એક ઓલમ્પિકમાં મેડલ જીતીને મેળવી રહી છે ખ્યાતી, તો બીજી દેશની રક્ષા કરી રહી છે, વાંચો 2 બહેનોની સ્ટોરી.

0
112

આ બે બહેનો કરી રહી છે માતા પિતાનું નામ રોશન, એક દેશની રક્ષા કરે છે અને બીજી દેશ માટે મેડલ જીતી રહી છે.

પ્રતિભા કોઈ પણ પરિસ્થિતિની રાહ નથી જોતી અને ન તો તે જાતી જોઇને આવે છે. હાલમાં ટોક્યો ઓલમ્પિક શરુ છે અને દેશ આખાનું ધ્યાન મેડલ લાવવા વાળા ખેલાડીઓ ઉપર છે. તેવામાં રાજસ્થાનની દીકરીઓ ચર્ચાનો વિષય બનેલી છે. રાજસ્થાનની એક દીકરીએ ઓલમ્પિકમાં મુક્કાબાજીમાં દેશ માટે મેડલ જીતી લીધો છે, તો બીજી બહેન રક્ષા કરવા માટે સીઆઈએસએફમાં જોડાયેલી છે.

ટોક્યો ઓલમ્પિકમાં મેડલ જીતવા વાળી લવલીનાની બહેન જોધપુરમાં ફરજ બજાવે છે. લવલીનાના મેડલ જીતવા પર જોધપુરમાં ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ટોક્યોમાં ચાલી રહેલી ઓલમ્પિક ગેમમાં ભારતીય મુક્કાબાજ લવલીના બ્રોન્ઝ મેડલ પાક્કો કરી લીધો છે, ત્યાર પછી આખા દેશમાં તો ઉત્સવનું વાતાવરણ છે જ. પણ સાથે સાથે જોધપુરમાં પણ લવલીનાની જીતનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

લવલીનાની બહેન લીમા જોધપુર એયરપોર્ટ ઉપર સીઆઈએસએફમાં જોડાયેલી છે. તે પોતાની બહેનના મેડલ જીતવા ઉપર એયરપોર્ટ ઉપર જ ઉજવણી કરી રહી છે. એયરપોર્ટના અધિકારીઓથી લઈને કર્મચારીઓએ લીમાને તેમની બહેનના મેડલ જીતવા ઉપર અભીનંદન આપ્યા છે. અને ભારતીય મુક્કાબાજ લવલીનાની બહેન લીમા પોતાની બહેનની જીતથી ઘણી ખુશ છે. તે જણાવે છે કે, લવલીનાના મેડલ જીતવા પર તેને ગૌરવ અનુભવાઈ રહ્યો છે.

સાથે જ તેણે જણાવ્યું કે, લવલીનાએ પોતાની મહેનત અને ધગશથી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. લીમાએ પોતાની બહેન લવલીનાના મેડલ જીતવાનો શ્રેય પોતાની માં ને આપ્યો છે. તેમણે જણાવ્યું કે માં શરુઆતથી જ બંને દીકરીઓને રમતગમત અને અભ્યાસમાં આગળ વધવા મોટીવેટ કરતી હતી. જોધપુર એયરપોર્ટ ઉપર ઉત્સવ જેવા વાતાવરણ વચ્ચે બધાએ લીમાને અભીનંદન તો આપ્યા, પણ સાથે જ બધાએ ઈશ્વરને પ્રાર્થના કરી અને લવલીના આગળ જઈને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે એવી આશા વ્યક્ત કરી.

લવલીનાની કૌટુંબિક જન્મભૂમિની વાત કરીએ, તો તે આસામના ગોલાઘાટ જીલ્લાની છે. ત્રણ બહેનો માંથી લવલીના સૌથી નાની છે. અને તેમની મોટી બહેનો છે તે જોડિયા છે. તેના નામ લીચા અને લીમા. તેમણે પણ રાષ્ટ્રીય કક્ષાએ કિક બોક્સિંગમાં ભાગ લીધો, પણ આર્થિક તંગીથી તે આગળ વધી ન શકી. લવલીનાએ પણ પોતાની કારકિર્દી એક કિક બોક્સર તરીકે શરુ કરી હતી પણ પાછળથી તેમણે બોક્સિંગમાં પોતાની કારકિર્દી બનાવવાનું શરુ કરી દીધું. અને લીમાએ એયરપોર્ટની નોકરી શરુ કરી પિતાનું નામ રોશન કર્યું.

લવલીનાની માતાનું નામ ટીકેન છે અને પિતાનું મામોની બોરગોહેન છે, જે એક નાના વેપારી છે. પોતાની દીકરીનું ભવિષ્ય સુધારવા માટે પિતાએ ઘણો સંઘર્ષ કર્યો અને સંઘર્ષના પરિણામ આજે આખી દુનિયાની સામે છે. લવલીનાને બ્રોન્ઝ મેડલ જીતવા ઉપર આખા દેશમાંથી અભીનંદન મળી રહ્યા છે. તેને લઈને બીએફઆઈના અધ્યક્ષે જણાવ્યું કે, આ એક સારા સમાચાર છે જેની આપણે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તે ન માત્ર મુક્કાબાજી માટે પણ આસામ અને આખા દેશ માટે પણ ગર્વની ક્ષણ છે.

હકીકતમાં લવલીનાનો આ એક ખુબ જ સાહસી પ્રયત્ન હતો. તે ગયા વર્ષે કો-વિ-ડથી સંક્રમિત થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની માં પણ બીમારી હતી. તે ભારતીય મુક્કાબાજી માટે એક મોટું ઉદાહરણ છે, અને જે રીતે આ યુવાન છોકરીએ પોતાની જાતને સાબિત કરી છે, તે આપણા બધાને પણ ગૌરવન્વિત કરે છે.

લવલીનાએ ગયા વર્ષે કો-વી-ડને કારણે યુરોપમાં પોતાની તાલીમ મિસ કરવી પડી હતી. તેમની સામે ઘણા પ્રકારની મુશ્કેલીઓ હતી જેમાંથી નીકળીને તેમણે આ સ્થાન પ્રાપ્ત કર્યું. જેવી જ ક્વાર્ટરફાઈનલમાં રેફરીએ જીત માટે લવલીનાનો હાથ ઉચો કર્યો, તેમની એક મોટી ચીસ નીકળી ગઈ જે ખુશીની લહેરમાં તેમની ભાવનાઓનું વર્ણન કરી રહી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.