જોક્સ 1 :
એક છોકરી ખિસ્સામાં આઈફોન 12 મૂકીને રસ્તા પરથી જઈ રહી હતી
કે અચાનક તેનો પગ લપસી ગયો અને તે પડી ગઈ.
ત્યારે કંઈક તૂટવાનો અવાજ આવ્યો.
છોકરી બોલી – ભગવાન કરે હાડકું જ હોય.
જોક્સ 2 :
પપ્પુ પોતાનો એક પગ ફૂટપાથ પર અને બીજો રોડ પર મૂકીને વાંચો-ચુકો ચાલી રહ્યો હતો.
એક પોલીસવાળો તેને જોઈને બોલ્યો,
એટલું બધું શું કામ પીવે છે કે ક્યાં અને કેવી રીતે ચાલવું તેનું પણ ભાન નથી રહેતું.
પપ્પુ સીધો થઈને બોલ્યો,
તમારો આભાર સાહેબ કે તમે જણાવ્યું કે મેં વધારે પી લીધી છે,
નહિ તો હું સમજી રહ્યો હતો કે હું લંગડો થઈ ગયો છું.
જોક્સ 3 :
બે મહિલાઓ એકબીજા સાથે વાત કરી રહી હતી,
પહેલી મહિલા : બહેન મારા મનમાં ઘણા દિવસોથી એક સવાલ ઉઠી રહ્યો છે.
બીજી મહિલા : શું બહેન?
પહેલી મહિલા : પુરુષો કોઈ ઉપવાસ કે વ્રત નથી કરતા,
તો તમને આપણા જેવી સુશીલ, શાંત અને આજ્ઞાકારી પત્નીઓ કેવી રીતે મળી?
જોક્સ 4 :
રાજુ જેવો જ ઘરે પહોંચ્યો કે તેની પત્નીએ તેની ધોલાઈ શરૂ કરી દીધી,
માર ખાધા પછી રાજુએ પૂછ્યું કે, મેં કર્યું શું કે મને ધોઈ નાખ્યો?
પત્ની બોલી : આપણા પાડોશી કિશનનું તેમની પાડોશી મુન્નીભાભી સાથે ચક્કર ચાલી રહ્યું છે.
રાજુ : તો એમાં મને મારવાની શું જરૂર હતી?
પત્ની : જેથી ડર બની રહે.
જોક્સ 5 :
નિકાહ પછી અરબાઝ મોલવીને : તમને કેટલા રૂપિયા આપવાના?
મોલવી : દુલ્હનની સુંદરતા અનુસાર આપી દેજો.
અરબાઝે પોતાના ખીસામાંથી 10 રૂપિયાની નોટ કાઢીને આપી દીધી.
પછી મોલવીએ દુલ્હનનો ચહેરો જોઈને અરબાઝને કહ્યું,
ભાઈ બાકીના પૈસા તો પાછા લઇ જા.
જોક્સ 6 :
ટપ્પુ બગીચામાં બેઠો હતો અને ચોકલેટ પર ચોકલેટ ખાઈ રહ્યો હતો.
આ જોઈને તેની નજીક બેસેલી આંટી બોલી,
દીકરા વધારે ગળ્યું ખાવા વાળા વહેલા મરી જાય છે.
ટપ્પુ : તમને ખબર છે મારી દાદીની ઉંમર 106 વર્ષ હતી જયારે તે મર્યા હતા.
આંટી : તે ગળ્યું ઓછું ખાતા હશે એટલે.
ટપ્પુ : ના, તે પોતાના કામથી કામ રાખતા હતા.
જોક્સ 7 :
પતિ બિચારો વર્ષના 365 દિવસ પત્નીનો ચહેરો જોયા પછી જ ખાવાનું ખાય છે,
પણ પત્ની એક દિવસ પતિનો ચહેરો જોઈને ખાવાનું ખાય તો તહેવાર બની જાય છે.
જોક્સ 8 :
મહિલાઓ માટે બ્લડ પ્રેશરનો ઘરેલુ ઈલાજ,
પ્રેશર હાઈ થયું તો પિયરવાળા સાથે 20 મિનિટ વાત કરે,
અને લો થયું તો સાસરીવાળા સાથે 5 મિનિટ વાત કરે.
ફટાફટ આરામની ગેરેંટી.
જોક્સ 9 :
દર્દી : ડોકટર, હું ખાવાનું નહિ ખાવ, તો મને ભૂખ લાગી જાય છે,
વધારે કામ કરું છું, તો થાકી જાઉં છું,
મોડે સુધી જાગેલો રહું તો ઊંઘ આવી જાય છે, હું શું કરું?
ડોક્ટર : આખી રાત તડકામાં બેસો, બધું સારું થઇ જશે.
જોક્સ 10 :
બાળપણમાં ત્યાં ઊંઘવાનું પસંદ કરતા હતા જ્યાંથી ચંદ્ર અને તારા દેખાય.
અને આજે ત્યાં ઊંઘવાનું પસંદ કરીએ છીએ જ્યાં ચાર્જર લગાવી શકીએ.
જોક્સ 11 :
સંજુ (પત્નીને) : તે આજે ફરીથી જમવાનું બનાવવામાં મોડું કરી દીધું,
હવે મારા માટે જમવાનું ના બનાવતી, હું હોટલમાં જમવા જઈ રહ્યો છું.
પત્ની : બસ 5 મિનિટ આપો.
સંજુ : શું 5 મિનિટમાં બની જશે?
પત્ની : નહિ, ત્યાં સુધીમાં હું પણ તમારી સાથે જવા માટે તૈયાર થઈ જઈશ.
જોક્સ 12 :
એક કપલના નવા નવા લગ્ન થયા,
પતિ સવાર-સવારમાં પોતાની સુતેલી પત્ની પર પાણી છાંટવા લાગ્યો,
પત્ની ઊંઘમાંથી ઉઠી અને ગુસ્સામાં બોલી – “પાણી કેમ નાખ્યું?”
પતિ : તારા બાપે કહ્યું હતું કે, જમાઈ રાજા મારી દીકરી ફૂલની કળી છે,
તેને કરમાવા ન દેતા.