માત્ર એક ગ્લાસ પાણીનો દમદાર નુસખો, એનાથી તમને મળશે ઘોડા જેવી તાકાત

0
7181

મિત્રો ચણા તો લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય જ છે. તે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ પોષક તત્વથી પણ ભરપુર હોય છે. ચણાનું પોષક તત્વની દૃષ્ટિએ ઘણું મહત્વ હોય છે. તે આપણા શરીરમાં શક્તિનો વધારો કરી આપે છે. આજે અમે તમને એ જ ચણાના ગુણ અને ફાયદા જણાવીશું, જેથી કરીને તમે પણ એનાથી મળતા ફાયદા વિષે જાણી એનો લાભ મેળવી શકો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીની રિસર્ચ અનુસાર રોજ ચણા ખાવાથી અથવા તેનું પાણી પીવાથી તાકાત વધે છે. નાણાવટી હોસ્પિટલ, મુંબઈના ચીફ ડાયટિશિયન ડૉ. ઉષા કિરણ સિસોદિયા અનુસાર ચણાના પાણીથી ઈન્સ્યુલિન લેવલ કંટ્રોલમાં રહે છે, જેનાથી કમજોરી દૂર થાય છે. આમાંથી મળતા એન્ટીઓક્સિડેન્ટ્સ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ તાકાત વધારવામાં પણ મદદ કરે છે.

તેમજ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ જયપુરના ડૉ. એમ.એલ. જાયસવાલ અનુસાર આખી રાત પલાળેલા ચણાનું પાણી પીવાથી સીમેનનું વોલ્યુમ વધે છે. ચણાના પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે.

ચણામાં ફાઈટોએસ્ટ્રોજન્ટ્સ હોય છે. જેનાથી સેક્સ હોર્મોનનું લેવલ બેલેન્સ રહે છે. ફર્તીલીતીમાં સુધારો થાય છે. ચણામાં હોલેટ, આયરન, મિનરલ્સ હોય છે. આનાથી લોહીની ઉણપ દૂર થાય છે. ચણાથી સ્ટેમિના પણ વધે છે. ચણામાં પ્રોટીન હોય છે. અને ચણાથી મસલ્સ પણ મજબૂત થાય છે.

ચણાના પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ઝિંક હોય છે. આ પાણી પીવાથી હાડકા મજબૂત થાય છે. આનાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. અને હદયની બીમારીઓથી પણ બચાવે છે. જો ઘોડા જેવું શક્તિ જોઈતી હોય તો ચણાનું સેવન જરૂર કરવું જોઈએ.

ચણામાં પ્રોટીન, ફાઇબર્સ હોય છે. આનાથી લાંબો સમય સુધી પેટ ભરાયેલુ રહે છે. વજન પણ કંટ્રોલમાં રહે છે. આમાં ફાઇબર્સ હોય છે. આનાથી પાચન સારું રહે છે. અને કબજિયાત દૂર થાય છે. ચણા હાડકા માટે ઘણા જ ફાયદાકારક હોય છે. તમે કોઈ આયુર્વેદ નિષ્ણાંતની સલાહ લઈને એનું સેવન ચાલુ કરી શકો છો. બહારના પ્રોટીન વગેરેના પાઉડર લેવા કરતા દેશી ઉપાય કરીને શરીર સ્વસ્થ રાખવું ઉત્તમ ગણાય છે. માટે શક્ય હોય ત્યાં સુધી બજારુ પ્રોડક્ટ છોડી શુદ્ધ આહાર પસંદ કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.