કાદવ-કીચડમાં ફસાયેલ વ્યક્તિની મદદ માટે હાથ લંબાવતા આ વાંદરાનો આ ફોટો માણસો માટે એક શીખ છે

0
432

પ્રાણીઓ માણસો કરતા પણ ઘણા વધારે મદદગાર હોય છે. તે કોઈની મદદ કરતા પહેલા વિચારતા નથી બસ કરી દે છે. એવો જ એક નજારો જોવા મળ્યો છે એશિયાના બોર્નિયોના જંગલોમાં.

હકીકતમાં, એશિયાના બોર્નિયોના જંગલોમાંથી આવેલ એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ શેયર થઈ રહ્યો છે. આ ફોટામાં એક ઓરંગુતાન (Orangutan – માણસ જેવો એક મોટો વાંદરો) કાદવ-કીચડ વાળી નદીમાં ફસાયેલા માણસને બહાર નીકળવામાં મદદ કરવા માટે હાથ લંબાવતો દેખાઈ રહ્યો છે. ટ્વીટર પર શેયર કરવામાં આવેલા આ ફોટાને તમે અહીં જોઈ શકો છો.

આ વાંદરાનું આ રીતે માણસની મદદ માટે આગળ આવવું લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે, લોકો તેની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા. એમાંથી અમુક ટ્વીટ અમે તમારા માટે લઈને આવ્યા છીએ.

આ ફોટાને અનિલ પ્રભાકર નામના ફોટોગ્રાફરે ક્લિક કર્યો છે. તેના વિષે વાત કરતા તેમણે જણાવ્યું કે, તે બધા જયારે જંગલ સફારી માટે નીકળ્યા હતા, ત્યારે તેની સાથે Borneo Orangutan Survival Foundation માં કામ કરવા વાળા અમુક કર્મચારી પણ હતા.

તે બધા આ વાતનું ધ્યાન રાખે છે કે, આ જાતિના વાંદરાઓનું ઘર એટલે કે જંગલ તેમના રહેવા માટે સુરક્ષિત છે કે નહિ. એમાંથી એક વ્યક્તિને જયારે ખબર પડી કે આગળ આવતી નદીમાં ઝેરીલા સાંપ છે, તો તેમને રસ્તામાંથી હટાવવા માટે તે પાણીમાં ઉતરી ગયો. તેને પાણીમાંથી સાંપને હટાવતા જોઈને એક વાંદરો તેની પાસે આવ્યો.

પછી તેણે તે કર્મચારીને બહાર નીકળવામાં મદદ કરવા માટે હાથ આગળ વધાર્યો હતો, પણ કર્મચારીએ તેની મદદ લેવાની ના પાડી હતી. કારણ કે, તે તેમના વ્યવહારથી અજાણ હતા અને એક અજાણ્યા જંગલી જાનવર પાસેથી મદદ લેવું તેમણે ઉચિત ન સમજ્યું.

તે હવે તેમની પોતાની વિચારસરણી હતી, પણ આ વાંદરાને જોઈને લાગે કે તે ફક્ત મદદ કરવા માંગતો હતો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.