37 દિવસમાં એક જ છોકરીના ચાર-ચાર લગ્ન, ત્રણ વાર છૂટાછેડા, કોર્ટમાં પહોંચ્યો કેસ, આ ઘટના વિષે જાણીને ચકિત થઈ જશો.

0
81

આવો બનાવ પહેલા ક્યાંય નહિ બન્યો હોય, સવા મહિનાની અંદર એક જ છોકરીના થયા 4 વખત લગ્ન અને 3 વખત છૂટાછેડા, જાણો તેનું કારણ.

તાઈવાન માંથી લગ્ન અને છૂટાછેડાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિષે વાંચીને કદાચ દરેક લોકો ચક્તિ રહી જશે. અહિયાં એક બેંક કર્મચારીએ 37 દિવસની અંદર એક જ છોકરી સાથે ચાર વખત લગ્ન કર્યા અને ત્રણ વખત છૂટાછેડા લીધા. અને તેનું કારણ ત્યારે સામે આવ્યું જયારે કેસ કોર્ટમાં પહોંચ્યો.

આ ઘટના તાઈવાનના એક બેંક કર્મચારીની છે. તે વ્યક્તિ બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરે છે. તાઇવાનની રાષ્ટ્રીય સમાચાર એજન્સી મુજબ, જયારે તે વ્યક્તિએ લગ્ન માટે રજા માંગી તો તેની માત્ર 8 દિવસની રજા જ મંજુર થઇ. તે વ્યક્તિના લગ્ન થયા અને થોડા દિવસો પછી રજા પૂરી થઇ ગઈ.

કાયદા મુજબ લગ્ન માટે 8 દિવસની પેઈડ લીવ (રજાનો પગાર મળે તે) મળી શકે છે. તો એવામાં તે વ્યક્તિએ પોતાની રજા વધારવાની યુક્તિ શોધી કાઢી. તે વ્યક્તિએ તેની જ પત્નીને છૂટાછેડા આપી દીધા જેથી તેના ફરી વખત લગ્ન થઇ શકે અને પેઈડ લીવ મળી શકે.

રીપોર્ટ મુજબ, વ્યક્તિએ 37 દિવસની અંદર એક જ છોકરી એટલે તેની જ પત્ની સાથે ચાર લગ્ન કર્યા અને તેને 3 વખત છૂટાછેડા આપી દીધા. આ કેસનો ખુલાસો પણ જોરદાર રીતે થયો. પછી આ કેસ કોર્ટમાં પહોંચી ગયો.

બેંકે તપાસ કરાવી કે તે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બેંકે પહેલા તેને વધારાની પેઈડ લીવ આપવાની ના કહી દીધી. જ્યાર બેંકે રજા ન આપી તો તે વ્યક્તિએ ‘તાઈપે સીટી લેબર કોર્ટ’ માં ફરિયાદ નોંધાવી અને બેંક ઉપર લેબર લીવના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો.

આ કાયદા મુજબ, કર્મચારીઓના લગ્ન થાય ત્યારે 8 દિવસની પેડ લીવ મળવી જરૂરી છે. તે કલાર્કે 4 વખત લગ્ન કર્યા હતા એટલા માટે તેને 32 દિવસની પેડ લીવ મળવી જોઈતી હતી.

ત્યાર પછી બેંકે પણ આ નિર્ણય વિરુદ્ધ અપીલ નોંધાવી છે. કહેવામાં આવે છે કે, આરોપી દ્વારા માંગવામાં આવેલી રજાઓ લેબર નિયમ કલમ હેઠળ નથી. અને લેબર કોર્ટના કમિશ્નર તરફથી પણ તેમનો મત રજુ કરવામાં આવ્યો.

લેબર કોર્ટે જણાવ્યું કે બેંક કલાર્કે રજા માટે જે કર્યું તે ખોટું છે. પણ લેબર નિયમની કલમમાં એવી કોઈ જોગવાઈ નથી, જે કોઈને રજા લેવા માટે એક જ વ્યક્તિ સાથે ફરી વખત લગ્ન કરવાથી રોકતા હોય. બેંક દ્વારા વ્યક્તિને રજા ન આપવા ઉપર લગભગ 700 ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો.

હાલમાં રીપોર્ટમાં એ નથી જણાવવામાં આવ્યું કે, તે વ્યક્તિને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે કે નહિ. પણ આ ઘટના ચર્ચાનો વિષય જરૂર બની ગયો. હંમેશા રજા માટે કર્મચારી જાત જાતના બહાના બનાવે છે, પણ આ બહાનું તો સૌથી આગળ નીકળી ગયું.

રીપોર્ટમાં એ વાતનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, તે કર્મચારીના લગ્ન ક્યારે થયા હતા. તેના લગ્ન એપ્રિલ 2020 માં થયા હતા. લગ્ન માટે તેણે રજાની માંગણી કરી હતી. પહેલા તો તેને આઠ દિવસની રજા આપવામાં આવી પણ પછી તેણે વધુ રજા માટે આટલું મોટું નાટક ઉભું કરી દીધું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.