Oppo F17 Pro દિવાળી એડિશન ભારતમાં થયો લોન્ચ, આની સાથે મળશે આ વસ્તુ ફ્રી

0
124

લોન્ચ થયો દિવાળી એડિશન Oppo F17 Pro, તેની સાથે ફ્રીમાં મળશે દમદર પાવરફુલ આ વસ્તુ. ઓપ્પો એફ 17 પ્રો દિવાળી એડિશન (Oppo F17 Pro Diwali addition) ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. આ નવું એડિશન ઓપ્પો એફ 17 પ્રો મોડેલ સાથે આવશે, અને તેના બોક્સમાં ઓપ્પો 10,000 એમએએચની પાવર બેંક (18 W) અને દિવાળી એક્સક્લુઝિવ બેક કેસ કવર પણ હશે.

ઓપ્પો એફ 17 પ્રો દિવાળી એડિશનની કિંમત સિંગલ 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ માટે 23,990 રૂપિયા રાખવામાં આવી છે. નવો ઓપ્પો એફ 17 પ્રો દિવાળી એડિશન મેટ ગોલ્ડ ઓપશનમાં આવશે. તેમાં બ્લુ અને ગોલ્ડ ગ્રેડિએન્ટ ફિનિશિંગ મળશે. આ દિવાળી એક્સક્લુઝિવ બોક્સમાં 10,000 એમએએચ પાવર બેંક અને દિવાળી એક્સક્લુઝિવ બેક કવર મળશે.

એમેઝોન પર તેનું પ્રી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તેનું વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થશે. નવા ઓપ્પો એફ 17 પ્રો દિવાળી એડિશનની જાહેરાત ટ્વિટર એકાઉન્ટ દ્વારા કરવામાં આવી છે.

oppo f17pro

લોન્ચ ઓફર્સ વિશે વાત કરવામાં આવે, તો તેમાં એક્સચેંજ હેઠળ 16,400 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ ઇએમઆઈ વિકલ્પો, એચડીએફસી બેંક કાર્ડ્સ પર 10 ટકા ડિસ્કાઉન્ટ, પ્રાઇમ સભ્યો માટે એમેઝોન પે આઇસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ પર 5 ટકા કેશબેક, અને નોન-પ્રાઇમ સભ્યો માટે 3 ટકા કેશબેક, 1 વર્ષનું ટોટલ ડેમેજ પ્રોટેક્શન અને 180 દિવસ માટે વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ મળશે.

ઓપ્પો એફ 17 પ્રો ગયા મહિને મેજિક બ્લેક, મેજિક બ્લુ અને મેટાલિક વ્હાઇટ કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આ કલર ઓપ્શનની કિંમત 22,990 રૂપિયા છે.

ઓપ્પો એફ 17 પ્રો ના સ્પેશિફિકેશન : તે એન્ડ્રોઇડ 10 પર આધારિત કલર ઓએસ 7.2 પર ચાલે છે, અને તેમાં 6.43 ઇંચની ફુલ-એચડી પલ્સ (1,080 x 2,400 પિક્સલ) સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ઓક્ટા-કોર મીડિયાટેક હેલિઓ પી 95 પ્રોસેસર, 8 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજ, 48 એમપી પ્રાઈમરી કેમેરો, 16 એમપી પ્રાઈમરી કેમેરો સાથે જ ડ્યુઅલ સેલ્ફી કેમેરો, 4,015 એમએએચ બેટરી, 30 W ફાસ્ટ ચાર્જિંગ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.