હવે તમારી પાસે છે ગેસ એજન્સી ખોલવાની તક, સિક્યોરિટી ડિપોઝીટ કર્યા વગર થશે લાખોની કમાણી

0
1748

જો તમે તમારો નવો બિઝનેસ શરુ કરવા વિષે વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે મોટી કમાણી કરવા વાળો બિઝનેસ લઈને આવ્યા છીએ. તમારી પાસે દિલ્લીમાં LPG ગેસ એજન્સી ખોલવાની તક છે. તમને જણાવી દઈએ કે Go Gas કંપનીએ એના માટે એક જાહેરાત બહાર પાડી છે. આ ઓફરની ખાસ વાત એ છે કે કંપની એજન્સી ખોલવા માટે સિક્યોરિટી ડિપોઝીટ લેશે નહિ.

નહિ આપવા પડે કોઈ પણ પૈસા :

તમને જણાવી દઈએ કે જો તમે આ ગેસ એજન્સીને ખોલાવવા માટે રજીસ્ટ્રેશન કરાવો છો, તો તમારે ડીલરશીપ અને ડિસ્ટ્રીબ્યુશન માટે કોઈ પણ પ્રકારની ડિપોઝીટ નહિ જમા કરાવવી પડે. પરંતુ તમારે એજન્સી માટે બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગોડાઉન, ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર અને ઓફિસ માટે જમીન આવે છે. જેની તમને એજન્સી ખોલવા માટે જરૂર પડે છે. એના સિવાય ગેસ સિલિન્ડરની ડિલિવરી અને ડીલરશીપ સ્ટોર માટે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે.

આ શરતો પુરી કરવી પડશે :

1. અરજી કરવા વાળા વ્યક્તિની ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

2. એના સિવાય અરજદાર પાસે ભારતીય નાગરિકત્વ હોવું જોઈએ.

3. અરજદારે 10 મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

4. અરજદાર શારીરિક રૂપથી વિકલાંગ નહિ હોવો જોઈએ.

આવી રીતે કરી શકો છો સંપર્ક :

તમારી પાસે કોમર્શિયલ અને નોન કોમર્શિયલ બંને પ્રકારના ગેસ સિલિન્ડરના ડિસ્ટ્રીબ્યુશનની તક હશે. તમને જણાવી દઈએ કે કંપની જિલ્લા અને તાલુકા સ્તર પર આવેદન માંગી રહી છે. જો તમે Go Gas એજન્સીની ડીલરશીપ લેવા માંગો છો, તો તમે info@elitegogas. com પર સંપર્ક કરી શકો છો. એના સિવાય રીજનલ ઓફિસ 515 A અંસલ ચેમ્બર 2 ભીકાજી કામા પ્લેસ, નવી દિલ્લીથી પણ આ વિષે જાણકારી મેળવી શકો છો.

તમને આ ડોક્યુમેન્ટની જરૂર પડશે :

1. તમારી પાસે રહેઠાણ અને જાતિ પ્રમાણ પત્ર હોવું જોઈએ.

2. એના સિવાય તમારી પાસે પેન અને આધારકાર્ડ પણ હોવું જોઈએ.

3. તમારી પાસે તમારો જીએસટી નંબર પણ હોવો જોઈએ.

4. સાથે જ જમીનના દસ્તાવેજ અથવા ભાડે લીધી હોય એના લીઝ સર્ટિફિકેટ પણ હોવા જરૂરી છે.

આ બધા ડોક્યુમેન્ટ સાથે રાખીવાથી તમને કામમાં સરળતા રહેશે. વધારે માહિતી માટે કંપનીની વેબસાઈટ http://gogas. co ની મુલાકાત લો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.