એક મેસેજે 44 મિત્રોને કર્યા એકજૂટ, દેવામાં ડૂબેલા મિત્રને રોડ પર આવવાથી બચાવ્યો

0
1414

બિઝનેશમાં નુકશાનથી આર્થિક સંકટમાં ઘેરાયેલા એક મિત્રને ૪૪ મિત્રોને એક દિવસમાં મુશ્કેલીમાંથી ઉગારી લીધો. બેન્કનું દેવું ચુકવવા માટે એક જ દિવસમાં ૧૧ લાખ રૂપિયા એકઠા કરી લીધા.

આ રતલામનો કિસ્સો છે. સોશિયલ મીડિયાની એકથી એક ચડીયાતી એપ્લીકેશનની દુનિયામાં સંબંધો અને દોસ્તી માત્ર મોબાઈલના કીપેડ ઉપર સમેટાઈને રહી ગયા છે. પરંતુ આ આધુનિકતામાં પણ થોડા મિત્રોની મિત્રતા એવી પણ છે જે સોશિયલ મીડિયાની મદદથી વધુ ગાઢ બની ગઈ છે. એવી જ એક મિત્રતા એક ખુબ જ પ્રસિદ્ધ ફિલ્મની પંક્તિમાં જોવા મળે છે. ‘યે દોસ્તી હમ નહિ છોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે.’

આજના સમયમાં સોશિયલ મીડિયામાં વ્યસ્ત જીવન બસ સેલ્ફી અને હાઈ હેલોના મેસેજમાં સમેટાઈ ગઈ છે. સ્કુલ કોલેજના સમયમાં દિવસ રાત સાથે રહેલા મિત્રો કામકાજ અને દોડધામ ભરેલા જીવનમાં ક્યારેક ક્યારેક મોબાઈલ ઉપર મળતા રહે છે. તેમછતાં આ ભારતીયોએ હજારો માઈલ દુર હોવા છતાં પણ મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાના એક મિત્રને રોડ ઉપર રઝળતો થતા પહેલા જ ૪૪ મિત્રોનો સહારો મળી ગયો.

આ ઘટના ૨૯ જુનના રોજ ભોપાલમાં બની. સંકટમાં ઘેરાયેલ મિત્ર ભોપાલમાં રહેતો હતો અને તેના ૪૪ મિત્રો દેશ અને વિદેશમાં રહેતા હતા. બધા ૧૯૯૨ માં ઇન્દોરના એસજીએસ આઈટીએસ કોલેજ (SGS INSTITUTE OF TECH. AND SC) માં એક સાથે ભણી રહ્યા હતા. કોલેજની ૧૯૯૨ બેચમાં ૧૦૦ વિદ્યાર્થી હતા. તેમની સાથે ભોપાલના કૃષ્ણા (નામ બદલાવ્યું છે) પણ ભણતા હતા. ગયા મહીને ભોપાલમાં કૃષ્ણાએ ઓસ્ટ્રેલીયા શિફ્ટ થઇ ચુકેલી બેચના એક સાથી મિત્ર અશોક ગુપ્તાને ફોન કરી પોતાની મુશ્કેલી જણાવી.

ભોપાલના કૃષ્ણાને બિઝનેશમાં મોટું નુકશાન થયું હતું. ભોપાલના ટીટી નગરમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક કરોડથી વધુની લોન ચુકવવા માટે કૃષ્ણા પોતાની ફેક્ટરી સુધી વેચી ચુક્યો હતો. મકાન પણ બેંક પાસે ગીરવી હતું. બેંકે ૩૦ જુન સુધીમાં લોન નહિ ચુકવવામાં આવે તો મકાન જપ્ત કરવાની નોટીસ આપી દીધી હતી. ૩૦ જુન સુધી કોઈપણ સ્થિતિમાં કૃષ્ણાએ બેંકમાં ૧૭ લાખ રૂપિયા જમા કરાવવાના હતા. મિત્રને મુશ્કેલીમાં જોઈને ઓસ્ટ્રેલીયામાં શિફ્ટ થઇ ગયેલા અશોકે મદદ કરવાનો નિર્ણય કર્યો.

અશોકના મગજમાં એક પ્લાન આવ્યો. ત્યાર બાદ તેણે વોટ્સએપ એપ ઉપર ગયા મહીને ૨૬ જુનના રોજ સાથે ભણેલા તમામ વિદ્યાર્થીઓમાંથી ૪૪ મિત્રોને ‘હેલ્પ કૃષ્ણા’ નામથી ગ્રુપ તૈયાર કરવામાં મદદની વિનંતી કરી. વોટ્સએપ ઉપર મેસેજ મળતા જ ગ્રુપમાં રહેલા મિત્ર સક્રિય બની ગયા. એક જ દિવસમાં રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધીમાં ૪૪ મિત્રોએ ૧૧ લાખ રૂપિયાની કૃષ્ણાની મદદ કરી અને પૈસા એક જ ખાતામાં જમા કરાવી દીધા. બેન્કમાંથી ૧૭ લાખની રકમને વન ટાઈમ સેટલમેન્ટ હેઠળ ૧૧ લાખની રકમ જમા કરી દેવું ઉતારી દીધું.

તમામ ૪૪ મિત્રોએ કોઈપણ પ્રકારના સવાલ કર્યા વગર ૨૫-૨૫ હજાર રૂપિયાની મદદ કરી. તેનું પરિણામ એ આવ્યું કે બેંક તરફથી આપવામાં આવેલી ૩૦ જુન સુધીની મુદતને બદલે ૨૯ જુનના રોજ જ મિત્રોએ કૃષ્ણાના મકાનના કાગળ બેંકમાંથી છોડાવી લીધા.

એટલું જ નહિ આ મદદ પહેલા વોટ્સએપ ગ્રુપ ઉપર અશોકે એક શરત પણ મૂકી હતી કે હાલમાં માત્ર મદદ કરવાની છે, આ વખતે કોઈ ચર્ચા આ વાત ઉપર નહિ કરવામાં આવે કે ખરેખર કૃષ્ણા આ સ્થિતિમાં કેવી રીતે પહોંચી ગયો.

ઓસ્ટ્રેલીયામાં રહેતા કૃષ્ણાએ મિત્રોને જણાવ્યું કે કેવી રીતે અભ્યાસના દિવસોમાં તે બધા સાથે રહ્યા. અભ્યાસના દિવસો યાદ કરતા ઓસ્ટ્રેલીયા વાળા મિત્રએ જણાવ્યું કે, કૃષ્ણાની ઊંચાઈ ઘણી ઓછી છે. તેવામાં તે જયારે પણ ક્યાય ઉભો થતો તો કૃષ્ણાના ખંભા ઉપર હાથ મુકીને તેનો સહારો લેતો હતો.

તે મદદ કરનાર ગ્રુપમાં નાગદાના એક બીજા મિત્ર પંકજ મારું પણ જોડાયેલા હતા. પંકજ મારુંએ જણાવ્યું કે, જયારે અશોક ગુપ્તાએ ગ્રુપ બનાવ્યું તો એક શરત પણ મુકવામાં આવી હતી કે, કોઈપણ નુકશાનનું કારણ નહિ પૂછે. સવારે મદદ માટે બનાવવામાં આવેલા વોટ્સઅપ ગ્રુપમાં ૪૪ મિત્રોએ જણાવેલા બેંક ખાતામાં ૧૧ લાખ રૂપિયા જમા પણ કરાવી દીધા.

પંકજ મારું જણાવે છે કે, અમારી મિત્રોની અભ્યાસના દિવસોમાં ઘણી યાદગાર પળ છે, પરંતુ એક સમયે હું ગ્રુપ લીડર હતો ત્યારે ભૂલ થઇ જવા ઉપર બધા મિત્રો મળીને ભૂલ કરવા વાળાને મસ્તી મજાકમાં ચાદરથી મારતા હતા. એક વખતે લીડર રહીને મેં જામફળનું શાક બીજ સાથે બનાવી નાખ્યું હતું, પછી મને ચાદરથી મારતી વખતે સૌથી આગળ ભોપાલનો કૃષ્ણા જ રહેતો હતો. આજે પણ ચાદરની મારની મોજ મસ્તીના દિવસો અમારી મિત્રતાને વધુ ગાઢ બનાવી દીધી છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.