ખેતરમાં જ બની જશે એકદમ સસ્તામાં જૈવિક ખાતર અને જંતુનાશક દવાઓ જાણો ડોકટર અજય બોહરા પાસે

0
5399

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમને ઓર્ગેનિક ખેતીના વિશેષજ્ઞ અજય બોહરા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આમ તો તે એક ખેડૂત છે, પણ એમણે જૈવિક ખેતી(ઓર્ગેનિક ખેતી) માં મહારથ પ્રાપ્ત કરી છે અને એમને ડોકટરેટની પદવી મળી છે.

અજય બોહરાએ પોતાના ખેતરની કાળી માટી અને ખારા પાણીથી જૈવિક રીતે એપ્પલ બેર એટલે કે સફરજનનો છોડ રોપીને એને ઉછેર્યો અને એમને એના પર સારા ફળ મળ્યા છે. અજય બોહરાએ જૈવિક ખેતીમાં ઘણો ઊંડો અભ્યાસ કર્યો છે. અજય બોહરાએ એ સાબિત કરી દેખાડ્યું છે કે, ખેડૂતે સારો પાક મેળવવા માટે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇટ્સનો ઉપયોગ કરવાની જરૂર નથી.

ખેડૂતો પોતે જૈવિક ખાતર અને જૈવિક પેસ્ટીસાઇટ્સ તૈયાર કરીને એની મદદથી સારો પાક મેળવી શકે છે. અજય બોહરા પાક માટે જરૂરી બેક્ટેરિયા અને માઈક્રોન્યુટ્રીએંટ્સ ખેતરમાં જ તૈયાર કરે છે. એમણે યુરિયા અને ડી.એ.પી.ના વિકલ્પ માટે એક એવું મિશ્રણ તૈયાર કર્યું છે, જેમાં ભરપૂર માત્રામાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને બીજા પોષક તત્વો હોય છે. ડોક્ટર અજય બોહરા ખેડૂતોને જૈવિક ખેતી માટે ફ્રી ટ્રેનિંગ આપે છે. જૈવિક ખેતીના ક્ષેત્રમાં સારું કામ કરવા માટે એમને ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે.

આજે અમે તમને અજય બોહરા દ્વારા જણાવેલ જાણકારી આપીશું જેમાં તમે શીખશો કે, જૈવિક ખેતી માટે બેક્ટેરિયા, માઈક્રોન્યુટ્રીએંટ્સ અને ખાતર કેવી રીતે તૈયાર કરવામાં આવે. એમનું કહેવું છે કે, ઘણા બધા ખેડૂતો ઓર્ગેનિક ખેતી શબ્દ સાંભળીને એ વિચારીને પાછળ હતી જાય છે કે, આ બધું આપણે કેવી રીતે કરશું? આના માટે તો આપણે કેટલી બધી વ્યવસ્થા કરવી પડશે. પણ હકીકતમાં આ કામ એટલું અઘરું નથી. થોડી વસ્તુઓની વ્યવસ્થા કરીને આ કામ કરી શકાય છે.

એમણે જણાવ્યું કે આના માટે તમારે ગાયના છાણમાંથી ખાતર બનાવવાનું છે. તો એના માટે તમારે ગાયના છાણને 4-5 દિવસ માટે સુકાવા દેવાનું છે. એ સુકાય જાય પછી એને હાથથી મસળી લેવાનું છે. અને આ રીતે 100 કિલો છાણ ભેગું કરવાનું છે. તમારે 1 ડ્રમ ભરીને ગૌ મૂત્ર પણ ભેગું કરવાનું છે. ગૌ મૂત્ર માટે જે રેગ્યુલર સાઈઝના ડ્રમ આવે છે એમાં 20 કિલો ગોળ નાખવાનો છે, અને પછી એ ડ્રમને ગૌ મુત્રથી ભરી દેવાનું છે. પછી એને દરરોજ સવાર સાંજ સારી રીતે હલાવવાનું છે, જેથી એની અંદર રહેલો ગોળ સારી રીતે મિક્સ થઇ જાય.

આ ગોળ ગૌમૂત્રમાં રહેલા જીવાણુની સંખ્યામાં વધારો કરશે. ત્યારબાદ 100 કિલો છાણ જે આપણે મસળીને ચા પત્તી જેવું બનાવ્યું છે, એમાં આપણે જે ગોળ મિક્સ કરીને ગૌ મૂત્ર તૈયાર કર્યું છે એ 20 કિલો નાખવાનું છે. ત્યારબાદ 2 કિલો બેસન અથવા કોઈ પણ દાળનો લોટ એ છાણમાં નાખવાનો છે. ત્યારબાદ 2 કિલો માટી લાવવાની છે. એ માટી પીપળાના કે વડના ઝાડ નીચેની કે તળાવની નીચેની હોવી જોઈએ. પહેલા તમારે એને સુકવી દેવાની છે, અને પછી એને છાણમાં નાખવાની છે. એમાં જીવાણુઓની સંખ્યા વધારે હોવાને લીધે એનો ઉપયોગ કરવાનો છે.

આ બધાને સારી રીતે મિક્સ કરીને ખાતર તૈયાર કરવાનું છે, અને એને ગૂણમાં ભરી દેવાનું છે. એને તમે ડી.એ.પી.ની જગ્યાએ વાપરવાનું છે. એક એકર જમીનમાં તમે 2 થી 3 ગૂણ ખાતર નાખો. વધુમાં વધુ 4 ગૂણ ખાતર વાપરો એનાથી વધારે ખાતર વાપરવાની જરૂર નહિ પડે.

જો તમારે ત્યાં ઉધઈની સમસ્યા છે તો તમે એક ડ્રમમાં 30 થી 40 કિલો તમાકુનો ચૂરો જે દુકાન પર બચતો હોય છે, એ લાવીને નાખવાનો છે. એની અંદર વેસ્ટ ડીકમ્પોઝર લીકવીડનું સોલ્યુશન એમાં નાખવાનું છે. પછી એને 15-20 દિવસ માટે એમજ રહેવા દો એટલે એ સડી જશે. પછી આ લીકવીડમાંથી 5 લીટર લીકવીડ ગાળીને એને 15 લીટર સાફ પાણીમાં મિક્સ કરીને પાક પર છાંટી દો. તમારી ઉધઈની સમસ્યા દૂર થઇ જશે.

યુરિયા, ડી.એ.પી. અને અન્ય પોષક તત્વોની પૂર્તિ માટે જૈવિક મિશ્રણ તૈયાર કરવાની વિધિ.

એના માટે તમારે એક ડ્રમમાં 30 કિલો લીમડાની લીંબોળીને છૂંદીને નાખવાની છે. ધ્યાન રહે કે એમનું ફૂટવું જરૂરી છે. આખી લીંબોળી નથી નાખવાની. પછી એમાં 10 કિલો બેસન નાખવાનું છે, 10 કિલો ગોળ નાખવાનો છે, અને 2-2 કિલો 3-4 પ્રકારની દાળ જે ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય એ નાખવાની છે. પછી વેસ્ટ ડીકમ્પોઝરના પાણીથી એને ભરીને એરટાઈટ કરીને 30 દિવસ માટે મૂકી દેવાનું છે.

30 દિવસ પછી આ તૈયાર થઇ જશે તો એનાથી તમારા પાકના માઈક્રોન્યુટ્રીએંટ્સની પૂર્તિ થઇ જશે. બીજા એક ડ્રમમાં તમારે થોડું લોખંડ, તાંબું અને ઝીંક નાખીને એને વેસ્ટ ડીકમ્પોઝરના લીકવીડથી ભરીને 15 દિવસ માટે મૂકી દેવાનું છે. આ બંનેને તમે સ્પ્રેના માધ્યમથી છાંટી શકો છો. અને તમે વેન્ચ્યુરીથી પણ છોડને આપી શકો છો. આનાથી પાકની ન્યૂટ્રિશિયનની પૂર્તિ થઇ જશે અને તમને કોઈ સમસ્યા પણ નહિ થાય.

જૈવિક જંતુનાશક બનાવવાની વિધિ :

એના માટે લીમડાની ડાળી અને પાંદડા, આકડાની ડાળી અને પાંદડા, ધતુરા, કલેર વગેરે જે પણ તમારી આસપાસ મળે એને બરાબર માત્રામાં લાવવાનું છે અને એને સારી રીતે ધોઈ નાખવાના છે. પછી એના ટુકડા કરીને એને કોઈ કઢાઈમાં નાખીને એક દિવસ માટે ઉકાળવાના છે. આગ બરાબર સળગતી રહેવી જોઈએ જેથી એનો કસ સારી રીતે બહાર આવે.

પછી એમાં જે પણ ઘન પદાર્થ હોય એને ગાળીને બહાર કાઢી લેવાના છે, અને જે લીકવીડ બચ્યું છે એને કોઈ પાત્રમાં સ્ટોર કરીને મૂકી દેવાનું છે. તે હાઈલી કન્સન્ટટેડ પોઇઝન ફોર્મમાં હોય છે, એને સીધું ઉપયોગમાં નથી લેવાનું. એના ઉપયોગ માટે 15-16 લિટરનું જે સ્પ્રેનું ટેન્ક હોય છે એમાં 1 ગ્લાસ આ મિશ્રણ નાખવાનું છે. જો તમને લાગે કે એટલાથી કામ નથી થતું તો તમે એની માત્રા થોડી વધારી શકો છો. એને તમે એકના બે ગ્લાસ કરી શકો છો, પણ એનાથી વધારે નહિ.

જો એનાથી પણ ફંગસ માટે કામ ન બનતું હોય, તો એક માટલું લઈને એને જમીનમાં ખાડો ખોદીને એમાં લસ્સી નાખી દેવાની છે અને એના તાંબાની કોઈ પણ એક વસ્તુ નાખવાની છે. પછી એની પર સફેદ સુતરાઉ કાપડ લઈને એની 5-6 ગડી કરીને માટલા પર મુકવાનું અને એની પર ઈંટ મૂકી દેવાની છે. 40 દિવસ પછી એનાથી તમારું એન્ટી ફંગીસાઇડ તૈયાર થઇ જશે. એને તમે સ્પ્રેના 15-16 લીટર વાળા ટેન્કમાં 1 ગ્લાસ જેટલું નાખીને સ્પ્રે કરી શકો છો. એને વધારે માત્રામાં નથી નાખવાનું.

આ રીતથી તમે સામાન્ય ખેતીમાં સરળતાથી ઓછા ખર્ચે સારી ખેતી કરી શકશો. આમાં તમારે ડ્રમ વગેરે માટે એક સમયે ખર્ચ કરવો પડશે. અને આ બધી વસ્તુ લાંબા સમય સુધી ચાલશે એટલે પાછળથી ખર્ચ ઓછો આવશે.

તમે પણ અજય બોહરા પાસેથી જાણકારી મેળવીને તમારા ખેતરમાં ઓર્ગેનિક ખેતી શરુ કરી શકો છો. આજે આપણા દેશમાં ઘણા ઓછા લોકો જૈવિક ખેતી કરી રહ્યા છે. એનું કારણ એ છે કે જાણકારીના અભાવને કારણે જૈવિક ખેતીમાં શરૂઆતમાં પાક ઓછો મળે છે, જેથી ખેડૂતોનો ઉત્સાહ ઓછો થઈ જાય છે. પણ જો સંપૂર્ણ જાણકારી મળે અને સાચી રીતે બધી વસ્તુઓ તૈયાર કરીને એનો ઉપયોગ કરવામાં આવે, તો પાક વધારે પણ થશે અને એની ગુણવત્તા પણ સારી રહેશે.

જૈવિક ખેતીના એક્સપર્ટ ડો. અજય કુમાર બોહરા, ઉત્તમ ખેડૂત, ગામ – નિમડીવાલી, જિલ્લો – ભિવાની, હરિયાળા. મો. નં. 9416524495

વિડિયો :

मिलिए आर्गेनिक खेती के विशेषज्ञ से और जानिए कैसे करते है अपनी खेती

मिलिए आर्गेनिक खेती के विशेषज्ञ से और जानिए कैसे करते है अपनी खेती

AgroGram ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಶುಕ್ರವಾರ, ಜುಲೈ 5, 2019