આ ખાલી એક ખાઈ લેશો તો 10 બીમારીઓથી છુટકારો અપાવશે, જાણો કઈ રીતે

0
2515

પહેલાની સરખામણીમાં આજકાલ લોકોમાં બીમારીઓનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. અને લોકો દરેક બીમારી માટે મોંઘી મોંઘી એલોપેથીક દવાઓનું સેવન રહી રહ્યા છે. જણાવી દઈએ કે આપણે ત્યાં પહેલાના સમયમાં એલોપેથીક દવાઓને કાંઈ વિશેષ મહત્વ આપવામાં આવતું ન હતું. કારણ કે તે સમયે ડોક્ટર્સ ઓછા અને વૈદ વધુ હતા. અને આજે દુનિયામાં જેટલા પણ વૈદ છે, તે દરેક વૈધ એલોપેથી દવાઓની જગ્યાએ આયુર્વેદ ઉપર વિશ્વાસ ધરાવે છે.

તેમજ આયુર્વેદિક દવાઓનું સેવન કરવાથી કોઈને આડ અસર થતી નથી. અને તે બીમારીને જડમૂળ માંથી દુર કરવાની શક્તિ ધરાવે છે. જેનો ઈલાજ એલોપેથીમાં શક્ય નથી એવી બીમારીઓનો ઈલાજ પણ આયુર્વેદમાં શક્ય છે.

આજના આ લેખમાં અમે એક એવી જ ખાસ વસ્તુ વિષે વાત કરવાના છીએ, જે ઘણી બધી બીમારીઓને દુર કરવાની શક્તિ ધરાવે છે. તો આજે અમે જણાવીશું લવિંગના ફાયદા વિષે. આમ તો લવિંગ એક પ્રકારનો મસાલો છે. પણ આયુર્વેદમાં આ મસાલાનો ઉપયોગ ઘણી બધી બીમારીઓને સારી કરવા માટે કરવામાં આવે છે. એની ખાસ વાત એ છે કે લવિંગને આયુર્વેદમાં દવાઓનો ગુરુ માનવામાં આવે છે.

આ પહેલા કદાચ તમે ક્યારેય નહી સાંભળ્યું હોય કે એક નાનકડું લવિંગ તમારા માટે કેટલું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજના આ લેખમાં અમે તમને એવી બીમારીઓ વિષે જણાવીશું કે જેને માત્ર એક લવિંગ ઠીક કરી શકે છે. આ બીમારીઓ માટે તમારે મોંઘા માં મોંઘા ઈલાજ કરાવવાની કોઈ જરૂર નથી. તમે ઘરમાં જ મફતમાં સાજા થઈ શકે છે. તો રાહ શેની? આવો જાણીએ આ બીમારીઓ વિષે વિસ્તારથી.

લવિંગ ખાવાથી થાય છે આ અદ્દભુત ફાયદા :

૧. ઋતુના સતત બદલાવાથી ઘણા બધા લોકોને ખાંસીની ફરિયાદ રહે છે. તેના માટે લોકો મોંધી મોંધી સીરપ પીવે છે, ગોળીઓ ખાય છે. પણ તેનાથી જરૂરી આરામ નથી મળી શકતો. એટલા માટે તમારે જો ખાંસી દુર કરવી છે તો મોઢામાં એક લવિંગ મુકો અને તેને ચાવતા રહો. તમને જાણીને નવાઈ થશે કે સામાન્ય એવી લવિંગ તમારા માટે કેટલી ફાયદાકારક હોઈ શકે છે.

૨. જો લવિંગને મોઢામાં મુકીને વધુ સમય સુધી ચૂસવામાં આવે તો મોઢા માંથી આવી રહેલ દુર્ગંધ માંથી છુટકારો મળી જાય છે. અને શ્વાસ પણ ફ્રેશ થઈ જાય છે. તમને કોઈ માઉથ ફ્રેશનરની જરૂર નહિ પડે.

૩. જો તમને નાક બંધ થવાની કે જુકામની સમસ્યા છે તો લવિંગ તમને કામ લાગશે. લવિંગના તેલનું ટીપું એક ચોખ્ખા કપડામાં બાંધીને રાખી લો. જયારે પણ નાક બંધ થઈ જાય કે પછી જુકામ થઈ જાય તો તેને વારંવાર સુંઘવાથી તમારું નાક સારું થઈ જશે.

૪. જો તમને પેટમાં બળતરા એટલે એસીડીટીની સમસ્યા રહે છે, તો એના માટે ૧૦૦ ગ્રામ પાણીમાં લવિંગને વાટીને સારી રીતે ભેળવીને પી લો. તેનાથી બળતરા બંધ થઈ જશે. અને તમને રાહત મળશે.

૫. લગભગ દરેક મોટા વડીલોને સાંધાના દુ:ખાવાની ફરિયાદ રહે છે. એવામાં લવિંગના તેલને દુઃખતા સાંધા ઉપર લગાવવાથી દુ:ખાવા માંથી છુટકારો મળે છે.

૬. જાણકારી માટે જણાવી દઈએ કે જે લોકોને વધુ તરસ લાગે છે, કે પછી વધુ પ્રમાણમાં પરસેવો આવે છે, એ લોકો ગરમ પાણીમાં લવિંગ વાટીને ભેળવી લો અને પી લો. તેનાથી તમારો જીવ ગભરાવાનો બંધ થઈ જશે.

૭. હૈજે જેવી ગંભીર બીમારી ઠીક કરવા માટે લવિંગના તેલને પતાશામાં નાખીને ખાઈ લો. ખુબ જલ્દી અસર દેખાવા લાગશે.

૮. જો તમને જેમને રતાંધળાપણાનો રોગ છે, તો લવિંગ તમને એમાં મદદરૂપ સાબિત થશે. તેના માટે બકરીના દૂધમાં લવિંગ ભેળવીને આંખોની નીચે લગાવવાનું શરુ કરી દો, તેનાથી તમે ઘણા જલ્દી સારા થઈ જશો.

૯. પેટ સાથે જોડાયેલી પરેશાનીઓ તેમજ ભૂખ ન લાગવાથી તમે પરેશાન છો, તો લવિંગનુ સેવન જરૂર કરો. એનાથી તમને ફાયદો અવશ્ય થશે.

૧૦. જો તમને મોઢામાં ચાંદા પડ્યા હોય, તો લવિંગ ચાવવાથી એમાં ફાયદો થાય છે.