1 જાન્યુઆરીથી બદલાઈ જશે Debit-Credit કાર્ડ પેમેન્ટની આ રીત, જરૂર વાંચી લો

0
163

Debit-Credit કાર્ડથી કરો છો પેમેન્ટ તો તમારે જરૂર જાણવા જોઈએ 1 જાન્યુઆરીથી બદલાતી પેમેન્ટની રીત. નવા વર્ષની શરૂઆતથી જ બેંકિંગ નિયમોમાં (Banking Rules) મહત્વના પરિવર્તન થવાના છે. તેમાંથી સૌથી જરૂરી પરિવર્તન કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટના નિયમોમાં થવાનો છે. આરબીઆઈ ગવર્નરે શુક્રવારે નવા નિયમોની જાહેરાત કરતા જણાવ્યું કે, હવે કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર ‘પિન’ ની જરૂર નહિ પડે. તેનો હેતુ શોપિંગ વગેરે દરમિયાન પેમેન્ટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

પિન વગર ડેબિટ કાર્ડથી કરી શકશો પેમેન્ટ : ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, આ પરિવર્તન ‘વન નેશન વન કાર્ડ’ સ્કીમ અંતર્ગત જાહેર કરવામાં આવેલા કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સથી પેમેન્ટ કરવા પર લાગુ થશે. આ કાર્ડ્સથી વધુમાં વધુ 5 હજાર રૂપિયા સુધીની ચુકવણી કોઈ પણ પિન વગર સરળતાથી કરવામાં આવશે. જણાવી દઈએ કે, હાલમાં કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ દ્વારા ફક્ત 2 હજાર રૂપિયા સુધીની રકમની ચૂકવણી પિન વગર કરવામાં આવી શકે છે.

અત્યાર સુધી લાગુ હતા આ નિયમ : હાલમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટની મહત્તમ સીમા 2000 રૂપિયા છે. એક દિવસમાં 5 કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી શકાય છે. તેનાથી વધારે રકમના પેમેન્ટ માટે પિન અથવા ઓટીપીની જરૂર પડે છે. પણ આરબીઆઈના નિયમ અનુસાર 1 જાન્યુઆરીથી કોન્ટેક્ટલેસ પેમેન્ટની મહત્તમ સીમા 5 હજાર રૂપિયા થઇ જશે.

ઓટોમેટિક થાય છે પેમેન્ટ : કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડમાં 2 ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે, નિયર ફિલ્ડ કમ્યુનિકેશન (Near Field Communication) અને રેડિયો ફ્રીક્વન્સી આઈડેંટિફિકેશન (RFID). જયારે આ પ્રકારના કાર્ડને આ ટેક્નિકથી સજ્જ મશીનની નજીક લઇ જવામાં આવે છે, તો પેમેન્ટ આપમેળે થઇ જાય છે. મશીનની 2 થી 5 સેન્ટિમીટરની રેંજમાં પણ કાર્ડને રાખવામાં આવે તો પેમેન્ટ થઈ શકે છે. આ કાર્ડને મશીનમાં નાખવાની અથવા તેને સ્વાઇપ કરવાની જરૂર નથી પડતી. ન તો પિન અથવા ઓટીપી નાખવાની જરૂર હોય છે.

આ કારણે ખાસ હોય છે કોન્ટેક્ટલેસ કાર્ડ્સ : આ કાર્ડ એક સ્માર્ટ કાર્ડ જેવા હોય છે. જણાવી દઈએ કે વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ અંતર્ગત ભારતીય કંપની RuPay એ કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કર્યા હતા.

હવે આ ટેક્નોલોજીથી બનશે નવા રૂપે ડેબિટ કાર્ડ : હવે દેશની દરેક બેંક જે પણ નવા RuPay ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કરશે, તેમાં નેશનલ કોમન મોબેલિટી કાર્ડ ફીચર હશે. તે બીજા વોલેટ જેવું જ કામ કરશે. આ ટેક્નોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરે ટ્રાંઝેક્શન માટે કાર્ડ સ્વાઇપ કરવાની જરૂર નથી પડતી. પોઇન્ટ ઓફ સેલ (POS) મશીનની ઉપર કાર્ડ રાખવાથી પેમેન્ટ થઈ જાય છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.