આ વસ્તુને રોજ સુતા પહેલા માત્ર એક ચમચી લો, શરીર ઘોડા જેવું થઇ જશે, એક રૂપિયાનો પણ ખર્ચ નથી આમાં.

0
5838

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. ઘણા બધા ભાઈઓ અને બહેનો એવા છે જેમને એ સમસ્યા હોય છે કે, તેઓ જયારે સવારે થોડી કસરત કરે છે તો તે ખુબ જલ્દી થાકી જાય છે. એમનો સ્ટેમિના ઘણો ઓછો હોય છે.

તો અમુક ભાઈઓ અને બહેનો જે ઓફિસમાં કામ કરે છે, તેઓની એવી ફરિયાદ હોય છે કે, થોડી વારમાં તેઓ પોતાને થાકેલા અનુભવવા લાગે છે, અને મગજ યોગ્ય રીતે કામ નથી કરી શકતું. તેમજ તેઓ વસ્તુ મુકીને ભૂલી જાય છે. કોઈક વાર અગત્યનું કામ પણ ભૂલી જાય છે. તેમજ ઘણા બાળકોમાં એવું જોવા મળે છે કે, તેમની યાદશક્તિ નબળી થવાને લીધે તેઓ પણ અભ્યાસમાં આગળ નથી વધી શકતા.

આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે એક એવો પ્રયોગ લઈને આવ્યા છીએ, જે તમારી આવી કોઈ મુશ્કેલીમાં મદદ કરી શકે છે. અને ૩ દિવસમાં આનું સંતોષકારક રીઝલ્ટ તમને મળવાનું શરુ થઈ જશે. તમે આ પ્રયોગને તમારી ઈચ્છા અનુસાર આગળ વધારી શકો છો.

અમે આ પ્રયોગની ખાસ વાત એ પણ છે કે આમાં વપરાતી દરેક વસ્તુ તમને ઘરમાં જ મળી જશે. જેથી તમારે પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નહિ રહે. તો આવો જાણીએ શું જોઈએ આ પ્રયોગ માટે? અને કરી રીતે એને કરવાનો છે?

મિત્રો તમારે એક ગ્લાસ દૂધમાં એક ચમચી નારિયેળનું તેલ અને એક ચમચી મધ કે પછી 5 ગ્રામ દેશી સાકરને મિક્સ કરવાની છે. અને આ મિશ્રણને રાત્રે સુતી વખતે લેવાનું છે. એને બનાવવાની રીતે નીચે જણાવ્યા અનુસાર છે.

પહેલા તો તમે એક ગ્લાસ દૂધ ગરમ કરી લો. પણ એમાં ખાંડ ન નાખશો. ગરમ થયા પછી તેને ગેસ પરથી ઉતારી લો. ત્યારબાદ એમાં એક ચમચી નારિયેળનું તેલ ભેળવી દો, અને તેમાં મધ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરો. જો મધનો ઉપયોગ ન કરવો હોય, તો તેમાં દેશી સાકર નાખો. સાકર તમારે ગાંગડા જેવી આવે છે તે લેવાની રહેશે. (ધ્યાન રાખશો કે જે મોટા દાણા વાળી ખાંડ હંમેશા ઘરમાં આજકાલ ઉપયોગ થાય છે તે નથી નાખવાની.)

તમે આ તૈયાર કરેલા મિશ્રણને રાત્રે સુતી વખતે પી લો. જો તમે બાળકોને આ આપવા માંગો છો તો એમને નારિયેળનું તેલ અડધા ભાગનું જ આપો. તેના સેવન પછી સવારે બની શકે કે તમને ઝાડાની તકલીફ થાય. કારણ કે નારિયેળનું તેલ અમુક લોકોને જલ્દી પચતું નથી. માટે તે લોકો જેમને નારિયેળનું તેલ પચતું નથી, તે તેને અડધી ચમચીના પ્રમાણમાં શરુ કરો. પછી ધીમે ધીમે તેને વધારો. તેને 5 ગ્રામથી 15 ગ્રામ સુધી ઉપયોગ કરી શકો છો.

અને જો તેમ છતાં કોઈ વ્યક્તિ નારિયેળના તેલનો ઉપયોગ ન કરવા માંગે, તો તેઓ કાચા નારિયેળ લઈને તેમાં પાણી સાથે જે મલાઈ હોય છે તેને કાઢીને સારી રીતે મિક્ષ કરી દો. આમ કરવાથી તે દૂધ જેવું બની જશે. હવે તેનું સેવન કરવાનું શરુ કરી દો. અને જે લોકો કસરત કરે છે તે એક ચમચી નારિયેળનું તેલ અને 1 ચમચી મધ દુધમાં ભેળવીને પીશે તો એનાથી એમને ખુબ શક્તિ મળશે.

આ મિશ્રણ ઊંઘવાના સમયના ૩૦ મિનીટ પહેલા લેવું જોઈએ. જણાવી દઈએ કે, નારિયેળનાતેલમાં મળી આવતા MCFA પ્રખ્યાત બોડી બિલ્ડિંગ પ્રોડક્ટ ‘MUSCLE MILK’ માં વાપરવામાં આવે છે. અને Journal of Neurobiology of Aging (according to study in 2004) માં જણાવ્યા મુજબ MCFA યાદશક્તિ અને મગજના કાર્યોને સુધારે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોમાં તે વધુ સારું કામ કરે છે.

MCFA લીવરમાં જઈને કીતોન બોડી બનાવે છે, જે મગજમાં ગ્લુકોઝ ઓછું થવા પર પણ મગજની કોશિકાઓને શક્તિ આપે છે. તો મિત્રો, યાદશક્તિ, સ્ટેમિના, અને શક્તિ વધારવા માટે આનાથી ઉત્તમ, સસ્તો અને સારો પ્રયોગ બીજો કોઈ નથી હોઈ શકતો.