આ બોલીવુડ કલાકારો આવી ગયા છે વૃદ્ધાવસ્થાની ઝપેટમાં, તેમાં નંબર 7 વાળી તો માત્ર ફિલ્મોમાં જ સુંદર દેખાય છે.
નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આપણા માંથી જે લોકો અભ્યાસ કે પછી નોકરી કરવા માટે ઘરથી દુર કોઈ બીજા શહેર, રાજ્ય કે દેશમાં રહે છે, તેઓ હંમેશા તહેવારો ઉપર જ ઘરે આવી શકે છે. અને લાંબા સમય પછી જયારે આપણે પોતાના ઘરે પાછા જઈએ છીએ, તો લગભગ દરેક વસ્તુમાં ફેરફાર જોવા મળે છે. અને ઘણા લોકોને તો ઘણા સમય પછી જોતા તમને તેના ચહેરામાં પણ ફેરફાર જોવા મળતો હશે. તેને જોઇને તમારા મગજમાં પણ વિચાર આવતો હશે કે, સમય કેટલો ઝડપથી પસાર થઇ જઈ રહ્યો છે.
અને સમયની અસરથી બોલીવુડના કલાકારો પણ બચી શકતા નથી. આપણા બોલીવુડ સ્ટાર્સ સાથે પણ એવું જ થઇ રહ્યું છે. આપણા કલાકારોની ફિલ્મ થોડા મહિના કે પછી વર્ષમાં એક વખત આવે છે, અને દરેક ફિલ્મમાં તેનો જુદો જુદો અંદાજ જોવા મળે છે. અમુક ફિલ્મમાં તે ખુબ જ યુવાન જોવા મળે છે તો કોઈ ફિલ્મમાં તેમની ઉંમર સ્પષ્ટ જોવા મળે છે.
તો આજે અમે તમને આ લેખના માધ્યમથી એવા બોલીવુડના કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના ચહેરા ઉપર તેમની વધતી રહેલી ઉંમર સ્પષ્ટ જોવા મળી રહી છે. ઘણી વખત મેકઅપની મદદથી તેમની ઉંમર છુપાવી તો લેવાય છે, પરંતુ જયારે મેકઅપ નથી હોતો તો ચહેરા ઉપર પડી રહેલી કરચલી જોવા મળે છે. જો તમને અમારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો આ ફોટા જોઇને વિશ્વાસ આવી જશે.
આમીર ખાન :
ફિલ્મ ‘દંગલ’ માં આમીર ખાને પાત્રને તેમની ઉંમર સાથે પૂરો ન્યાય આપ્યો હતો. આ ફિલ્મમાં તેમની સાચી ઉંમર જોવા મળી રહી હતી.
સૈફ અલી ખાન :
બોલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન પણ હવે યંગ નથી રહ્યા. તેમના ચહેરાની કરચલી તેમની ઉંમર દર્શાવવા લાગી છે. આ બધા કલાકારો મેકઅપને કારણે જ ફિલ્મોમાં યુવાન જોવા મળે છે.
શાહરૂખ ખાન :
મિત્રો હાલમાં જ આ ફોટો શાહરૂખ ખાને જાતે પોસ્ટ કર્યો હતો. અને તેમના આ ફોટામાં એમની ઉંમરનો અંદાઝ સ્પષ્ટ જોવા મળે છે.
સલમાન ખાન :
મિત્રો આ ફોટામાં તમે સલમાન ખાનને જુઓ. આ ફોટો જોઇને કોઈપણ વ્યક્તિ કહેશે કે તેમની ઉંમર ૫૦ ઉપર થઇ ગઈ છે, અને તે વૃદ્ધ દેખાવા લાગ્યા છે.
કરીના કપૂર ખાન :
હવે વારો આવે છે બોલીવુડની બેગમ કરીના કપૂરનો. એમના ચહેરા પર પણ હવે ઉંમરની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ફિલ્મ વિરે દી વેડિંગમાં તે ઘણી યુવાન દેખાતી હતી, પણ મેકઅપ વગર તે એકદમ ફિક્કી દેખાય છે.
રાણી મુખર્જી :
મિત્રો ફિલ્મોમાં ભલે રાણી મુખર્જી બદલાયેલી દેખાતી હોય. પણ અસલ જીવનમાં તો તે ઘરડી દેખાઈ રહી છે.
કાજોલ :
મિત્રો કાજોલ ભલે તમને ઓનસ્ક્રીન પહેલાથી વધુ યંગ અને સુંદર દેખાતી હોય. પણ મેકઅપ વગર એમને જોવામાં આવે તો તેના ચહેરાની સંપૂર્ણ રંગત જતી રહે છે. તેનો ચહેરો ઘણો સુકો જોવા મળે છે અને ઉંમરની અસર સ્પષ્ટ જોવા મળે છે.
અજય દેવગણ :
વર્તમાન સમયમાં પણ ફિલ્મોમાં એન્ગ્રી યંગમેનના પાત્ર નિભાવનારા અજય દેવગણ રીયલ લાઈફમાં ‘એન્ગ્રી ઓલ્ડ મેન’ દેખાય છે. આ ફોટામાં તમે પણ જુવો તે કેટલા જુદા દેખાઈ રહ્યા છે.
કેટરીના કેફ :
મિત્રો તમે પણ વિચારી રહ્યા હશો કે આ લીસ્ટમાં કેટરીનાનું નામ શા માટે છે. તે તો ઘણી સુંદર અને હોટ છે. પણ તમે આ ફોટાને જોઇને પોતે જ સમજી જશો કે અમે આ લીસ્ટમાં તેમનું નામ કેમ રાખ્યું છે.
એશ્વર્યા રાય :
આમ તો એશ્વર્યા રાયના ફોટા જોઇને એવું લાગે છે કે, તેમણે ઉંમરને પાછી પાડી દીધી છે. પણ એમનો મેકઅપ વગરનો ફોટો જોશો તો તે પણ ઘરડી દેખાવાની શરુ થઇ ગઈ છે.