આ દુનિયામાં માત્ર 8 પાયલટ જ એવા છે, જે આ એયરપોર્ટ પર હવાઈ જહાજ ઉતારવાની ક્ષમતા રાખે છે.

0
989

મિત્રો, આપણી દુનિયામાં એવા ઘણા સ્થાન છે એકદમ ભયંકર છે. ત્યાં ક્યારે શું થઈ જાય કોઈ નથી જાણતું. અને લોકોને પણ એવી જગ્યાઓથી દુર રહેવા માટે કહેવામાં આવે છે. આપણી દુનિયામાં એવી રેલ્વે લાઈનો છે ઘણી જ ખતરનાક છે. એવી જ રીતે એવા એયરપોર્ટ પણ છે ઘણા ખતરનાક છે.

અને આવી જગ્યાઓ પર ટ્રેન કે પ્લેનનું સંચાલન કરવું સૌથી અઘરું કામ છે. આજે અમે તમને એક એવા જ એયરપોર્ટ વિષે જણાવવાના છીએ જે ઘણો ખતરનાક એયરપોર્ટ છે. અને આ એયરપોર્ટ પર પ્લેન લૈંડ કરાવવા માટે ઘણી બધી આવડતની જરૂર પડે છે. કોઈ સામાન્ય પાયલટ અહીં પ્લેન લૈંડ કરવાં પ્રયત્ન કરે તો દુર્ઘટના થવી નક્કી છે. તો આવો જાણીએ એના વિષે વિસ્તારથી.

વિમાન બનાવતી કંપની બોઈંગે ભૂટાનના પારો એયરપોર્ટને દુનિયાના સૌથી ખતરનાક એયરપોર્ટ માંથી એક કહ્યું છે. જણાવી દઈએ કે, પર્વતીય વિસ્તારમાં હોવાના કારણે આ એયરપોર્ટ દેખાવમાં જેટલું સુંદર છે તેટલું જ ખતરનાક પણ છે.

મિત્રો, તમે એ વાત તો જાણો જ છો કે ભૂટાન હિમાલયના ખોળામાં વસેલો દેશ છે. આ કારણે પારો એયરપોર્ટ ચારેય તરફથી ઉંચા ઉંચા પર્વતોથી ઘેરાયેલું છે, જેમની ઉંચાઈ 18 હજાર ફૂટ સુધી છે.

અને આ કારણે આ એયરપોર્ટનો રનવે દૂરથી દેખાતો નથી. અહીં પર્વતોના ચક્કર લગાવતા લગાવતા પાયલટને અચાનક એયરપોર્ટનો રનવે દેખાઈ જાય છે, અને તે સમયે પ્લેનને સંભાળીને લેન્ડ કરાવવું પડે છે. અને આ ઘણું જ ખતરનાક કામ હોય છે. એના માટે ઘણા વધુ કૌશલ્યની જરૂર પડે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ દુનિયામાં ફક્ત 8 જ પાયલટ એવા છે જે આ એયરપોર્ટ પર પ્લેન લૈંડ કરવા માટે ક્વૉલિફાઇડ છે. અને પારો એયરપોર્ટ ભુટાનનું માત્ર એક જ આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ છે. અને બુદ્ધા ઍયરલાઇંન્સ જ એકમાત્ર એવી ઍયરલાઈંન્સ છે જે ત્યાંથી વિમાનોનું સંચાલન કરે છે.

જણાવી દઈએ કે, આ એયરપોર્ટનો રનવે દુનિયાના નાના રનવેમાં શામેલ છે. આ રનવે માત્ર 6500 ફૂટ લાંબો છે. અહીંયા ફક્ત દિવસમાં જ પ્લેનને ટેક ઓફ અને લૈંડ કરવાની પરવાનગી છે. આવા ખતરનાક એયરપોર્ટ પર પ્લેન લૈંડ કરવું એકદમ અઘરું કામ છે. એટલે જ તો માત્ર 8 જ પાયલટ એવા છે જે અહીં પ્લેન લૈંડ કરવવા માટે સક્ષમ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.