ્યો હતો, તે બોલ્યો તે મારાથી ૧૦ ગણો લાભ લઇ ગયો. સાતમો બોલ્યો, મને માત્ર ૨ રૂપિયાનો લાભ અને આ ઉદ્યોગપતિ ૧૦ રૂપિયા લઇ ગયો.

પહેલા ૪ બોલ્યા. હવે તમને તો આમ પણ કાંઈક મળ્યું અમને ગરીબોને તો આ છૂટનો કોઈ લાભ જ ન મળ્યો.

આ સરકાર માત્ર આ મૂડીવાદી ઉદ્યોગપતિ શેઠ માટે કામ કરે છે. મારો… પીટો… ફૂંકી ફો… અને બધાએ મળીને દસમાંને માર્યો. એટલે એ શેઠિયો માર ખાઈને ઈલાજ કરાવવા સિંગાપુર મલેશિયા જતો રહ્યો.

બીજા દિવસે તે આ ઢાબા ઉપર ખાવા ન આવ્યો. અને જે નવમો હતો તેની પાસે ૪૦ રૂપિયા હતા જયારે બીલ ૮૦ રૂપિયાનું હતું. મિત્રો જો એ બિચારાને આપણે આમ જ મારશું તો બની શકે છે કે, તે કોઈ બીજા ઢાબા ઉપર ખાવા લાગે (આદિત્ય બિરલા ગ્રુપની ૩૬ કંપનીઓ છે મલેશિયા સિંગાપુરમાં.) જ્યાં તેમને ટેક્સ સીસ્ટમ આપણા કરતા સારી મળી જાય.)

મિત્રો, આ છે વાત આપણી ટેક્સેશન સીસ્ટમની અને બજેટની. ઉદ્યોગપતિઓ અને મૂડીવાદીઓને ભલે કેટલી પણ ગાળો આપો પણ વાત આ છે. તેમાં આપણે કોઈ ફેરફાર નથી કરી શકવાના.

– વાઈરલ મેસેજ.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.