94 હજાર આપીને ઓનલાઈન મંગાવ્યો IPhone 11 Pro, ડિલિવરીમાં મળ્યો એવો મોબાઈલ કે ઉડી ગયા હોશ

0
994

આજે જમાનો ઓનલાઈન થઈ ગયો છે. હવે લગભગ દરેક વસ્તુનું ખરીદ વેચાણ ઈન્ટરનેટ પર થાય છે. પણ અહીં શોપિંગ કરવા પર ઘણી વાર છેતરપિંડી પણ થાય છે. જેમ કે મોબાઈલના નવા બોક્સમાંથી સાબુ નીકળી જાય છે, તો ક્યારેક પથ્થર નીકળે છે. આવું જ કાંઈક આ વખતે પણ થયું છે.

આવી જ એક ઘટના બેંગ્લોરમાં થઈ જયારે એક વ્યક્તિએ iPhone 11 Pro ઓર્ડર કર્યો, પણ એને કંઈક બીજું જ મળી ગયું. જોકે એને આપવામાં આવેલો ફોન iPhone 11 Pro જેવો જ દેખાઈ રહ્યો હતો, પણ અસલમાં તે ડુપ્લીકેટ હતો.

જી હા, મીડિયામાં આવેલા સમાચારોનું માનીએ તો બેંગ્લોરમાં નોકરી કરવાવાળા સોફ્ટવેયર એન્જીનીયર રજનીકાંત કુશવાહાએ ફ્લિપકાર્ટ પરથી iPhone 11 Pro ઓર્ડર કરાવ્યો. એ પછી એમણે લગભગ 94 હજારનું ઓનલાઈન પેમેન્ટ પણ કર્યું.

પછી એની ડિલિવરી થયા પછી જેવું જ કુશવાહાએ મોબાઈલનું બોક્સ ખોલ્યું તો એના હોશ ઉડી ગયા. જો કે એનો ફોન દેખાવમાં iPhone 11 Pro જેવો જ દેખાઈ રહ્યો હતો. રજનીકાંતને લાગ્યું કે કદાચ આ ફોન iPhone X અથવા iPhone XS હશે પણ તે ફોન નકલી હતો. ફંક્શન ચેક કરવા પર ખબર પડી કે એ સ્માર્ટફોન iOS પર નથી ચાલતો પણ એન્ડ્રોઈડ ઓપરેટેડ હતો.

એ પછી કુશવાહાએ નકલી આઈફોન ડિલિવરી કરવાની ફરિયાદ ફ્લિપકાર્ટને કરી તો કંપનીએ એને આ સુવિધા માટે ખેદ જણાવતા એમને નવો ડિવાઈઝ આપવાનો વાયદો કર્યો છે. કદાચ આ બધાને કારણે જ ઘણા લોકો હજી પણ ઓનલાઈન શોપિંગ કરવાથી ગભરાય છે. તો એવી સલાહ આપીએ કે કોઈ પણ વેબસાઈટ પરથી કોઈ પણ વસ્તુ મંગાવો, તો તેનું બોક્સ ખોલતા સમયનો અને તેને શરૂ કરતા સમયનો આખો વિડીયો બનાવો જેથી તમારી પાસે એક નક્કર પુરાવો રહે. અને તમને વધુ કોઈ તકલીફ ન થાય.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.